Site icon Health Gujarat

ઠંડી આવતા જ હોઠ ફાટવાની સમસ્યા થાય છે? તો ખાસ રાખો આ બાબતોનું ધ્યાન

શિયાળો આવતાની સાથે જ આપણે બોડી લોશન અને કેટલીક ક્રીમો ઘરે લઈ આવતા હોય છે, હોઠ માટે પણ આપણે લિપબામ અથવા લીપગાર્ડ સાથે રાખતા જ હોઈએ છે.શિયાળાની કંપાવી દેતી ઠંડીમાં હોઠ અને ત્વચા એકદમ સંવેદનશીલ થઈ જાય છે. જ્યારે એકદમ ઠંડી હવા ચાલુ થાય છે, ત્યારે મોટા ભાગે લોકો હોઠ ફાટવાની ફરિયાદ કરતા હોય છે. શિયાળમાં આ સમસ્યા વર્ષોથી થતી આવી છે, જેની પાછળનું કારણ આ સમયગાળામાં શરીર શુષ્ક થવા લાગે છે ત્યાં હોઠના પણ એવા જ આલ થતા હોય છે. જે

image soucre

ને આપણે હોઠ ફાટી ગયા એમ કહીએ છીએ. હોઠ ફાટવાથી ઘણીવાર ચામડી ઉખડતાં અસહ્ય પીડા પણ થતી હોય છે.આ સાથે જ ત્વચા પણ કડક થઈ જાય છે. ઘણી વાર એવુ પણ બને છે કે, જો આપણે ત્વચાનું ધ્યાન ન રાખીએ તો, ગંભીર પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણી વાર તો તકલીફ વધતા હોઠમાં લોહી પણ નિકળવા લાગે છે. તો આવો અમે આજે આપને અહીં જણાવા જઈ રહ્યા છે કે, કઈ રીતે આપના હોઠને નાજૂક અને મૂલાયમ રાખશો.

Advertisement

લિપ બામથી મળશે આરામ

image source

હવા અને વાતાવરણના બદલાવના કારણે હોઠમાં રહેલી નમી ખોવાઈ જાય છે, આ સમયગાળા ખાસ જરૂરી છે કે તમે તમારા હોઠની વધુ કાળજી રાખો જેના કારણે તે કોમળ, મુલાયમ અને સુંદર દેખાય. હોઠને મૂલાયમ રાખવા માટે શિયાળામાં લિપ બામનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી હોઠની ચામડી સ્મૂધ રહેશે અને બળતરા પણ નહીં થાય. આ ઉપરાંત ફાટેલી સ્કિન માટે પણ તે ફાયદાકારક છે.

Advertisement

શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ધ્યાન રાખો

image soucre

શિયાળામાં શરીરમાં પાણીની ઉણપ ન આવે તેનું ધ્યાન રાખો. હોઠ ત્યારે ફાટવા લાગે છે, જ્યારે શરીરમાં પાણી ઓછુ થાય છે. એટલા માટે ભરપૂર પાણી પીવો, અને હોઠને ફાટતા બચાવો. શિયાળાની ઠંડીમાં તરસ ઓછી લાગે છે જેના કારણે શરીરમાં પાણીનું સ્તર ઓછું થવાથી હોઠ ફાટવાની સમસ્યા થતી હોય છે. તરસ લાગવા છતાં પાણી પીવાની ઈચ્છા ના થવાના કારણે આપણે જીભને હોઠ ઉપર ફેરવતા હોઈએ છીએ તેના કારણે પણ હોઠ ફાટે છે. કેટલીકવાર આપણે સસ્તા અને નકામા રાસાયણિક ઉત્પાદકોને આપણા ચહેરા ઉપર લગાવતા હોઈએ છીએ જેના કારણે પણ હોઠ ફાટે છે. હોર્મોન્સના અસંતુલિત થવાના કારણે પણ હોઠ ફાટવાની સમસ્યા સર્જાય છે. વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું: હોઠ ફાટવાનું મુખ્ય કારણ શરીરમાં ઘટતી નમી છે. જો તમે દિવસ દરમિયાન પ્રવાહીનું વધુ સેવન કરશો તો તમારા શરીર સાથે હોઠની પણ નમી જળવાઈ રહેશે જેના કારણે હોઠ ફાટવાની સમસ્યાથી છુટકારો મળશે.

Advertisement

હોઠ પર જીભ ફેરવો નહીં

image soucre

મોટા ભાગે એવુ બનતુ હોય છે કે, હોઠ ફાટતા ઘણા લોકો તેના પર જીભ ફેરવવા લાગે છે. જેથી કરીને હોઠ મૂલાયમ રહે. પણ આવુ કરવાથી તેના પર ઉલ્ટી અસર થાય છે. જીભ ફેરવવાથી હોઠ પર લાગતી લાળથી ત્વચા સુસ્ક બની જાય છે અને હોઠ વધારે ફાટે છે.

Advertisement

રોજ રાત્રે ઘી લગાવી સુઈ જવું:

image soucre

હોઠ ઉપર ઘી લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે જેના કારણે હોઠ ફાટતા અટકે છે માટે રોજ રાત્રે સુઈ જતા પહેલા હોઠ ઉપર આંગળીથી હી લઈને હલકા હાથે માલીસ કરવી જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version