Site icon Health Gujarat

દૂધી હેલ્થ માટે છે સૌથી બેસ્ટ, જાણો કઇ બીમારીઓ સામે લડવાની ધરાવે છે તાકાત

દૂધીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-વાયરલ, એન્ટી એજિંગ ગુણ હોય છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તમને રોગો સામે લડવાની શક્તિ મળે છે. ઘણા લોકોને તેનું શાક ખાવાનું પસંદ નથી. આવી સ્થિતિમાં, તમે તેનો જ્યુસ બનાવીને પી શકો છો. સામાન્ય રીતે મોટાભાગના લોકોને દૂધી ખાવી જરા પણ ગમતી નથી. પરંતુ દૂધીમાં કેટલાય એવા ગુણ હોય છે જે કેટલીય ગંભીર બીમારીઓમાં ઔષધિઓની જેમ કામ કરે છે. દૂધી એક ફાયદાકારક શાકભાજી છે, જેના ખાવાથી તમે કેટલાય પ્રકારની બીમારીઓમાંથી રાહત મેળવી શકો છો. કેટલીય જગ્યાઓ પર દૂધી ઘીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. દૂધી ખૂબ જ સરળતાથી ક્યાંય પણ મળી જાય છે. જાણો, દૂધીથી થતાં ફાયદાઓ વિશે…

પાચન માટે ફાયદાકારક

Advertisement
image source

જો તમને પાચનક્રિયાથી સંબંધિત કોઇ સમસ્યા છે તો દૂધીનો જ્યુસ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. દૂધીનો જ્યુસ ઘણો હળવો હોય છે અને તેમાં કેટલાય એવા તત્ત્વ હોય છે જે કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

કેટલાય વિટામિન્સ હોય છે

Advertisement

દૂધીમાં કેટલાય પ્રકારના પ્રોટીન અને વિટામિન મળી આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિન્ક મળી આવે છે. આ પોષક તત્ત્વ શરીરની કેટલીય જરૂરિયાતોને પૂરી કરે છે અને શરીરને બીમારીઓથી પણ સુરક્ષિત રાખે છે.

હૃદય માટે ફાયદાકારક

Advertisement
image source

દૂધીનો ઉપયોગ કરવો હૃદય માટે ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. ઉલ્લેખનીય છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવાથી હૃદય સંબંધિત કેટલીય બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક

Advertisement
image source

ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધી વરદાન સમાન હોય છે. દરરોજ સવારે ઉઠીને ખાલી પેટ દૂધીનો જ્યુસ પીવુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

સ્કિન માટે ફાયદાકારક

Advertisement
image source

દૂધીમાં નેચરલ વૉટર હોય છે. એવામાં તેના નિયમિત ઉપયોગ કરવાથી પ્રાકૃતિક રીતે ચહેરાની રંગત નિખરવા લાગે છે. તમે ઇચ્છો તો દૂધીના જ્યુસનું સેવન કરી શકો છો અથવા તો તેનું થોડુંક પ્રમાણ હથેળીમાં લઇને ચહેરા પર મસાજ કરી શકો છો. આ ઉપરાંત દૂધીનો એક ટુકડો કાપીને ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરા પર નિખાર આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

Advertisement
image source

ઘણા ઓછા લોકો જાણતાં હશે કે દૂધી ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. અન્ય વસ્તુઓની સરખામણીમાં દૂધી ઝડપથી વજન ઓછું કરે છે. તમે ઇચ્છો તો દૂધીનો જ્યુસ તમે નિયમિત રીતે પી શકો છો. આ ઉપરાંત તમે ઇચ્છો તો તેને ઉકાળીને, મીઠું નાંખીને પણ તેનું સેવન કરી શકો છો.

કેન્સરમાં ફાયદાકારક છે દૂધી

Advertisement
image source

એક ગ્લાસ દૂધીનો રસ હાઇ બ્લડ પ્રેશરથી છૂટકારો અપાવે છે. આ ઉપરાંત લિવરમાં સોજો થઇ જવા પર દૂધીનો રસ ઉપયોગી છે. દૂધીનો રસ તમારા શરીરમાં કેન્સરના સેલ્સને વિકસતાં પણ અટકાવે છે.

સ્નાયુ અને હાડકા મજબુત બને

Advertisement
image source

દૂધીમાં કેલ્શિયમ, વિટામિન, ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેના રસનું સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. શરીરના વધુ સારા વિકાસ સાથે, આખો દિવસ એનર્જી રહે છે. આવી સ્થિતિમાં, વર્કઆઉટ્સ કરતા લોકોએ તેને તેના આહારનો ભાગ બનાવવો આવશ્યક છે.

યુરીનનું ઇન્ફેક્શન દૂર કરે

Advertisement
image source

યુરિન ઇન્ફેક્શનવાળા લોકોએ તેને તેમના આહારમાં શામેલ કરવું જોઈએ. યુરીન સ્રાવ દરમિયાન બળતરા થવી અથવા પીડાની સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version