Site icon Health Gujarat

લગ્નો-તહેવારો અને પાર્ટીમાં આ રીતે કરો મેક અપ, લોકો જોતા રહી જશે તમારી સામે

પાર્ટી હોય, તહેવાર હોય કે પછી લગ્ન હોય આ નામ સાંભળીને જ દરેક મહિલાને સૌથી પહેલો એ જ વિચાર આવશે કે તેણે કેવા વસ્ત્રો પહેરવા, કેવા વાળ રાખવા કેવો મેકઅપ કરવો. કારણ કે માત્ર સારો ડ્રેસ હોવો જ કે માત્ર સારા વાળ હોવા જ પુરતા નથી પણ તમારો મેકઅપ પણ પર્ફેક્ટ હોવો તેટલો જ જરૂરી છે. મેકઅપ કોઈ પણ યુવતીની સુંદરતાને ઓર વધારે આકર્ષક બનાવે છે અને જો તે યોગ્ય રીતે કરવામાં ન આવ્યો હોય તો તેના દેખાવને બગાડી પણ શકે છે. તેવામાં મેકઅપ યોગ્ય રીતે કરવો જરૂરી છે. જો કે પાર્લરમાં જો પાર્ટી મેકઅપ કરાવવા જવું પડે તો તેની અસર તમારા ખિસ્સા પર પણ પડે છે. આજકાલ પાર્લરવાળા સાદા મેકઅપના પણ ઘણા બધા રૂપિયા લઈ લેતા હોય છે. તેવામાં મહિલાઓ એ મુંઝવણમાં પડી જાય છે કે પાર્લરમાં જઈ મેકઅપ કરાવવો કે નહીં અથવા તો તેમને જાતે જ જો આવો મેકઅપ આવડતો હોય તો કેટલું સારું. તો આજે અમે તમને તે જ જાણકારી આપવાના છીએ. પાર્ટી કે લગ્નમાં મેકઅપ કેવી રીતે કરવો કે પછી લાઇટ મેકઅપ કેવી રીતે કરવો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે.

પહેલાં જાણીએ પાર્ટી મેકઅપ કરવાની રીત, અહીં અમે સરળતાથી પાર્ટી મેકઅપ કરવાની જાણકારી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પાર્ટિ માટેનો મેકઅપ કરવાની રીત.

Advertisement

ફેસવોશ અથવા તો ફેસ ક્લીંઝીંગ

image source

પાર્ટી મેકઅપ કે પછી કોઈ પણ મેકઅપની શરૂઆતનું સૌ પ્રથમ સ્ટેપ છે ચહેરા પરની ગંદકી તેમજ અશુદ્ધિઓ દૂર કરવી. જો ચહેરો સાફ નહીં હોય તો મેકઅપ લૂક સુંદર રીતે બહાર નહીં આવે. તેવામા ચહેરાને સ્વચ્છ કરવો જરૂરી છે. ફેસ ક્લીંઝિંગ માટે ક્લીંઝિગ મિલ્ક કે પછી ત્વચા પ્રમાણેના ફેસવોશનો ઉપયોગ કરી શકો છો. જો કોઈની સ્કિન ઓઈલી હોય તો તમણે ઓઇલ ફ્રી ફેસવોશનો ઉપોયગ કરવો. તેવી જ રીતે અન્ય સ્કીનવાળાએ પોતાની સ્કીન પ્રમાણે પસંદગી કરવી.

Advertisement

2. મોઇશ્ચરાઇઝર

image source

ફેસ ક્લિન્ઝિંગ બાદ ત્વચા થોડી શુષ્ક થઈ જાય છે. તેવામાં મેકઅપ પહેલાં ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવો ખૂબ જરૂરી છે. પોતાની ત્વચા પ્રમાણે મોઇશ્ચરાઇઝરની પસંદગી કરો. ત્યાર બાદ તમારા આખા ચહેરા તેમજ ડોક પર નાના-નાના ટીપાં મુકીને સમાન રીતે આખા ચહેરા તેમજ ડોક પર મોઇશ્ચરાઇઝર લગાવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે વધારે ન લગાવવું નહીંતર તમારી ત્વચા ચીકણી બની શકે છે અને ત્યાર બાદ પરસેવો આવવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

Advertisement

3. પાર્ટી મેકઅપ માટે પ્રાઇમર

image source

મેકઅપને સુંદર અને આકર્ષક બનાવવો હોય તો તેનો બેસ યોગ્ય હોવો જરૂરી છે. મેકઅપ પ્રાઇમર આ જ બેસનું કામ કરે છે. માર્કેટમાં કેટલાએ પ્રકારના પ્રાઇમર મળે છે. અલગ-અલગ ત્વચા પ્રમાણે અલગ અલગ પ્રાઇમર. તમારી ત્વચા પ્રમાણે તમારે સારા પ્રાઇમરની પસંદગી કરવી.
પ્રાઇમરને આ રીતે લગાવવું

Advertisement

તમારા હાથના પાછળન ભાગ પર જરૂર પ્રમાણે મેકઅપ પ્રાઇમર લેવું.

ત્યાર બાદ આંગળીના ટેરવા પર પ્રાઇમર લઈને ચહેરા તેમજ ગર્દન પર ડોટ-ડોટ કરીને લગાવવું.

Advertisement

પ્રાઇમર ચહેરાના તે ભાગને ધ્યાનમાં રાખીને લગાવો જ્યાં તમને લાગે છે કે મેકઅપ ઓછો ટકે છે.

ત્યાર બાદ તેને ચહેરા પર ફેલાવો, જેથી કરીને તે તમારી સ્કિનમાં બ્લેન્ડ થઈ જાય.

Advertisement

સ્કીનમાં બ્લેન્ડ થઈ ગયા બાદ તેને થોડીવાર તેમ જ રહેવા દો.

4. ફાઉન્ડેશન

Advertisement
image source

પ્રાઇમર બાદ વારો આવે છે ફાઉન્ડેશનનો. ફાઉન્ડેશન પણ પ્રાઈમરની જેમ જ મેકઅપ માટે જરૂરી હોય છે. તે મેકઅપને સારો દેખાવામાં મદદ કરે છે. તેવામા તમારે તમારા મેકઅપ અને સુવિધા પ્રમાણે માર્કેટમાં હાજર સૌથી સારા ફાઉન્ડેશનની પસંદ કરવી જોઈએ. </p.
ફાઉન્ડેશનને લગાવવાની રીત

જ્યારે મેકઅપ પ્રાઇમર ત્વચામાં સારી રીતે બ્લેન્ડ થઈ જાય, ત્યારે તમારી હથેળી પર જરૂર પ્રમાણે ફાઉન્ડેશન લો.

Advertisement

ત્યાર બાદ પ્રાઈમરની જેમ જ ફાઉડેશનને પણ ડોટ-ડોટ કરીને ચહેરા તેમજ ડોક પર સમાન પ્રમાણમાં લગાવો.

હવે તેને તમે આંગળી કે પછી સ્પોંજની મદદથી તમારા ચહેરા પર બ્લેન્ડ કરી શકો છો.

Advertisement

ત્યાર બાદ મેકઅપના પછીના સ્ટેજ પહેલાં થોડીવાર ફાઉન્ડેશનને સેટ થવા દો.

5. કંસીલર

Advertisement

મેકઅપને જો તમે ડાઘા રહિત અને ફ્લોલેસ દેખાડવો હોય તો કંસીલર ખૂબ જરૂરી છે. ડાર્ક સર્કલ્સ હોય કે ચહેરા પરના બીજા કોઈ ડાઘ હોય, કંસીલર તેને છૂપાવવામાં તમારી મદદ કરે છે. મેકઅપને બ્રાઇટ લૂક આપવા માટે માર્કેટમાં સારામાં સારા કંસીલર હાજર છે. મેકઅપને આકર્ષક બનાવવા માટે કંસીલનો ઉપયોગ આ રીતે કરો.

કંસીલર લગાવવાની રીત

Advertisement

જ્યારે પ્રાઇમર અને ફાઉન્ડેશન ચહેરા પર સેટ થઈ જાય, તો હથેળી પર કંસીલર લો.

હવે આંખની નીચે અને ચહેરા પર જ્યાં ક્યાંય ડાઘ હોય તેના પર કંસીલરથી ડોટ-ડોટ બનાવો.

Advertisement

ત્યાર બાદ સ્પોન્જ કે બ્લેન્ડરની મદદથી તેને બ્લેન્ડ કરો.

ધ્યાન રાખો કે ફાઉડેશન અને પ્રાઇમર સાથે ભળે તેવું જ કંસીલર લેવું એક જ બ્રાન્ડનું કંસીલર ખરીદવું.

Advertisement

6. મેકઅપ પાઉડર

image source

હવે વારો છે મેકઅપ પાઉડરનો. તેને ટ્રાંસલૂસેંટ સેટિંગ પાઉડર પણ કહે છે. તે પાઉડર પ્રાઇમર, ફાઉડેશન અને કંસીલને સેટ રાખવામાં મદદ કરે છે. તેનાથી મેકઅપ ચિપચિપો નથી રહેતો અને લાંસા સમય સુધી ટકેલો રહે છે. આ પાઉડરને મેકઅપ બ્રશને મેકઅપ બ્રશથી લગાવવામા આવે છે. તમારે જરૂર પ્રમાણે પાઉડર લેવો અને બ્રશ કે સ્પોન્જની મદદથી ચહેરા પર લગાવવો. ધ્યાન રાખવું કે જ્યારે પાઉડર બ્રશ પર લો તો બ્રશને હળવા હાથે ખંખેરી લેવું, જેથી કરીને એક્સ્ટ્રા પાઉડર બ્રશમાંથી નિકળી જાય અને જે પાઉડર બ્રશને લાગેલો હોય તે ચહેરા પર લગાવવો.

Advertisement

7. પાર્ટી મેકઅપ માટે બ્રોંઝર

image source

પ્રાઇમર, ફાઉન્ડેશન, કંસીલરની બાદ હવે વારો છે બ્રોંઝરનો. માર્કેટમાં કેટલાએ અલગ અલગ રંગના બ્રોન્ઝર હાજર છે. હંમેશા તમારા સ્કિન ટોન સાથે ભળતું બ્રોન્ઝર પસંદ કરો. એ વાતનું ધ્યાન રાખો કે તમારો જે પણ સ્કિન ટોન હોય તેનાથી બે શેડ ઘેરા રંગનું બ્રોંઝર ખરીદવું. બ્રોન્ઝર માત્ર મેકઅપને આકર્ષક જ નથી બનાવતું પણ તમારા ચહેરાને આકાર પણ આપવામાં મદદ કરે છે.

Advertisement

બ્રોંઝરને આ રીતે લગાવો

સૌથી પહેલાં બ્રોંઝર માટે મેકઅપ બ્રશ લો.

Advertisement

હવે બ્રશમાં જરૂરી પ્રમાણમાં જ બ્રોંઝર લેવું.

હવે તમારા ફોરહેડ, ગાલ, ચીકબોન્સ, જૉ લાઈન તેમજ ટી-ઝોન પર હળવા હાથે બ્રોંઝર લગાવો.

Advertisement

ત્યાર બાદ એક બીજા બ્રશની મદદથી બ્રોંઝરને સારી રીતે બ્લેંન્ડ કરો.

બ્લશ

Advertisement
image source

તમે પાર્ટી મેકઅપ માટે જો સારો લૂક ઇચ્છતા હોવ તો તેમાં બ્લશ ખૂબ જરૂરી છે. બ્રોંઝર બાદ બ્લશનો ઉપયોગ કરો. હંમેશા તમારા સ્કિન ટોન પ્રમાણે બ્લશની પસંદગી કરો. જો કોઈનો સ્કીન ટોન ઘેરો છે, તો તેણે બ્રાઇટ કલરના બ્લશનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઇચ્છો તો આ વિષે કોસ્મેટિક શોપમા કે કોઈ બ્યૂટી પાર્લરમાંથી પણ સલાહ લઈ શકો છો.

બ્લશ લગાવવાની રીત

Advertisement

સૌથી પહેલાં બ્લશ લગાવવાનું બ્રશ લો.

હવે તમારી સુવિધા પ્રમાણે પાઉડર કે ક્રીમ બ્લશની પસંદગી કરો.

Advertisement

ત્યાર બાદ બ્રશમાં બ્લશ લો.

હવે બ્રશથી ગાલ તેમજ ફોરહેડ પર બ્લશ લગાવો.

Advertisement

ધ્યાન રાખો કે ગાલ પર બ્લશ લગાવતી વખતે તમારા ગાલ અને હોઠને અંદરની તરફ ચૂંસીને માછળી જેવું મોઢું બનાવવું.

આ રીતે બ્લશ સારી રીતે લાગી શકશે.

Advertisement

જ્યારે બ્લશને તમે સરસ રીતે લગાવી લો, ત્યાર બાદ એક સ્વચ્છ ટિશ્યૂ પેપરને તમારા ચહેરા પર હળવા હાથે દબાવવું, જેથી કરીને વધારોનો મેકઅપ નીકળી જાય.

હાઇલાઇટર

Advertisement
image source

મેકઅપને ગ્લોઇંગ આકર્ષક દેખાડવા માટે હાઇલાઇટરની મદદ લઈ શકો છો. તેની ખાસીયત એ છે કે તમે તમારા ચહેરાના કેટલાક ભાગ પર તેને લગાવીને ચહેરાને આકર્ષક બનાવી શકો છો. તમે તમારા ચહેરાના જે ભાગને વધારે ચમકીલો બનાવવા માગતા હોવ તે ભાગ પર હાઇલાઇટર લગાવી શકો છો. જોકે, મહિલાઓ મોટે ભાગ ગાલ, ટી-ઝોન આંખની આસપાસના ભાગમાં હાઇલાઇટર લગાવે છે. હાઇલાઇટરની પસંદગી પણ તમારે તમારા સ્કિન ટોન, મેકઅપ અને સ્કિન ટેક્સચર પ્રમાણે કરવું. મેકઅપ નિષ્ણાતની સલાહ પ્રમાણે તમે તમારા માટે હાઇલાઇટરની પસંદગી કરી શકો છો.
હાઇલાઇટર લગાવવાની રીત

સૌથી પહેલાં એક મેકઅપ બ્રશ લેવું

Advertisement

હવે તેમાં હાઇલાઇટર લો.

હવે ગાલના હાડકા પર તેમજ કાનપટી પર હાઇલાઇટર લગાવો.

Advertisement

તમારા ટી-ઝોનને હાઇલાટ કરો.

તમારા નાક અને લિપ્સ વચ્ચેના ભાગની ત્વચાને હાઇલાઇટ કરો.

Advertisement

તમારી ચીનને પણ હાઇલાઇટ કરી શકો છો.

આંખનો મેકઅપ કર્યા બાદ તમે ઇચ્છો તો આઇશેડો બ્રશમાં થોડું હાઇલાઇટર લગાવીને આંખની અંદરની ટિપને પણ હાઇલાઇટ કરી શકો છો.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આખા ચહેરા પર હાઇલાઇટર નથી લગાવવાનું. નહીંતર આખો ચહેરો જ ચમકવા લાગશે અને તમારો મેકઅપનો લૂક બગડી જશે.

Advertisement

10. આઇ મેકઅપ

image source

પાર્ટી મેકઅપમાં આઇ મેકઅપ ખૂબ જ મહ્ત્વની ભૂમિકા ભજવે છે. તે તમારી આંખોને સુંદર બનાવે છે. જેનાથી તમે વધારે આકર્ષક દેખાશો.

Advertisement

આ રીતે કરો આઈ મેકઅપ

આઈ મેકઅપને પર્ફેક્ટ લૂક આપવા માટે આઈબ્રો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં સૌથી પહેલાં તમારે આઇબ્રો પેન્સિલની મદદથી તમારી આઇબ્રોને હાઇલાઇટ કરી લેવી. જો તમારી આઇબ્રો ઠીક શેપમાં ન હોય તો પેન્સિલની મદદથી તેને બરાબર શેપ આપી દેવો.

Advertisement

હવે આંખ પર આઇશેડો લગાવવી. આઇશેડો લગાવતા પહેલાં તમે આઇલિડ પ્રાઈમર પણ લગાવી શકો છો. તમે તમારી પસંદ પ્રમાણે અને સ્કિન ટોન પ્રમાણે આઇશેડોની પસંદગી કરી શકો છો. અથવા તો તમારા ડ્રેસના કલર સાથે પણ તમારી આઇશેડોને મેચ કરી શકો છો.

ત્યાર બાદ તમારે તમારી આંખ ઉપર આઇલાઇનર લગાવવું.

Advertisement

ત્યાર બાદ નીચે કાજલ લગાવવી. તમે તમારી પસંદ પ્રમાણે કાજલને પાતળી કે જાડી રાખી શકો છો. અને ઇચ્છો તો ત્યાં આઇલાઇનરો પણ ઉપયોગ કરી શકો છો.

આઇ લાઇનર અને કાજલ આજકાલ ઘણા બધા અલગ રંગોમાં ઉપલબ્ધ છે. તેનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો.

Advertisement

આંખ પર ગ્લિટર પણ લગાવી શકો છો. જોપાર્ટી રાત્રે હોય તો તમે ગ્લિટર લગાવીને તેને સુંદર લૂક આપી શકો છો.

ત્યાર બાદ તમારી પાપણો પર મસ્કારા લગાવો. તે તમારી પાપણોને ઘેરો અને આકર્ષક લૂક આપે છે.

Advertisement

તમે આઈ મેકઅપ દરમિયાન આર્ટિફિશિયલ આઇલેશીસ પણ લગાવી શકો છો. તે તમારી પાપણને ઘેરી દેખાડશે.

લિપ મેકઅપ

Advertisement
image source

પાર્ટી મેકઅપ એક આકર્ષક લિપ મેકઅપ વગર અધૂરો રહી જાય. માટે આઇબ્રો મેકઅપ કરી લીધા બાદ તમારે હોઠનો મેકઅપ કરવાનો છે.

લીપ મેકઅપ માટે ચહેરાની જેમ જ લિપનો પણ બેસ બનાવો. લિપ બેસ બનાવવા માટે પ્રાઇમરનો ઉપયોગ કરો. તેનાથી હોઠની અંદરની તીરાડ છૂપાઈ જશે.

Advertisement

ત્યાર બાદ લિપ લાઇનરથી તમારા હોઠની આઉલટલાઈન કરો. આકર્ષક હોઠ માટે તમારી લિપસ્ટિકના રંગ સાથે મેળ ખાતી લિપ લાઇનરનો ઉપયોગ કરો.

ત્યાર બાદ તમારા સ્કીન ટોન સાથે મેચ થતી લિપસ્ટિકનો ઉપયોગ કરો.

Advertisement

ફાઇનલ ટચઅપ સ્પ્રે

image source

હવે ફાઇનલ ટચઅપ માટે છેલ્લે મેકઅપ ફિક્સિંગ સ્પ્રેથી તમારા ચહેરા પર સ્પ્રે કરો. તેનાથી મેકઅપ લાંબા સમય સુધી ટકેલો રહેશે. સાથે એકવાર ફરી તમારો ચહેરો જોઈ ચેક કરી લો કે કંઈ રહી તો નથી ગયું ને.

Advertisement

સાથે સાથે મેકઅપ ટીપ્સ પણ જાણી લો.

કોઈ પણ પાર્ટીમાં જવા માટે તમારા દેખાવ માટે તમારે તમારી જાતને પૂરતો સમય આપવાનો છે. કોઈ પણ બાબતમાં ખોટી ઉતાવળ બીલકુલ ન કરવી ખાસ કરીને મેકઅપમાં. મેકઅપ માટે પુરતો સમય આપો.

Advertisement

પાર્ટિ માટે યોગ્ય ડ્રેસ ખૂબ મહત્ત્વનો છે. હંમેશા પાર્ટી પ્રમાણે જ તમારા ડ્રેસની પસંદગી કરો અને ડ્રેસ પ્રમાણે તમારા મેકઅપને ધ્યાનમાં રાખો.
પાર્ટીમાં તમે કયા રંગનો ડ્રેસ પહેરવાના છો તેની અસર તમારા લૂક પર પડશે. માટે ધ્યાન રાખો કે તમારા પર કયો રંગ વધારે સારો લાગે છે. જો તમે નાઇટ પાર્ટીમાં જઈ રહ્યા હોવ તો ઘેરા રંગની પસંદગી કરો. દિવસની પાર્ટીમાં જઈ રહ્યા હોવ તો હળવા રંગના ડ્રેસને પસંદ કરો.

પાર્ટી એટલે ફુલ મસ્તી, ડાંસ લાંબું મનોરંજન. તેવામાં જરૂરી છે કે લાંબા સમય સુધી તમારો મેકઅપ ટકેલો રહે. માટે તમારે સારી ગુણવત્તાની મેકઅપ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. બને તો વધારેમાં વધારે વોટરપ્રૂફ મેકઅપની પસંદગી કરો. જેથી કરીને પરસેવો પણ તમારા મેકઅપને ખરાબ ન કરી શકે.

Advertisement

જો તમે કોઈ બર્થડે પાર્ટીમા જઈ રહ્યા હોવ તો લાઇટ પાર્ટી મેકઅપ કરવો, જો તમે કોઈ લગ્ન કે રિસેપ્શન માં જઈ રહ્યા હોવ તો હેવી પાર્ટી મેકઅપ કરી શકો છો. પ્રસંગને અનુરૂપ મેકઅપ પસંદ કરો.

image source

પાર્ટી મેકઅપને આકર્ષક બનાવવા માટે મેકઅપને હાઇલાઇટરથી હાઇલાઇટ કરો આ ઉપરાંત તમે શિમરનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે વધારે હાઇલાઇટર કે શિમરનો ઉપયોગ ન કરો. વધારે ઉપયોગ તમારા પાર્ટી લૂકને ખરાબ કરી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version