Site icon Health Gujarat

શું તમને ખબર છે મહિલાઓ અને પુરૂષોમાં કેટલા ટકા હિમોગ્લોબિન હોવું જરૂરી? જાણો આજે જ નહિં તો..

હિમોગ્લોબિનની ખામી એક સામાન્ય સમસ્યા છે. જે અમુક ચોક્કસ પ્રકારના વિટામિન અને ખનિજની ઊણપના કારણે થાય છે. સંતુલિત ખોરાક ન લેવાથી અમુક પોષકતત્ત્વોની ખામી અને કુપોષણ જેવી સમસ્યા થાય છે. શરીરમાં હિમોગ્લોબિનની ખામીના કારણે પીળાશ લાગે છે. ઘણાં લોકો તેનો ઉપચાર માત્ર આયર્નની ગોળી લઇને કરતા હોય છે, તેમજ ઘણાં લોકો તેનો ઉપચાર વિટામિન યુક્ત આહાર લઇને કરે છે.

image source

માનવશરીરમાં જ અનેક પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયા રહેલા હોય છે. તેમાં કેટલાક બેક્ટેરિયા આપણા શરીર માટે લાભકારક હોય છે, તો કેટલાક નુકસાન કારક પણ બને છે. જે તાકાત કે અવયવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તે આપણા શરીરની અંદરના વાઇરસ સામે લડવાની શક્તિ પેદા કરે છે, તેને જ ઇમ્યૂનિટી કહે છે. વિવિધ બીમારીઓ પ્રતિની રોગપ્રતિકારક ક્ષમતા તપાસવા માટે અલગ અલગ ટેસ્ટ થતા હોય છે. કોરોનાના કેસમાં આઇઆઇજી એન્ટિબોડી ટેસ્ટની મદદથી ઇમ્યૂનિટીની જાણકારી મળે છે.

Advertisement
image source

સામાન્ય પણે હિમોગ્લોબિનના પ્રમાણની મદદથી રોગપ્રતિકારક શક્તિનો અંદાજ મળી આવતો હોય છે. હિમોગ્લોબિનનું સારું પ્રમાણ પુરુષોના કિસ્સામાં સોળ ટકા અને મહિલાઓના કિસ્સામાં ચૌવદ ટકા હોવું જ જોઈએ. પરંતુ જો પુરુષના કિસ્સામાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચૌદથી અને મહિલાઓના કિસ્સામાં બાર થી ઓછું હોય તો માની શકાય કે તેમની ઇમ્યૂનિટી ઓછી હોય શકે છે. પરંતુ ઇમ્યૂનિટી વધારી પણ શકાય છે. દવા, સારા ખાનપાનની મદદથી ગણતરીના દિવસમાં જ આપણી ઇમ્યૂનિટી વધારી શકાય છે.

image source

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તે સારી વાત છે. પરંતુ તેનો અર્થ એ નહીં કે બાળકો સંક્રમિત નથી થતાં. બાળકો કેટલાક પ્રકારના સંક્રમણનો સ્વીકાર જ નથી કરી શકતા તેથી બચી જાય છે. ઇમ્યૂનિટી વધારવા માટે બાજરી, ચણા, મગ, દાળ, લીલા શાકભાજી અને દૂધનું સેવન ખુબ જરૂરી છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે કેળાં અને ખાટા ફળ જેમ કે સંતરા,અનાનસ વગેરે ખાવા જોઇએ.

Advertisement
image source

જે વ્યક્તિને હિમોગ્લોબીનની ઉણપ હોય તેવા લોકોએ તેમના આહારમાં આયર્નથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેવા કે પાલક, બદામ, ખજૂર, મસૂરની દાળ, ગોળ વગેરેનો સમાવેશ કરવો જોઈએ છે. વિટામિન સી થી ભરપૂર ખાધ્ય પદાર્થ જેવા કે પપૈયુ, લીંબુ, સ્ટ્રોબેરી, લાલ બ્રોકોલી, કેપ્સીકમ, દ્રાક્ષ, ટામેટાં અને પાલક વગેરે લેવા જોઇએ. તેનું સેવન કરવાથી પણ આપણું હિમોગ્લોબીન વધે છે.

image source

હિમોગ્લોબિનના સ્તરને ઉપર લાવવા માટે બીટ ખૂબ જ સારો ખોરાક માનવામાં આવે છે. તે આયર્ન, ફેલિક એસિડ, ફયબર તેમજ પોટેશિયમથી ભરપૂર હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે, તેમજ શરીરમાં લાલ રક્તકણની સંખ્યા તે વધારવામાં મદદ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version