Site icon Health Gujarat

મહામારીમાં પ્રેગનન્સી દરમિયાન કોઈ તકલીફ ના પડે એ માટે જાણી લો આ ટિપ્સ, બાળક અને માતા બન્ને રહેશે હેલ્ધી

તમારો પ્રેગ્નેન્સી પીરિયડ હેલ્ધી અને હેપ્પી રહે, અને સાથે જ તમારું આવનારું બાળક પણ સ્વસ્થ રહે તે માટે અમે આ લેખમાં તમને એવી કેટલીક બેસ્ટ ટિપ્સ વિષે જણાવશું. આજના આ કોરોના કાળમાં પ્રેગ્નેટ મહિલા આ રીતે રાખો ધ્યાન.ગર્ભાવસ્થા એવો સમય છે, જેમાં દરેક મહિલાને સારાં પોષણ ની જરૂર હોય છે. આ સમયે યોગ્ય પોષણ ભ્રૂણ ના વિકાસ અને માને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

image source

ગર્ભાવસ્થામાં શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સ ની કમી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય ડાયટ ચાર્ટ બનાવવો અને તેનું પાલન કરવું પણ જરૂરી છે. ગર્ભવતી મહિલાઓ માટે પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહે. આ સાથે કોરોનાની મહામારીના આ સમયમાં ગર્ભસ્થ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

પ્રેગ્નેટ મહિલાઓ માટેના બેસ્ટ ઉપાયો :

image source

ગર્ભાવસ્થા દરમ્યાન રોજ મહિલાઓ ને ન્યૂટ્રિઅન્ટ્સ ની જરૂરિયાત વધતી જાય છે. જેથી માએ પૂરતા પોષણ વાળો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. જેમાં સૌથી બેસ્ટ છે, ઘરનો તાજો અને પચવામાં સરળ રહે એવો ખોરાક ખાવો. જી હાં, પ્રેગ્નેટ મહિલાઓ એ હેવી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમ્યાન માએ દરેક ગ્રુપના આહારને ડાયટમાં સામેલ કરવું.

Advertisement
image source

જેથી બધાં પ્રકારના ન્યૂટ્રિઅન્ટ્સ તેમને મળી રહે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ, ડેરી પ્રોડક્ટ્સ ડાયટમાં સામેલ કરવા. આ સમયે જંકફૂડ અને બહારનો ખોરાક ખાવો નહીં. નહીંતર તેના થી વજન વધશે અને શરીરમાં પોષક તત્વોની કમી પણ આવી શકે છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન ભરપૂર ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે.

જોકે ઘી ફાયદાકારક પણ છે. પણ જો તેને સીમિત માત્રામાં ખાવામાં આવે તો.

Advertisement
image source

નહીંતર તેના થી વજન વધે છે, અને પછી ડિલીવરી બાદ વજન ઉતારવું મુશ્કેલ બની જાય છે. આ દરમ્યાન સક્રિય રહેવું અને સ્વાસ્થ્યવર્ધક આહાર ખાવો. ગર્ભાવસ્થા દરમ્યાન ભૂખ વધુ લાગે છે. જેથી આ સમસ્યા મહિલાઓ જંક ફૂડ અને અનહેલ્ધી આહાર ખાવું ગમે છે. આવા આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી હોય છે, અને તેમાં પોષક તત્વો હોતા નથી.

જેથી આ સમયે જે ખોરાક ખાઓ તેની પર ધ્યાન આપો. જે પણ ખોરાક ખાઓ તે હેલ્ધી અને ઘરનું જ ખાઓ. જો આ સમયે તમારા બાળક અને તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી કેટલીક વસ્તુઓ તમને ખાવી પસંદ ન હોય તો તમારી ડાયટિશિયન ની સલાહ લઈને તેનો કોઈ વિકલ્પ શોધી લો. જેથી તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.

Advertisement
image source

આખા દિવસમાં બે થી ત્રણ વાર પેટ ભરી ને ખાવાની જગ્યાએ દર બે કલાકે થોડું થોડું ખાવું જોઈએ. આવું કરવા થી પાચન સંબંધી સમસ્યાઓ પણ નહીં થાય. ડોક્ટર ની સલાહ લઈને હળવો વ્યાયામ કરો, વોક કરો. જેના થી શરીરમાં હોર્મોનનું સંતુલન જળવાય રહે અને ગર્ભાવસ્થા દરમ્યાન મા અને બાળક બંને હેલ્ધી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version