Site icon Health Gujarat

પિરિયડ્સમાં વહેલા મોડું થવું સ્ત્રીની ચિંતામાં વધારો કરી નાખે છે – પણ તમારી આ સમસ્યા પાછળનું કારણ જાણી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો

સામાન્યરીતે, મહિલાઓને ચિંતા હોય એટલી ઓછી. ઓફિસની, ઘરની, બાળકોની, ફેમિલીની દરેકની ચિંતા કરતી સ્ત્રી શું પોતાના વિશે વિચારે છે ખરી? જી હા, વિચારે છે પણ ખાલી ને ખાલી એ સમયે જ્યારે તેને કોઇ શારિરીક સમસ્યા ઉભી થતી હોય છે. આમ તો એક મહિલાને પોતાનામાં ઝાંખવાનો સમય નથી મળતો પરંતુ જ્યારે એને ક્યારેક શારિરીક સમસ્યા ઉભી થાય છે ત્યારે એ પોતાના વિશે વિચારે છે અને ચિંતામાં મૂકાય છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે પીરિયડ્સ અચાનક બંધ થઇ જવા અથવા તો અનિયમિત આવવા એ સ્ત્રી માટે ચિંતાજનક હોય છે.

image source

પરંતુ મહિલાઓ ને પીરિયડ્સ નિયમિત રીતે આવે તો તેનું સ્વાસ્થ્ય સારું કહી શકાય. પરંતુ જો અનિયમિત પણે આવે તો તેના કારણો બહુ બધા હોઈ શકે છે એટલે કે જરૂરિયાત કરતા વજન વધારે હોવું એના માટે પણ મોડું આવી શકે છે. આની જોડે બીજા ખાસા કારણો છે જેમાં અનિયમિત આવે છે.

Advertisement

ખૂબ નાના ઉંમર અને મોટી ઉંમર માં પીરિયડ્સ માં થવું. કયારેક આ કારણ થી પણ અનિયમિતતા પેદા થાય છે. જો કે આ વાત સામાન્ય છે. અમુક સમય પછી નિયમિત થાય છે. તે ચિંતાજનક નથી.

image source

ઘણીવાર અત્યંત વજન કાતો મોટાપા પણ અનિયમિતતા નું મુખ્ય કારણ છે.ક્યારેક આ સમસ્યા થાઈરોઈડ ની પણ હોય શકે છે. પરંતુ આમાં ડોક્ટર ની સલાહ આવશ્યક છે.

Advertisement

આપણી દિનચર્યા અને ખાણી પીની ના બદલાવ ના કારણે પણ પીરિયડ્સ અનિયમિતતા પણું લાવી શકે છે.આવી સમસ્યા થી તમે તમારા ડાયેટ અને જીવનશૈલીમાં માં સુધારો કરી ને નિયમિત કરી શકો છો.

પીરિયડ્સ અનિયમિતતા નું કારણ પોલીસીસ્ટીક ઓવરી સિડ્રોમ હોઈ શકે છે. ઉપર બતાયા એ સિવાય બીજા જોવા મળે તો ડોક્ટર ને પાસે તપાસ કરાવો.

Advertisement
image source

અનિયમિતતા નું બીજું કારણ તણાવ અને જરૂરિયાત કરતા વધારે ઍક્સરસાઈઝ બની શકે જો તમે વધુ ઍક્સેસાઈઝ કરો છો અને શારીરિક કામ કરો છો તો ઓવરી એટલે કે અંડાશય માં આવરણ બને છે.જે તેનુ કારણ બની શકે.

પ્રેગનેન્સી દરમિયાન તો મહિલાઓ નવ મહિના પીરિયડ્સમાં નથી થતી. પરંતુ એના સિવાય પણ અનેક કારણો છે જેના કારણે માસિક અનિયમિત થાય છે અથવા તો અચાનક બંધ થઇ જાય છે.

Advertisement
image source

આ સિવાય જો ગર્ભાશયનો ટીબી હોય અથવા તો થાઇરોઇડના લીધે હોર્મોન્સમાં થયેલા ફેરફારનાં કારણે પણ પીરિયડ્સ મોડા આવી શકે છે. પરંતુ જો તમને લાંબા સમયથી આવી સમસ્યા હોય અથવા અન્ય કોઇ શારીરિક સમસ્યા હોય તો એના માટે તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

Advertisement
Advertisement
Exit mobile version