Site icon Health Gujarat

શું તમે જાણો છો મકાઇ ખાવાના પણ છે આટલા બધા ફાયદાઓ?

સાવરના નાસ્તામાં મકાઈ કે જેને ભટ્ટો પણ કહે છે એ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. મકાઈ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેમજ મકાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયક નીવડે છે. મકાઈમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે, પરિણામે મકાઈનું સેવન કરવાથી અનેક બીમારીઓ સામે લડવાની શક્તિ શરીરમાં ઉદભવે છે.

image source

આ સિવાય મકાઈનું સેવન કરવાથી વજનમાં પણ ઘટાડો થાય છે. જો તમે ઈચ્છો તો ઘરમાં એને બાફીને પણ ખાઈ શકો છો. તો આજે આપણે સ્વાસ્થ્ય વર્ધક મકાઈ વિશે આપને જણાવવા જઈ રહ્યા છે, મકાઈના સેવનથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.

Advertisement

આંખોની સમસ્યાઓથી છુટકારો

image source

મકાઈના દાણામાં આંખો માટે મદદરૂપ તત્વો હોય છે, પરિણામે મકાઈનું સેવન આંખો માટે મદદરૂપ થાય છે. એમાં રહેલ કૈરોટેનોઈડ અને વિટામીન એની માત્રા આંખો સાથે જોડાયેલ દરેક સમસ્યાને દુર કરે છે. તેમજ આંખોની દ્રષ્ટિ પણ મજબુત બનાવે છે.

Advertisement

કેન્સર સામે રક્ષણ આપે છે

image source

મકાઈના રેસા પતરી માટે ઉપયોગી બને એવું કહેવાય છે. તો આ સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ અને ફ્લેવેનોઇડ ગુણોથી ભરપુર એવી મકાઈ તમારા શરીરમાં કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. મકાઈમાં રહેલા ફેરુલિક એસીડ એ સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

Advertisement

ચામડીને ચમકદાર બનાવે છે

image source

મકાઈ એ આપણા શરીરના વિકાસમાં ઉપયોગી સિદ્ધ થાય છે. જો કે મકાઈના દાણામાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તત્વોનું પ્રમાણ આપણી ચામડીને નિખારે છે. આમ આ સાથે જ ચામડીમાં પીગમેન્ટેસન જેવી સમસ્યાઓને પણ એ અનેક ઘણી ઓછી કરી દે છે.

Advertisement

વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ

image source

મકાઈમાં રહેલી ભરપુર માત્રામાં કેલરી શરીરના વજનને ઘટાડવામાં સહાયક સિદ્ધ થાય છે. જો તમે વજન વધારવા ઈચ્છો છો તો દિવસમાં ત્રણ વખત એનું સેવન કરવું જોઈએ. પણ જો તમે વજન ઘટાડવા માંગો છો તો માત્ર સવારના નાસ્તામાં જ મકાઈના દાણાનું સેવન કરવું જોઈએ.

Advertisement

હાડકા મજબુત બનાવે છે

image source

મકાઈમાં કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં હોય છે. પરિણામે મકાઈનું સેવન કરવાથી હાડકા મજબુત બને છે. જો તમે હાડકા મજબુત બનાવવા ઈચ્છો છો તો તમારે મકાઈનું સેવન કરવું જોઈએ.

Advertisement

ઇમ્યુનિટી મજબુત મદદરૂપ

image source

સામાન્ય રીતે મકાઈમાં રહેલા પ્રાકૃતિક ગુણો આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત કરે છે. એક અધ્યયન પ્રમાણે મકાઈના દાણામાં રહેલા વિશેષ ગુણો ઈમ્યુન સેલ્સને પણ મજબૂતાઈ આપે છે. તેમજ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

Advertisement

કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે

image source

મકાઈમાં સામાન્ય રીતે વિટામીન સી, કૈરોટેનોઈડ અને ફાઈબર હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને લોહીની કોશિકાઓને પણ સાફ રાખે છે. આ સાથે જ હ્રદયને સુચારુ રૂપે કામ કરવામાં સહાયક સિદ્ધ થાય છે. આ સાથે જ મકાઈ લોઈમાં રહેલી શર્કરાને પણ કંટ્રોલમાં રાખે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version