Site icon Health Gujarat

આ 10 બીમારીઓને શરીરમાંથી બાય-બાય કહેવુ હોય તો આંબાના પાન અને કેરીની ગોટલીનો આ રીતે કરો ઉપયોગ

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે સ્વાદિષ્ટ છે અને તેનાથી સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદાઓ થાય છે.સામાન્ય શરીર માટે જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન સી,ઈ તેમજ પોટેશિયમ,કોપર,મેગ્નેશિયમ, કેલ્શિયમ,ઝીંક સેલેનિયમ અને ફોસ્ફરસ હોય છે.

કેરી નિયમિત ખાવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર કેરી જ નહીં,પરંતુ આંબાના પાંદડા અને કેરીની ગોટલી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Advertisement
image source

એવું કહેવામાં આવે છે કે કેરીની ગોટલીમાં અનસેચ્યુરેટેડ ફૈટી એસિડ,બાયોએક્ટિવ,ફિનોલિક અને એન્ટીઓકિસડન્ટો શામેલ હોય છે.તો ચાલો અહીંયા અમે તમને જણાવ્યે કે કોરોના વાયરસના સમયગાળામાં આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

કેરીની ગોટલીના ફાયદાઓ

Advertisement

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે

image source

શું ડાયાબિટીઝવાળા વ્યક્તિઓ કેરી ખાઈ શકે છે? આ મુશ્કેલ પ્રશ્ન હોઈ શકે છે કારણ કે કેરીમાં ખાંડનું પ્રમાણ હોય છે,પરંતુ જ્યારે કેરીની ગોટલીની વાત આવે,ત્યારે અધ્યાયનો દ્વારા કહેવામાં આવ્યું છે કે,કેરીની ગોટલી લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

Advertisement

બળતરા વિરોધી ગુણધર્મો

image source

કેરીની ગોટલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે.બવાસીર,સંધિવા,પાચન વગેરેને કારણે બળતરા ઘટાડવામાં મદદ કરવા માટે તે એક ખૂબ જાણીતું તત્વ છે.

Advertisement

હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

image source

અધ્યયનનો દાવો છે કે કેરીની ગોટલીનો રસ કોલેસ્ટરોલનું સ્તર ઓછું કરી શકે છે અને ચયાપચયને ઉત્તેજીત કરી શકે છે,એટલે કે તે એકંદર રક્તવાહિની આરોગ્યને સુધારી શકે છે અને હાર્ટ એટેક અને અન્ય રક્તવાહિનીઓના રોગોનું જોખમ ઘટાડી શકે છે અને તેને દૂર કરવામાં મદદ કરી શકે છે
વજન ઘટાડવામાં મદદ કરે છે

Advertisement
image source

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારા માટે કેરીની ગોટલીનું જ્યૂસ યોગ્ય ઉપાય છે.તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે જેથી તમારા શરીરમાં કેલરી આવતી નથી અને કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટી શકે છે.

ડાયરિયાથી રાહત મળે છે

Advertisement
image source

પેટના રોગોની સારવાર માટે કેરીના ગોટલીનો પાઉડર ઘણા વર્ષોથી વપરાય છે.કેરીની ગોટલીનો પાવડર પણ ડાયરિયાને દૂર કરવામાં અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આંબાના પાનના ફાયદા

Advertisement

બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે

image source

આયુર્વેદ મુજબ આંબાના પાનનો પાવડર દરરોજ ખાવાથી હ્રદયને લગતી બીમારીઓનું જોખમ ખૂબ જ ઓછું થઈ શકે છે.હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ આંબાના પાન ખૂબ ફાયદાકારક છે.આંબાના પાનથી બનેલો ઉકાળો પીવાથી તમે થોડા દિવસોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

Advertisement

કિડની માટે ફાયદાકારક

image source

આ સિવાય તે કિડની,લીવર અને ફેફસાના રોગોનું જોખમ પણ ઘટાડે છે.ખરેખર, આંબાના પાન પેશાબ દ્વારા શરીરમાં સંગ્રહિત નુકસાનકારક અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદગાર છે.

Advertisement

આંબાના પાનનો પાઉડર કેવી રીતે બનાવવો

image source

જો તમે કિડની,ફેફસાં અને લીવરને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો,તો આંબાના પાન પીસીને બારીક પાવડર બનાવો.આ પાવડરને દરરોજ જમ્યા પછી 20 મિનિટ પછી લો.પરંતુ ધ્યાનમાં રાખો કે આ પાવડરમાંથી માત્ર અડધી ચમચી જ પાવડર પીવામાં આવે છે.

Advertisement

આ ધ્યાનમાં રાખો

આ એક આયુર્વેદિક ઉપાય છે,તેથી જો તમે ઉપર જણાવેલ સમસ્યાઓથી રાહત મેળવવા માટે આંબાના પાનનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો,તો તે પેહલા તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version