Site icon Health Gujarat

આજે જ જાણી લો આ 3 વસ્તુઓ વિશે, જે તમારી કિડનીને કરી નાખે છે ખરાબ અને…

કિડની એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કિડની લોહીની સફાઇ, હોર્મોન્સ બનાવવા, યુરિન બનાવવા, ઝેર બહાર કાઢવા અને એસિડનુ સંતુલન જાળવવા અને ખનિજ શોષણ જેવા તમામ જરૂરી કાર્યો કરે છે. આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ આદતોથી કિડની ખરાબ થઈ શકે છે. અત્યારની ભાગદોડવાળી જીવનશૈલીમાં મોટાભાગના લોકો તેમના સ્વાસ્થ્યને અવગણે છે અને વિચાર્યા વિના કંઈપણ ખાય છે. જેના કારણે કિડની પર અસર થાય છે. તમે કરેલી કેટલીક ભૂલો તમારી કિડનીને ખરાબ કરી શકે છે.

image source

જે લોકો વધુ માત્રામાં મીઠાઇઓનું સેવન કરે છે તેમને આ સમસ્યા હોઈ શકે છે કારણ કે મીઠી ચીજોમાં ખાંડ અને સોડિયમ ખૂબ વધુ હોય છે, તેમની કિડની પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે કિડની ધીરે ધીરે બગડવાનું શરૂ કરે છે. બધાં લોકો ખુબ જ મસાલેદાર ખોરાક છે અને એ બધા ખોરાક શરીર માટે ખુબ જ નુકસાનકારક છે, પરંતુ જો તમે માછલી, માંસ અને ચિકનનો વધુ વપરાશ કરો છો જો તમે માંસાહારી છો, તો તમારે શાકભાજી પણ સંતુલિત માત્રામાં ખાવી જોઈએ અને મસાલાવાળા ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ, જેથી તમારી કિડની સ્વસ્થ રહે.

Advertisement
image soucre

કોઈ ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલમાંથી પેઇનકિલર દવાઓ ખરીદવી એ કિડની માટે ખૂબ જોખમી હોઈ શકે છે. નેમ સ્ટીરોઈડ એન્ડી ઇન્ફ્લેમેટરી મેડિકેશન્સ (આઇબુપ્રોફેન) વગેરે જેવી સામાન્ય દવાઓનો નિયમિત ઉપયોગ કરવાથી કિડનીને ભારે નુકસાન થાય છે, તેથી ડોક્ટરની સલાહ લીધા વગર પેઇનકિલર દવાઓનું સેવન ના કરવું જોઈએ.

image soucre

કેટલાક લોકોને ખૂબ મીઠું ખાવાની ટેવ હોય છે. જેના કારણે તેમની કિડની પર ખરાબ અસર પડે છે. વધુ માત્રામાં મીઠાના સેવનને કારણે સોડિયમ શરીરમાંથી દૂર નથી થતું જે કિડનીના નુક્સાનનું કારણ બને છે.

Advertisement
image source

સ્વસ્થ શરીર માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂવાના સમયે કિડનીની પેશીઓ નવી રચાય છે. નિંદ્રાના અભાવે આ પ્રક્રિયા અવરોધાય છે. તેથી કિડની ફેલ થઈ શકે છે.

image source

ઘણીવાર લોકો કામ અથવા આળસના કારણે યુરિન રોકે છે. ખરેખર, આ ના કરવું જોઈએ. કારણ કે તમારી આ આદત તમારી કિડની ફેલ થવાનું કારણ બની શકે છે.

Advertisement
image source

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ ઓછા કે વધારે પ્રમાણમાં પાણી પીવાથી કિડની પર અસર પડે છે. તેથી દિવસમાં ફક્ત 8 થી 12 ગ્લાસ જ પાણી પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version