Site icon Health Gujarat

લીવરની આસપાસ દુખાવો અથવા બળતરા થાય તો આ સંકેતોને ખાસ લો ધ્યાને, નહિં તો….

આપણી કેટલીક ભૂલો આપણા લીવરને બગાડે છે અને જો લીવર બગડે છે, તો પછી શરીરમાં રહેલી ગંદકી બહાર આવવા માટે સક્ષમ નથી અથવા અમુક માત્રામાં જ બહાર આવી શકે છે. તેનું સૌથી મોટું નુકસાન લીવરને જ થાય છે. લીવર નબળું પડવાના કારણે બધી જ ગંદકી શરીરમાં જમા થવાનું શરૂ કરે છે, ત્યારે શરીર આપણને થોડા સંકેતો આપે છે. આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે સમજી શકો કે તમારું લીવર ખરાબ થઈ રહ્યું છે અને તે ખરાબ થાય તે પહેલાં તે કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે, તો આ સંકેતો જાણો અને સમયસર ડોક્ટર પાસે તપાસ કરવો.

image source

1. તમારા પેટના ઉપરના ભાગમાં દુખાવો, એટલે કે, તમારા લીવરની આસપાસ દુખાવો થવો એ નિશાની છે કે લીવરમાં ગંદકી જમા થઈ છે, જે ગંદકી બહાર કાઢવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આ દુખાવો વધારે થતો નથી પરંતુ કેટલીક વખત તીવ્ર પીડા પણ થઈ શકે છે. લીવર આપણા શરીરમાંથી ગંદકી અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો પિત્તાશયમાં થોડી સમસ્યા હોય તો શરીર સાથે સંબંધિત આ બધા મહત્વના કામ અટકી જાય છે. તેથી તે મહત્વનું છે કે આપણે આપણા લીવરની સંભાળ રાખીએ.

Advertisement
image source

2. જો લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો લીવર તે સમસ્યાને જાતે સુધારવાનો પ્રયાસ કરે છે પરંતુ તે જ સમયે જો સમસ્યા વધારે હદ સુધી વધે છે, તો તે તમારું બ્લડ પ્રેશર પણ વધારે છે. આને કારણે પગમાં એક ખાસ પ્રવાહી એકઠું થવાનું શરૂ થાય છે જે પગમાં સોજો લાવી શકે છે. સામાન્ય રીતે આ સોજોમાં કોઈ પીડા હોતી નથી માત્ર આપણને એક બાજુનો પગ વધારે ભારે લાગે છે, જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

image source

3. ઘણી વખત એવું થાય છે કે લીવરમાં ગંદકી જમા થવાના કારણે તમારા શરીરનું વજન વધવાનું શરૂ થાય છે. તે જ સમયે તે શરીરની અંદર અનેક પ્રકારની ગંદકીને સંપૂર્ણપણે દૂર કરવામાં સક્ષમ નથી. જેમ કે આલ્કોહોલ, વધારે ચરબીયુક્ત આહાર, કેટલીક વિશેષ દવાઓ વગેરે. જ્યારે તમે આ પદાર્થોનું સેવન કરો છો, ત્યારે લીવર આવા ખોરાકને પાચન કરવામાં સક્ષમ નથી અથવા તે શરીર માટે અશુદ્ધિઓને અલગ કરવામાં સક્ષમ નથી. આ કારણોસર લીવર પર વધુ ગંદકી જમા થાય છે જે લીવર ફેલ કરવાનું કારણ બને છે.

Advertisement
image source

4. લીવરમાં રહેલી ગંદકીને લીધે તમે કંટાળો અને સુસ્તી અનુભવો છો. લીવર આપણા આહારને ડાયજેસ્ટ તો કરે જ છે સાથે તે તેમનાથી પોષક તત્વોને અલગ પાડવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં જો લીવર તેનું કાર્ય યોગ્ય રીતે નહીં કરે, તો પછી આપણને ખોરાકમાંથી પૂરતી ઉર્જા મળશે નહીં કે પૂરતું પોષણ મળશે નહીં, આવી રીતે શરીર કંટાળાજનક અને સુસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version