Site icon Health Gujarat

દૂધીનો જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યને થાય છે આટલા બધા ફાયદાઓ, ડાયાબિટીસથી લઇને આ બીમારીઓ કરેે છે દૂર

દુધી અથવા લૌકી એક સામાન્ય શાકભાજી છે જે લગભગ બધી જગ્યાએ જોવા મળે છે, જેનો ખૂબ ઉપયોગ થાય છે. દૂધીનું શાક ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તો હોય જ છે, પરંતુ તેનો રસ તમારું વજન ઘટાડવા માટે પણ મદદગાર હોય છે. ઘણાં ફળો અને શાકભાજી એવા હોય છે

image source

જેને તમે તમારી વજન ઘટાડવાની મુસાફરીનો એક ભાગ બનાવી શકો છો. દુધી વિશે વાત કરતા, એવું બની શકે કે તમારામાંથી ઘણાને તે ખાવાનું પસંદ ન પણ હોય. પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે બધા જે આપણને ન ગમતું હોય તે પણ કરવા તૈયાર હોઈએ છીએ. જો તમે દુધીનો રસ નિયમિત પીવો અને કસરત કરો, તો ગેરેન્ટી છે કે તમારું વજન ઝડપથી ઓછું થઈ જશે.

Advertisement

કેવી રીતે દુધીનો રસ વજન ઘટાડે છે?

image source

ઘણા લોકોને આ સાંભળીની ખાતરી ન થઈ શકે કે દુધીનો રસ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તો અહીં તમે જાણો કે તમારું વજન ઘટાડવા માટે દુધી કેવી રીતે મદદગાર છે. દુધીમાં હાજર વિટામિન બી, પાણી અને ફાઈબર શરીરના મેટાબોલિક દરને વધારવા અને પાચક તંત્રને સક્રિય બનાવવા માટે ભેગા થાય છે. આ સિવાય તે તમારી ભૂખને કાબૂમાં રાખવામાં અને કબજિયાત સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.

Advertisement
image source

આ ઉપરાંત, દુધીમાં ખૂબ ઓછી સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ હોય છે. વિટામિન બી ઉપરાંત, તેમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, વિટામિન ઇ, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે. વજન ઓછું થવાની સ્થિતિમાં, દુધીનો રસ પીવાથી દિવસભર તમે મહેનતુ (એનર્જેટિક) રહેશો અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.

દૂધીનો રસ ડાયાબિટીઝ અને અનિદ્રામાં પણ ફાયદાકારક છે

Advertisement
image source

દુધી તમારી ઊંઘમાં પણ સુધારો કરે છે અને રાત્રે તમને સારી રીતે સૂવામાં મદદ કરે છે. તેમજ તે તમારા બ્લડ સુગર સ્તરને પણ નિયંત્રિત કરી શકે છે. તેથી જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા અનિદ્રાથી ઝઝૂમી રહ્યા છો, તો તમે દુધીનો રસ પી શકો છો. એક અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું છે કે દુધીમાં Protein-Tyrosine Phosphatase 1 એન્ઝાઇમ હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર જાળવવામાં અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં કાર્બ્સ પણ નથી હોતા, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે દુધીનો રસ અથવા શાક ખાવામાં ફાયદાકારક હોઈ શકે છે. આ સિવાય આ રસ કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે.

image source

દૂધીનો રસ કેવી રીતે બનાવવો?

Advertisement

દુધીનો રસ બનાવવો ખૂબ જ સરળ છે, અહીં અમે દુધીનો રસ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, જેને ડાયાબિટીઝના દર્દીઓ તેમજ વજન ઘટાડવા માંગતા લોકો પી શકે છે.

image source

દુધીનો રસ બનાવવા માટે, તમે 1 અથવા 2 તાજી દુધી લો અને તેના મધ્યમ ટુકડા કરો.

Advertisement

હવે કાપેલા ટુકડાને તમે જ્યુસરમાં નાંખો અને દુધીનો રસ કાઢો.

આ તાજા દુધીના રસમાં તમે 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી તજ અને થોડું બ્લેક સોલ્ટ ઉમેરી સેવન કરો.

Advertisement

તમે આ નિયમિત કરો, તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version