Site icon Health Gujarat

કોરોનાથી બચાવશે તમને તુલસી અને મરીનો આ ઉકાળો, જાણો બીજા આ લાભ વિશે

કોરોનાથી દૂર રહેવા ઇમ્યુનિટીને બનાવો મજબૂત – તુલસી-મરીના ઉકાળાના લાભ જાણો

સરકાર દ્વારા ધીમે ધીમે લોકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ આખાએ દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે સંક્રમિતોની સંખ્યામાં જે ઉછાળો આવ્યો તે અત્યાર સુધીનો સૌથી વધારે હતો. તેમજ ધંધા-રોજગાર પણ શરૂ થયા હોવાથી લોકોના એકબીજાના સંપર્કમાં આવવાની શક્યતાઓ પણ વધી ગઈ છે અ તેના કારણે ચેપ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે. લોકો સતત કોરોનાના સંક્રમણના ભય નીચે જીવી રહ્યા છે.

Advertisement
image source

હજુ સુધી કોરોના વાયરસને ડામવા માટે કોઈ જ રસી કે દવા શોધાઈ નથી. તેનાથી સુરક્ષિત રહેવાનો બધો જ બોજો આપણી રોગપ્રતિકારક શક્તિ પર રહેલો છો. જેટલી આપણી રોતપ્રતિકારક શક્તિ વધારે મજબૂત રહેશે તેટલા જ આપણે સંક્રમણથી બચી શકીશું. જે અનેક સંશોધનો દ્વારા સાબીત થયું છે.

આ વયારસથી બચવા માટે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવી એટલે કે બૂસ્ટ કરવી ખૂબ જરૂરી છે. ઘરમાં જ સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓની મદદથી તમે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શકો છો. તો ચાલો જાણીએ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કેવી રીતે બનાવી શકાય તે વિષે.
તુલસી અને કાળા મરીનો ઉકાળો

Advertisement
image source

ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવાની સૌથી સરળ રીત તુલસી અને કાળા મરીનો ઉકાળો છે. એક શોધ પ્રમાણે તુલસી અને કાળા મરીનો ઉકાળો સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોય છે અને તેનું નિયમિત સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. તુલસી અને કાળા મરીનો ઉકાળો બનાવવા માટે તમારે વધારે મહેનત પણ નથી કરવી પડતી અને તેને શોધવા પણ નથી જવા પડતા. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત તેના નિયમિત સેવનથી બીજા ઘણા લાભ થાય છે. તો ચાલો જાણીએ તુલસી અને કાળા મરીના ઉકાળાના લાભો વિષે.

પાચન શક્તિ મજબૂત બનાવે છે

Advertisement
image source

આપણા શરીરમાં ઘણા બધા રોગોનો જન્મ પેટથી થાય છે. જ્યારે તમે ખાધેલો ખોરાક પેટમાં યોગ્ય રીતે પચાવવામાં ન આવે ત્યારે વિવિધ બિમારીઓનો જન્મ થાય છે. અને તેના કારણે તમને તે ખોરાકમાંથી જે પોષણ મળવું જોઈએ તે પણ નથી મળતું. તુલસી અને કાલા મરીનો ઉકાળો પિવાથી પાચનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. જે લોકોને પાચન સાથે સંબંધિત કોઈ સમસ્યા રહેતી હોય તેમણે રોજ તુલસી અને કાલા મરીનો ઉકાળો પીવો જોઈએ.

વિવિધ બિમારીઓમાં લાભ પહોંચાડે છે

Advertisement
image source

તુલસી અને કાળા મરીના ઉકાળામાં કેટલાએ પ્રકારના એન્ટી-માઇક્રોબલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે જે શરીરને ઘણી બધી બિમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

ફ્લૂ કે શરદી-ઉધરસની સમસ્યામાં આ ઉકાળાનું સેવન કરવું જોઈએ

Advertisement
image source

હંમેશા આપણે શરદી કે ઉધરસ થતા હોય ત્યારે દવાની સારવાર કરાવતા હોઈએ છીએ. પણ તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ રહેલી હોય છે. તેનાથી ઘેન ચડે છે તો વળી કેટલાકને સોજા પણ આવે છે. પણ જો તેની જગ્યાએ તુલસી અને મરીનો ઉકાળો પીવામાં આવે તો તમને ઝડપથી રાહત મળે છે અને તેની કોઈ આડઅસર પણ નથી થતી.

દીવસમાં આટલીવાર પીવો જોઈએ ઉકાળો

Advertisement
image source

તમને કોઈ શારીરિક સમસ્યા ન હોય તો પણ તમારે આ ઉકાળાનું નિયમિત સેવન કરવું જોઈએ. ખાસ કરીને વાયરલ સિઝન ચાલી રહી હોય ત્યારે. આ ઉકાળો તમે દિવસમાં બે વાર પી શકો છો. તેને બને ત્યાં સુધી ગરમ જ પીવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version