Site icon Health Gujarat

આ અનેક મોટી બીમારીઓમાંથી છૂટકારો મેળવવા તમે પણ રોજ એક સાથે ખાઓ કીશમીશ અને મધ

કીશમીશ અને મધને એક સાથે ખાવાથી થાય છે શરીરને આ અદ્ભુત લાભ

જો આપણે આપણા ઘરમાં જ ઉપલબ્ધ સ્વસ્થ ખોરાકનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે ઘણાખરા અંશે દવાખાનાના પગથિયા ચડવાનો વારો નથી આવતો. ઘરના રસોડામા ઉપલબ્ધ લગભગ બધી જ વસ્તુઓનો જો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો શરીર હંમેશા સ્વસ્થ રહે છે. આજે અમે તમને ઘરમાં જ ઉપલબ્ધ બે વસ્તુઓના પ્રયોગ તેમજ તેના લાભ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement
image source

કિશમિશ અને મધ સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી અને લાભપ્રદ છે તે તમે પણ જાણો છો. કિશમીશ અને મધ પોતાના અલગ અલગ ગુણો માટે જાણિતા છે પણ આ બન્નેનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણાબધા ફાયદા થાય છે. કિશમિશ પાચનતંત્રને મજબુત બનાવવાથી લઈને કેટલીએ સમસ્યાઓમાંથી શરીરને છુટકારો આપવા માટે લાભપ્રદ છે. પણ જો કિશમીશને મધ સાથે ખાવામાં આવે તો તેના ગુણો બેવડાઈ જાય છે. ઘણીવાર આવી વસ્તુઓથી આપણે અજાણ હોઈએ છીએ જે આપણા શરીરને ખૂબ લાભ પહોંચાડી શકે છે.

image source

કિશમિશ અને મધને એક સાથે ખાવાથી શરીરને અઢળક લાભ થાય છે. ખાસ કરીને યૌન સ્વાસ્થ્યને તેનાથી ગતિ મળે છે. શરીરની નબળાઈ દૂર કરવામાં પણ તે લાભ પહોંચાડે છે. તો ચાલો જાણીએ તેના સેવનથી શરીરને થતાં વિવિધ લાભો વિષે.

Advertisement

નબળાઈ કરે છે દૂર

image source

આ બન્નેનું એકસાથે સેવન કવરાથી શરીરની નબળાઈ દૂર થાય છે. ખાસ કરીને પુરુષોમાં જો શારીરિક નબળાઈ વર્તાતી હોય તો તેમણે મધ અને કિશમિશનું એક સાથે સેવન કેટલાક દિવસ સુધી કરવું જોઈએ તેનાથી તરત જ તેમના શરીરમાં શક્તિનો સંચાર થશે.

Advertisement

સ્પર્મ કાઉન્ટ વધારવામાં લાભપ્રદ

image source

ઘણા લોકોમાં સ્પર્મ કાઉન્ટની સમસ્યા હોય છે. તેને દૂર કરવા માટે રોજ મધ સાથે કિશમીશનું સેવન કરવું જોઈએ. રાત્રે સુતા પહેલા કિશમિશ સાથે મધનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ મળે છે. કેટલાક દિવસો સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી સારા પરિણામ મળે છે.

Advertisement

સ્નાયુઓ મજબુત બને છે

image source

હેલ્ધી શરીર માટે હેલ્થી ખોરાકનું સેવન કરવું ખુબ જ આવશ્યક હોય છે. શરીરમાં મસલ્સ એટલે કે સ્નાયુઓ અને સેલ્સને મજબૂત બનાવવા માટે મધ અને કિશમિશ ઘણા લાભપ્રદ સાબિત થઈ શકે તેમ છે. જો તમે રોજ એક્સરસાઇઝની સાથે સાથે મધ અને કિશમિશનું પણ સેવન કરશો તો તમારા શરીરના મસલ્સમાં મજબુત બનશે.

Advertisement

ટેસ્ટોસ્ટેરોનમાં વૃદ્ધિ થાય છે

image source

કિશમિશની સાથે મધ ભેળવીને ખાવાથી તમારા હોર્મોન્સને પણ લાભ પહોંચે છે. ખાસ કરીને પુરુષમાં રહેલા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની આ પ્રયોગથી વૃદ્ધિ થાય છે. કિશમિશ અને મધનો ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટિંગ ફૂડ્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ હોર્મોન પુરુષોની યૌન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

Advertisement

પ્રોસ્ટેટ કેન્સરનુ જોખમ દૂર રહે છે

image source

એવું માનવામાં આ છે કે કિશમિશ અને મધમાં કેન્સર દૂર કરવાના ગુણ હોય છે. પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારે હોય છે. એક અભ્યાસ પ્રમાણે મધ અને કિશમિશ બન્ને એન્ટિ કેન્સર એલીમેન્ટ્સ ધરાવે છે. એન્ટિ કેન્સર એલીમેન્ટ્સ શરીરના કોઈ પણ અંગમાં કેન્સર સેલ્સને વધતા અટકાવવામાં મદદ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version