Site icon Health Gujarat

મશરૂમ ખાવાથી સડસડાટ ઘટી જાય છે વજન, બીજા આ ફાયદાઓ વિશે જાણીને તમે પણ ખાવાનું કરી દેશો શરૂ

જ્યારે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા ચિપ્સ, ફ્રાઈમ્સ અને અન્ય ઓયલી અથવા તો શુગર ફૂડ ખાવાનો ખ્યાલ આવે. જો કે આ ફૂડ સ્વાસ્થ્યને માત્ર નુકસાન જ પહોંચાડે છે. આ માટે જરૂરી છે કે નાસ્તા માટે આપ કોઇ સ્વસ્થ વિકલ્પ વિશે વિચારો. મશરૂમ આપના માટે એક સ્વસ્થ નાસ્ત બની શકે છે. ભૂખ સંતોષવાની સાથે મશરૂમ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે અને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર કરે છે. મશરૂમ વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરવાની સાથે અનેક રીતે ફાયદાકારણ છે. મશરૂમ સ્વાસ્થ્ય માટે મદદગાર હોય છે, માત્ર શરત એટલી છે કે, તેનું સાચી રીતે સેવન કરવુ જોઈએ. ઘણા રોગમાં ડૉક્ટર પણ મશરૂમ ખાવાની સલાહ આપે છે. કારણ કે, તેમાં મળી આવનાર જરૂરી તત્વ અને વિટામિન શરીરને દુરસ્ત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

પેટથી લઈને સ્કીન સુધી રામબાણ

Advertisement
image source

મશરૂમ પેટની સમસ્યાઓથી લઈને વજન નિયંત્રિત કરવા સુધીમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આ વિટામિન ડીનો સારો સ્ત્રોત હોય છે અને જો તમારા શરીરમાં વિટામિન ડીની ખામી થઈ ગઈ છે તો તમારે મશરૂમ ખાવા જોઈએ. મશરૂમમાં પોટેશિયમ, કોપર, આયરન અને ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ હોય છે અને તેના એન્ટી ઓક્સીડેંટ ગુણ તમારી સ્કીન માટે લાભકારી હોય છે.

મશરૂમનું સેવન તમારા માટે જરૂરી

Advertisement
image source

મશરૂમમાં કેલરી ઓછા પ્રમાણમાં મળી આવે છે. જેના કારણથી આ જાડાપણા સામે લડવામાં સક્ષમ છે.

મશરૂમમાં વિટામિન સી વધારે પ્રમાણમાં મળી આવે છે. તેનાથી શરીરમાંથી હાનિકારક તત્વોને અલગ કરવામાં મદદ મળે છે.

Advertisement

મશરૂમમાં સેલેનિયમ મોટા પ્રમાણમાં મળી આવે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમને દુરુસ્ત રાખવામાં મદદ મળે છે. સેલેનિયમ અને મેગ્નીશિયમ મળીને થાયરોઈડ જેવા રોગનો રોકવામાં પણ કામ કરે છે.

સદા રહેશો જુવાન

Advertisement

મશરૂમમાં એન્ટીઓક્સિડન્ટસ જેવા ફ્લેવેનોઇડસ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં શરીરની મદદ કરે છે આટલું જ નહી, મશરૂમ ક્ષતિગ્રસ્ત પ્રોટીનને રિપેયર કરે છે. મશરૂમ વધતી ઉંમરતની પ્રક્રિયાને ધીમી કરે છે જેના કારણે વધતી ઉંમરના લક્ષણ શરીર પર વર્તાતા નથી.

બ્લડપ્રેશર

Advertisement
image soucre

મશરૂમમાં પોટેશિયમની સારી માત્રા હોય છે અને સોડિયમ નહિવત હોય છે. જેના કારણે બ્લડપ્રેશનરના દર્દી માટે પણ મશરૂમનું સેવન હિતકારી છે. મશરૂમ બ્લડપ્રેશનરને નિયંત્રણમાં રાખે છે.

હાડકાની સમસ્યા

Advertisement
image soucre

મશરૂમ કેલ્શિયમ પર્યાપ્ત માત્રમાં હોય છે. તેના કારણે મશરૂમના નિયમિત સેવનથી શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થાય છે. મશરૂમના નિયમિત સેવનથી દાંત અને હાડકા મજબૂત બને છે. ઉંમર સાથે દાંત અને હાડકાના ઘસારાની તકલીફથી પણ મશરૂમના કારણે રાહત મળે છે.

સ્થૂળતા

Advertisement
image source

ફાઇબર અને પ્રોટીનની પયોપ્ત માત્રાથી ભરપૂર મશરૂમનું સેવન કરવાથી વજન ઓછું કરવામામ મદદ મળે છે. સાથે તેમાં કેલેરીની માત્ર ઓછી હોય છે. આ માટે મશરૂમનું નાસ્તાના સમયે સેવન એકદમ યોગ્ય છે.તેમાં લીન પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં બહુ કારગર હોય છે. સ્થૂળતા ઓછી કરવા ઇચ્છનારાને પ્રોટીન ડાયટ પર રહેવાનું કહેવામાં આવે છે જેમાં મશરૂમ ખાવું એ સારું ગણાય છે.

પાચન શક્તિ

Advertisement

મશરૂમ ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન આપના પાચનને દુરસ્ત કરે છે, ગેસ, કબજિયાત જેવી સમસ્યાથી પણ દૂર રાખે છે. મશરૂમમાં વિટામિન બી હોય છે જે ભોજનને ગ્લુકોઝમાં ફેરવીને ઊર્જા પેદા કરે છે. વિટામિન બી2 અને બી3 આ કાર્ય માટે ઉત્તમ છે.

રોગપ્રતિકારક ક્ષમતા

Advertisement
image soucre

મશરૂમમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ આપણને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તે ખાવાથી શરીરમાં એન્ટીવાઇરલ અને અન્ય પ્રોટીનની માત્રા વધે છે જે કોશિકાઓને રીપેર કરે છે. આ એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે જે માઇક્રોબાયલ અને અન્ય ફંગલ ઇન્ફેક્શનને સાજુ કરે છે.

કેન્સર પ્રતિરોધક

Advertisement
image soucre

તે પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. તેમાં બીટા ગ્લુકન અને કંજુગેટેડ લાઇનોલિક એસિડ હોય છે જે એક એન્ટી કાર્સિનોજેનિક પ્રભાવ છોડે છે. તે કેન્સરના પ્રભાવને ઓછું કરે છે.

હૃદય રોગ

Advertisement

મશરૂમમાં હાઇ ન્યુટ્રિઅન્ટ્સ હોય છે માટે તે હૃદય માટે સારું છે. તેમાં કેટલાંક પ્રકારના એન્ઝાઇમ અને રેસા હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે.

ડાયાબીટિઝ

Advertisement
image soucre

મશરૂમ એ બધુ આપશે જે ડાયાબીટિઝના રોગીને જરૂરી હોય છે. તેમાં વિટામિન મિનરલ અને ફાઇબર હોય છે. સાથે તેમાં ફેટ, કાર્બોહાઇડ્રેટ અને શુગર પણ નથી હોતું જે ડાયાબીટિઝના રોગી માટે જીવલેણ હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version