Site icon Health Gujarat

શું તમને બીજા કરતા વધારે મચ્છર કરડે છે? તો જાણી લો તેની પાછળનું કારણ

મચ્છર શા માટે તમને જ કરડે છે બીજાને કેમ નહીં
શું તમે મચ્છરો માટે મિષ્ટાન છો ? તો આજે અમે તમારા માટે એ જ જાણકારી લાવ્યા છીએ કે શા માટે મચ્છરો તમને જ કરડવા લલચાય છે બીજાને કેમ નથી કરડતા?

image source

જો તમે એવું વિચારતા હોવ કે મચ્છર માત્ર તમારા જીવ પાછળ જ પડેલા હોય છે પણ તમારા રૂમ પાર્ટનર કે લાઈફ પાર્ટનર પાછળ નહીં. આ લોહી ચૂસણિયા મચ્છરો એવી ખાસ ચામડી પ્રત્યે આકર્ષાય છે જે અન્ય કરતા અલગ હોય છે. મચ્છરોમાં માત્ર માદા મચ્છરો જ કરડે છે અને તેમને પોતાના ઇંડાની ફળદ્રુપતા વિકસાવવા માટે માનવ લોહીની જરૂર પડે છે. મચ્છરના ડંખ એ ઘણી બધી જીવલેણ બિમારીઓ જેમ કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને પીળિયો તાવ માટે કારણરૂપ છે, અને માટે જ તે એક મોટો ચિંતાનો વિષય છે માટે એ જાણીને ગર્વ ના અનુભવતા કે મચ્છરને માત્ર તમારું જ લોહી ગમે છે.

Advertisement

અહીં અમે તમને મચ્છર કરડવાના કેટલાક કારણો જણાવી રહ્યા છીએ.

1. તમારુ બ્લડ ટાઇપ ઓ છે

Advertisement
image source

હવે તમારી આ જન્મજાત ભેટ માટે તો તમે કશું જ કરી શકો તેમ નથી. પણ મચ્છરો તમારી નસોમાં વહેતા લોહીના ગૃપને આધારે જ તમારા પર એટેક કરે છે. મેડિકલ એન્ટોમોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પ્રમાણે ઓ બ્લડ ટાઈપમાં કોઈક પ્રકારની ગંધ સમાયેલી છે જે મચ્છરોને આકર્ષે છે. ત્યાર બાદ બી ગૃપનો વારો આવે છે અને એ ગૃપ મચ્છરોને સૌથી ઓછા આકર્ષે છે.

2. તમને હંમેશા પરસેવો આવતો હોય

Advertisement
image source

તમારી પ્રસ્વેદ ગ્રંથીમાં સમાયેલો લેક્ટિક એસિડ મચ્છરોને તમારી તરફ આકર્ષિક શકે છે. આ એસિડ જ્યારે તમે ખુબ પરિશ્રમ કરો છો ત્યારે ઉત્પન્ન થાય છે. વધારામાં, આ શ્રમ દરમિયાન તમારા શરીરનું તાપમાન થોડું ઉંચુ આવી જાય છે અને તે કારણસર પણ મચ્છર તમારા તરફ આકર્ષાય છે કારણ કે ગરમ શરીર મચ્છરના ડંખ માટે ખુબ જ અનુકૂળ હોય છે. તેવું અમેરિકન નિષ્ણાંતોનું કહેવું છે.

3. તમે ગર્ભવતિ હોવ

Advertisement
image source

મચ્છરો CO2 પ્રેમી હોય છે. અને જે સ્ત્રીઓ ૨૮ અઠવાડિયા કરતાં વધારે સમયથી ગર્ભવતિ હોય છે તે બિનગર્ભવતિ સ્ત્રીઓ કરતાં ૨૧% ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેવું ધી લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. તેનો અર્થ એ થાય છે કે મચ્છરો પોતાની વિશિષ્ટ ચેતા કોષિકાઓ દ્વારા તેમને ઓળખી લે છે અને ગર્ભવતિ સ્ત્રીઓ દ્વારા જ પોતાનું પોષણ સરળતાથી મેળવે છે.

4. તમારા જિન્સ ખુબ જ આકર્ષક હોય

Advertisement
image source

વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે મચ્છરની તમને કરડવાની ૮૫ ટકા સંભાવના તમારા જીન્સ પર આધારિત છે. કેટલાક લોકો, ઉદાહરણ તરીકે, તેમના શરીરમાંની અદ્યતન કોલેસ્ટેરોલ પ્રક્રિયાના કારણે જેમની ત્વચા પર કોલેસ્ટેરેલનું પ્રમાણ વધારે હોય તો તેમના પર મચ્છરો વધારે હૂમલો કરે છે. તમારા શરીરમાં જો યુરિક એસિડનું પ્રમાણ વધારે હશે તો તેવા સંજોગોમાં પણ મચ્છરો તમારા પ્રત્યે આકર્ષાશે.

5. જો તમે બિયર પીધી હોય

Advertisement
image source

તમે માનો કે ન માનો પણ આ સત્ય છે. પોલીસને તમે આ બાબતમાં મૂર્ખ બનાવી શકો પણ મચ્છરોને મુર્ખ નહીં બનાવી શકો. પશ્ચિમ આફ્રિકા અને જાપાનમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે મચ્છરો માત્ર પાણી પીધું હોય તેવી વ્યક્તિઓ કરતાં જેમણે આલ્કોહોલનું સેવન કર્યું હોય તેમની તરફ વધારે આકર્ષાય છે. બની શકે કે તેના કારણ તમારા પરસેવામાં જે એથેનોલનું પ્રમાણ વધ્યું હોય તે હોય. જો તમે આમાંના બદનસિબો હોવ તો તમારા માટે એ જ યોગ્ય રહેશે કે તમે લાંબી બાંયવાળા શર્ટ-ટીશર્ટ અને પેન્ટ-પાયજામા પહેરવાનું રાખો અને હંમેશા મચ્છર મારવાની દવાનો નિયમિત ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version