Site icon Health Gujarat

તમે પણ કરો આ 5 નેચરલ ફેસ માસ્કનો ઉપયોગ, અને ચમકાવી દો તમારો ચહેરો

કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારી ત્વચાની ગુણવત્તામાં સુધારો કરવો શ્રેષ્ઠ છે,કારણ કે તેનાથી તમારે વધારે પૈસા ખર્ચ નથી થતા અને આડઅસરોનું જોખમ પણ ઓછું થાય છે.યાદ રાખવાની પ્રથમ વસ્તુ એ છે કે કોઈ રંગ સુંદરતાનું માપદંડ નથી,તેથી તમારે તમારી હાલની ત્વચાની ગુણવત્તામાં સુધારો કરવા અને સફેદ-કાળા રંગના ભેદભાવથી દૂર રહીને તમારી ત્વચા પરના ડાઘ ટાળવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેની મદદથી તમારી ત્વચા સુંદર થશે અને તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે.તમે ઘરે રહીને જ તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો.

કોકો, કેફીન અને દહીં આ ત્રણનું મિક્ષણ

Advertisement
image source

એક ચમચી કોફી પાઉડરમાં એક ચમચી દહીં અને એક ચમચી કોકો પાવડર મિક્સ કરો.ત્યારબાદ આ ણુક્ષણને ચહેરા પર લગાવો અને તે સુકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દો.તે પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.કોફી તમારી આંખોની આસપાસ બળતરા ઘટાડે છે.જ્યારે કોકો પાવડર એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે,જે તમારી ત્વચા પર ખૂટતા પોષક તત્વો પુરા પડે છે અને દહીં તમારી ત્વચાનો ગ્લો વધારે છે.તેથી આ ત્રણેયનું મિક્ષણ તમારી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે.

ટમેટા અને મધ સાથે

Advertisement
image source

જો તમે ખીલ,કરચલી,બ્લેકહેડ્સ અથવા અન્ય કોઈ ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન છો,તો તમારે ટમેટા અને મધના ફેસ-પેકનો ઉપયોગ તમારી ત્વચા પર કરવો જોઈએ.આ માટે બે ચમચી ટમેટાનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો.ત્યારબાદ તેને ચહેરા પર લગાવો અને 25 મિનિટ સુધી રહેવા દો,પછી તમારો ચેહરો સ્વચ્છ પાણીથી સાફ કરો.આ ઉપાય નિયમિત કરવાથી તમારી ત્વચાનો ગ્લો માત્ર 15 દિવસમાં જ વધશે.

લીંબુ અને ટમેટાનું ફેસ પેક

Advertisement
image source

ટમેટાના રસની ચાર ચમચી,બે ચમચી લીંબુનો રસ અને ચાર ચમચી ઓટમીલ પાવડરની પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને આખા ચહેરા પર યોગ્ય રીતે લગાવો.આ પેસ્ટને તમારા ચેહરા પર 10 મિનિટ સુધી રહેવા દો.ત્યારબાદ ઠંડા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ ફેસ પેકથી તમારા ચેહરાની સુંદરતામાં વધારો થશે અને ચેહરા પરના ખીલ અને ડાઘ દૂર થશે.

દ્રાક્ષ અને લોટનુ ફેસ પેક

Advertisement
image source

ચાર દ્રાક્ષનો રસ કાઢો ત્યારબાદ તેમાં થોડો લોટ અને બેકિંગ સોડા મિક્સ કરી ચહેરા પર લગાવો.15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો.આ પેક તમારા ચહેરા પરના ડાઘ ઘટાડશે અને ત્વચાને સુંદર બનાવશે.

કેળા પણ તમારી સુંદરતામાં વધારો કરશે

Advertisement
image source

કેળાનું ફેસ માસ્ક સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.આ માટે પાકેલા કેળાને ક્રીમ અને મધ સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો.ત્યારબાદ આ માસ્ક ચેહરા પર 15-20 મિનિટ સુધી સૂકવા દો.તે પછી ચહેરાને પાણીથી સાફ કરો.આ ઉપાય નિયમિત કરો.તમે તમારી જાતે અનુભવ કરશો કે તમારી ત્વચાનો ગ્લો પહેલા કરતા ઘણો વધી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version