Site icon Health Gujarat

જાણો કોરોના કાળમાં લીંબુ કેટલા છે શરીર માટે ફાયદાકારક

ઘણા લોકો તેમના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરે છે.તો ઘણી રેસ્ટોરન્ટમાં પણ તમે ભોજન સાથે લીંબુ પીરસતાં જોયા હશે.તેથી તેમાં કોઈ શંકા નથી કે તેનો ઉપયોગ સ્વાદ લાવવા માટે કરવામાં આવે છે.લીંબુ ઘણા ઔષધીય ગુણથી પણ ભરેલું છે.રોગપ્રતિકારક શક્તિ વધારવામાંથી માંડીને વજન ઘટાડવા માટે અથવા ઘણા રોગો દૂર કરવા માટે લીંબુ ફાયદાકારક માનવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે પાણી સાથે લીંબુનો ઉપયોગ કરવું એ યોગ્ય રીત હોઈ શકે ?તો ચાલો અહીંયા અમે તમને જણાવીએ લીંબુના ઘણા ફાયદાઓ વિશે

હાઇડ્રેશન માટે લીંબુ પાણી ફાયદાકારક

Advertisement
image source

ખાદ્ય અને ન્યુટ્રિશન બોર્ડના જણાવ્યા મુજબ મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછું 2.5 લિટર અને પુરુષોએ ઓછામાં ઓછું 3.69669 લિટર લીંબુનું સેવન કરવું જોઈએ.આપણે બધા જાણીએ જ છે,કે પાણી એ હાઇડ્રેશનની શ્રેષ્ઠ પદ્ધતિ છે.કેટલાક લોકોને ખુબ પાણી પીવાનું યોગ્ય નથી લાગતું.તેથી,તમે તેમાં લીંબુ ઉમેરીને,તેના સ્વાદમાં ફેરફાર સાથે હેલ્થ ડ્રિંક તરીકે તેનું સેવન કરી શકો છો.

લીંબુ વિટામિન સીનો સારો સ્રોત,રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર

Advertisement
image source

લીંબુ જેવા ખાટા ફળોમાં વિટામિન સી મોટા પ્રમાણમાં મળી આવે છે.આ કારણ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે એક સારું પીણું માનવામાં આવે છે.તે એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ છે જે આપણી કોશિકાઓને નુકસાનથી બચાવે છે.સામાન્ય શરદીને રોકવામાં પણ વિટામિન સી ફાયદાકારક છે.એટલું જ નહીં વિટામિન સી આપણને હૃદયરોગ અને સ્ટ્રોક અને લો બ્લડ પ્રેશરના જોખમી રોગોથી પણ બચાવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ વિભાગના સ્રોત અનુસાર,એક લીંબુનો રસ આપણને લગભગ 18.6 મિલિગ્રામ વિટામિન સી પૂરો પાડે છે.જ્યારે પુખ્ત વયના લોકોને દરરોજ 65 થી 90 મિલિગ્રામ લીંબુના રસની જરૂર હોય છે.

Advertisement

વજન ઘટાડવા માટે લીંબુ પાણી

image source

ઘણા સંશોધન દર્શાવે છે કે લીંબુમાં મળતું પોલિફેનોલ એન્ટીઓકિસડન્ટ આપણું વજન ઓછું કરવામાં મદદગાર છે.જેના કારણે જાડાપણું દૂર કરી શકાય છે.તેથી રોજ સવારે નાસ્તો કર્યા પેહલા નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન જલ્દીથી ઘટી જાય છે.

Advertisement

ત્વચા માટે લીંબુ પાણી

image source

લીંબુમાં જોવા મળતું વિટામિન સી ત્વચાની કરચલીઓ ઘટાડવામાં,વૃદ્ધત્વને રોકવામાં અને સૂર્યપ્રકાશથી ચહેરાના નુકસાનને ઘટાડવામાં મદદગાર છે.

Advertisement

પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે કબજિયાત માટે પણ લીંબુ પાણી ફાયદાકારક

image source

લીંબુ પાણી આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે.કેટલાંક અભ્યાસો કર્યા પછીજણાવ્યું છે કે દરરોજ સવારે નવશેકા પાણીના એક ગ્લાસમાં એક લીંબુ ઉમેરીને,તેનું સેવન કરવાથી આપણી પાચક શક્તિ મજબૂત બને છે અને કબજિયાત જેવી તકલીફો પણ દૂર થાય છે.

Advertisement

મોમાં આવતી ખરાબ ગંધને દૂર માટે લીંબુ પાણી

image source

કહીપણ ખોરાક ખાધા પછી મોમાં ગંધ આવ્યા કરે છે અથવા જો તમારા મોમાં સતત ગંધ આવતી હોય,તો લીંબુથી આ સમસ્યાને તરત દૂર કરવામાં મદદ મળે છે.

Advertisement

કિડનીના પથ્થર માટે લીંબુ પાણી

image source

લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ કિડનીમાં રહેલા પથ્થરને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.સાઇટ્રિક એસિડમાં મળતું સાઇટ્રેટ પેશાબને પણ ઓછું એસિડિક બનાવે છે.તે આપણા અંદર કિડનીમાં રહેલી પથરીના નાના નાના ટુકડા કરીને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં રહેલા બીજા રોગો પણ દૂર કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version