Site icon Health Gujarat

આ રીતે ઘરે બનાવી લો કોકમનું શરબત, કમાલના ટેસ્ટ સાથે હાર્ટ અને લીવરને સ્વસ્થ રાખવામાં કરે છે મદદ

ભારતના પશ્ચિમી ભાગમાં મળનારું આ ફળ કોકમ એક સમર સિઝનલ ફ્રૂટ છે. જે ખાટા મીઠા સ્વાદનું હોય છે. બેંગની અને લાલ રંગનું આ ફળ ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કોસ્ટલ વિસ્તારોમાં મસાલાના રીતે ભોજન બનાવવામાં યૂઝ કરાય છે. ખાસ કરીને દાળ અને રસાવાળા શાકમાં કોકમનો સ્વાદ અલગ જ ટેસ્ટ આપે છે. અનેક ઘરની રસોઈમાં પણ તેને આમલીના બદલે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તેના અન્ય ઉપાયોની વાત કરીએ તો આ શરબત ગરમીમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. તેમા ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ, પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જે વાળ અને સ્કીનને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેના સિવાય તેમા એસિડિક એસિડ, મેગ્નેશિયમ, હાઈડ્રોસાઈટિક એસિડ, કેલેરીનો પણ સારો સોર્સ છે.

જાણો કેવી રીતે બનાવશો કોકમનું આ શરબત

Advertisement
image source

સૌ પહેલા સૂકા કોકમને 4 કપ પાણીમાં 1-2 કલાક માટે પલાળીને રહેવા દો. હવે તેને સારી રીતે સ્મેશ કરી લો. પાણીને ગાળી લો. એક પેનમાં જે બચેલું કોકમ છે તે, ખાંડ, શેકેલું જીરું, એલચી પાવડર અને સિંધવ મીઠું અને સાદુ મીઠું નાંખો, ખાંડને ઓગળવા દો. 5 મિનિટ સુધી તેને ગેસ પર રહેવા દો. હવે એક કડાહીમાં કોકમનું પાણી નાંખો અને તેને સારી રીતે ઉકાળી લો. આ પેનને ગેસ પરથી ઉતારી લો અને મિશ્રણને ઠંડું થવા દો. તે ઠંડુ થાય તો તેને ગાળી લો. અને કાચની બોટલમાં તેને ભરીને ફ્રિઝમાં રાખો. જ્યારે પણ શરબત બનાવવું હોય તો તેને 3-4 ચમચી કોકમ ગ્લાસમાં નાંખો અને ઠંડુ પાણી મિક્સ કરીને હલાવી લો. કોકમનું શરબત તૈયાર છે.

જાણો કોકમના ફાયદા

Advertisement

હાર્ટને રાખે છે હેલ્ધી

image source

કોકમ ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં ઓછી કેલેરી હોય છે. કોકમમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ બિલકુલ હોતી નથી. તેમાં રહેલા મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ હાર્ટને હેલ્ધી રાખે છે અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે.

Advertisement

સ્કીનને હેલ્ધી બનાવે છે

image source

કોકમમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેટિવ ગુણ હોય છે જે સ્કીનને એજિંગથી બચાવે છે. કોઈ પ્રકારના દાણા, પિંપલ્સ અને એક્ને થતા નથી અને સ્કીન ફ્લોલેસ અને

Advertisement

લીવરને કરે છે ડીટોક્સ

image source

કોકમનું જો રેગ્યુલર સેવન કરાય છે તો તે લીવરને ડિટોક્સ કરે છે. આ શરીરમાં ઓક્સીડેટિવ ડિજનરેસનને ધીમી કરે છે. અને શરીરને ઠંડુ રાખે છે. તેના સેવનથી લીવર પોતાનું કામ સારી રીતે કરી શકે છે. અને હેલ્ધી બની રહે છે.

Advertisement

વજન કરે છે ઓછું

image source

કોકમ જ્યૂસમાં એચસીએ મળી રહે છે જે હાઈપોકલેસ્ટ્રોલેમિક એજન્ટની જેમ કામ કરે છે. આ કેલેરીઝને ફેટમાં બદલીને એન્જાઈમને કંટ્રોલ કરે છે. વજન ઘટાડવા માટે તમે 400 ગ્રામ કોકમને ફળને 4 લીટર પાણીમાં ઉકાળો અને પાણી 1/4 રહે ત્યારે તેને ગાળીને સવાર સાંજ તેનું સેવન કરો. વજન ઝડપથી ઘટશે.

Advertisement

સ્ટ્રેસ ઘટાડવામાં પણ કરે છે મદદ

image source

કોકમમાં હાઈડ્રોક્સિલ- સાઈટ્રિક એસિડ હોય છે જે ચિંતા અને તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. એવામાં તમે રોજ એક ગ્લાસ કોકમનું શરબત પીઓ તે જરૂરી છે.

Advertisement

પાચનને રાખે છે સારું

image source

કોકમ ગેટના બેક્ટેરિયાને સુરક્ષા પ્રદાન કરે છે, તેમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ અપચા, ગેસ, બ્લોટિંગ, ડાયરિયા, કબજિયાત જેવી સમસ્યાને પણ દૂર રાખે છે.

Advertisement

એન્ટી એલર્જિક અને એન્ટી ઈફ્લામેટ્રી ગુણ

image source

જો તમારા શરીરમાં એલર્જીની ફરિયાદ છે, સ્કીન પર રેશિઝ છે તો તમે કોકમને ડાયરેક્ટ તેની પર ઉપયોગમાં લઈ શકો છો. તમે તેનાથી બળેવા અને ઘા થયેલા સ્થાન પર પણ લગાવીને હિલિંગમાં મદદ મેળવી શકો છો.

Advertisement
Advertisement
Exit mobile version