Site icon Health Gujarat

મધનુ સેવન વરસાદી મૌસમમા થશે ખુબ જ ફાયદાકારક, એકવાર વાંચો અને બનાવી લો હેલ્થને નિરોગી

ચોમાસામાં મધ નું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. મધ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતા થી મળી આવે છે. મધ ને માત્ર સુપર ફૂડ જ નથી કહેવાતું પરંતુ, તેને આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ એક સ્વાદિષ્ટ ખોરાક છે જેને આપણે આપણા આહારમાં ઘણી રીતે શામેલ કરી શકીએ છીએ. ઘણા લોકો તેને દૂધ સાથે ભેળવી ને પીવે છે, જ્યારે અન્ય લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવા માટે કરે છે.

image soucre

સ્વાદ થી ભરપૂર હોવાની સાથે સાથે મધ પોષક તત્વો થી પણ ભરપૂર છે. જાણીતા આયુર્વેદ ડોક્ટર અબરાર મુલ્તાની ના જણાવ્યા અનુસાર, મધ ચહેરા ની ચમક જાળવવા માટે અને વજન ઘટાડવામાં અસરકારક છે. જ્યારે સવારે તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે તે તમને આખા દિવસ માટે ઉર્જા આપે છે. આ સિવાય, તે સ્વાસ્થ્ય માટે જબરદસ્ત લાભો પૂરા પાડે છે.

Advertisement
image soucre

મધમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ ધર્મો હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન એ, બી, સી, ઝિંક, તાંબુ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે, જે ઘણી રીતે આરોગ્ય માટે ફાયદાકારક છે.

ફાયદા :

Advertisement
image soucre

મધ ખાવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય છે. મધ નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. મધ ખાવા થી આંખો ની રોશની વધે છે. મધનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. ગળામાં દુખાવો દૂર કરવામાં મધ ઉપયોગી બને છે. મધ થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. મધ અનિદ્રામાં રાહત આપવામાં મદદ કરે છે.

image soucre

મધ ખાંસી અને શરદી થી રાહત આપે છે. પાચન ક્રિયા ને સુધારવામાં મદદ કરે છે. મધ નું સેવન કરવાથી થાક દૂર થાય છે. મધનું સેવન લોહીમાં પોલીફોનિક એન્ટિઓક્સિડન્ટનું લેવલ વધારે છે, જેનાથી હ્રદયની બીમારીઓથી બચી શકાય છે. મધમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. જે સ્કિનમાં પડતી કરચલીઓની સમસ્યાને રોકે છે. આ સાથે જ મધ ખાવાથી કે, લગાવવાથી મૃત કોશિકાઓમાં જીવ આવે છે. મધનું સેવન કરવાથી વજનમાં પણ ધટાડો થાય છે.

Advertisement

મધ નું સેવન કેવી રીતે કરવું ?

image soucre

આયુર્વેદ ના ડોક્ટર અબરાર મુલતાની ના જણાવ્યા અનુસાર, તમે દરરોજ સવારે નવશેકા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. તમે બે ચમચી મધમાં એક ચમચી આદુ નો રસ ઉમેરીને તેનું સેવન પણ કરી શકો છો. નવશેકા દૂધમાં એક ચમચી મધ ઉમેરીને રોજ તેનું સેવન કરવાથી તમે આખો દિવસ ઊર્જાવાન રહી શકો છો. વજન ઘટાડવા માટે તમે નવશેકા પાણીમાં લીંબુ ઉમેરી ને મધનું સેવન કરી શકો છો.

Advertisement
Advertisement
Exit mobile version