Site icon Health Gujarat

જાણો કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરતી મહિલાઓને થતી આ ગંભીર બીમારીઓ વિશે તમે પણ

ઓફીસ કલાકમાં મહિલાઓ

આજકાલ મોટાભાગે બધા ભણી ગણીને એક સારી નોકરીની આશા રાખે છે. જેમાં ખાસ કરીને એવી નોકરીની આશા હોય છે જેમાં મોટાભાગે બેઠા બેઠા કામ કરવાનું કે પછી ઓછું કામ કરીને વધુ વળતર મેળવવાની આશા રાખવામાં આવે છે. જે વ્યક્તિઓને ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાની નોકરી મળી જાય છે તેવી વ્યક્તિઓને ઓફીસ સમય દરમિયાન કલાકો સુધી બેસી રહેવાના કારણે મોટાભાગની વ્યક્તિઓને કેટલાક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.

Advertisement
image source

જયારે મહિલાઓ આવી રીતની નોકરી કરે છે ત્યારે નોકરીના કારણે મહિલાઓને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક અભ્યાસ પ્રમાણે, જે મહિલાઓ વધારે સમય સુધી કોઇપણ બ્રેક લીધા વિના સતત બેસી રહે છે અને કલાકો સુધી બેઠા બેઠા જ કામ કર્યા કરે છે તો આવી મહિલાઓમાં ડાયાબીટીસ, એન્ડોમેટ્રિયલ અને કોલન કેન્સર જેવી બીમારીઓ થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.

image source

બેઠા બેઠા કામ કરી શકાય તેવી નોકરી મોટાભાગે દરેક વ્યક્તિઓને આરામદાયક અને સરળ લાગે છે પરંતુ આવી નોકરી કરનાર વ્યક્તિ માટે શારીરિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બેઠા બેઠા નોકરી કરનાર મહિલાઓને ઓફીસ કલાક દરમિયાન એટલે કે, દિવસના અંદાજીત ૮ કલાક જેટલા લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે આવી મહિલાઓના શરીરમાં ચરબી બળવાની પ્રક્રિયા લગભગ અટકી જ જાય છે. ચરબી બળવાની પ્રક્રિયા અટકી જવાના કારણે ફેટી એસીડ આર્ટરીઝમાં ચરબીના થર જામી જવા લાગે છે. જેના કારણે બેઠા બેઠા નોકરી કરેલ મહિલાઓમાં હ્રદયને લગતી બીમારીઓ થવાનો ખતરો ઘણો વધી જાય છે.

Advertisement
image source

એક શોધ મુજબ જણાવાયું છે કે, બ્રેક લીધા વિના સતત બેસીને કામ કરવાના લીધે તેની અસર ફક્ત શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. વધારે સમય સુધી બ્રેક લીધા વિના બેસી રહેવાના લીધે દિમાગમાં યાદશક્તિ વધારી રહેલ પાર્ટીકલ્સ પર પ્રભાવ પાડે છે. જેના લીધે થઈને આવી મહિલાઓ કે, કે બ્રેક લીધા વિના બેઠા બેઠા કામ કર્યા કરે છે આવી મહિલાઓ માનસિક તાણ અને ડીપ્રેશન જેવી ગંભીર બીમારીઓના શિકાર પણ થઈ જાય છે.

image source

બ્રેક લીધા વિના એક જ જગ્યાએ સતત બેસી રહેનાર મહિલાઓને વજન વધવાની સમસ્યાનો શિકાર થઈ શકે છે. આ સાથે જ સતત બેસીને કામ કરી રહેલ મહિલાઓમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની પણ સંભાવના અનેક ગણી વધી જાય છે. મહિલાઓના સતત બેસી રહેવાના કારણે પગ અને શરીરના અન્ય ભાગના સ્નાયુઓ અને નસમાં લોહીના પરિભ્રમણ ઘટાડે છે. ઉપરાંત મહિલાઓના સતત બેસી રહેવાના કારણે ગરદનમાં દુખાવો, પગ દુખવાની સમસ્યા જેવી જ કેટલીક સમસ્યાઓના શિકાર થાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version