Site icon Health Gujarat

રાત્રે ઊંઘતા પહેલા દૂધમાં એડ કરો આ વસ્તુ, અને પીવો દરરોજ, અલ્સરથી લઇને આ અનેક રોગોમાંથી મળશે છૂટકારો

વર્તમાન સમયમાં ખોટા આહારને કારણે લોકોનું શરીર વધુને વધુ નબળું પડી રહ્યું છે,જેના કારણે તેમનામાં શારીરિક શક્તિ પણ ઓછી થઈ રહી છે.આવી સ્થિતિમાં લોકો તેમની શારીરિક શક્તિને પાછી લાવવા માટે મેડીકલમાં મળતી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરે છે,પરંતુ તેમને વધારે ફાયદો થતો નથી જેના કારણે તેઓ હતાશ થઈ જાય છે.આજે અમે તમને આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જો તમે સતત 7 દિવસ સુધી દૂધમાં નાખીને તેનું સેવન કરો છો,તો તમારી બધી શારીરિક નબળાઇ દૂર થઈ જશે અને તમને ઘોડા જેવી શક્તિ મળશે.

તે વસ્તુ શું છે ?

Advertisement

આપણે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે મુલેઠી.આયુર્વેદમાં મુલેઠીને એક ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે.મુલેઠી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે પુરુષોની શક્તિમાં પણ વધારો કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.મુલેઠી પ્રાચીન કાળથી વપરાતી ઔષધિ છે.

image source

સૌથી પેહલા તમારે મુલેઠીનો પાવડર બનાવવો પડશે અને તેને એક ડબ્બામાં પેક કરીને રાખવો પડશે.ત્યારબાદ દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી મુલેઠી પાવડર મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ.જો તમે સતત 7 દિવસ આ કરો છો તો તમારું શરીર બદલાવ લાવશે અને તમારું શરીર શક્તિશાળી અને મજબૂત બનશે.

Advertisement

સામાન્ય રીતે મુલેઠીનો ઉપયોગ સોપારીના પાનમાં થાય છે,પરંતુ મુલેઠી શરદી તથા ઉધરસ જેવી નાની બીમારીઓ તેમજ અન્ય ઘણી મોટી બીમારીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ મુલેઠીમાં કેલ્શિયમ,ગ્લાયસિરિક એસિડ,એન્ટીઓકિસડન્ટ,એન્ટીબાયોટીક,પ્રોટીન અને ચરબીના ગુણમાં સમૃદ્ધ છે.મુલેઠીનો ઉપયોગ સ્ત્રીઓની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે.

ત્વચા અને વાળ માટે

Advertisement
image soucre

મુલેઠી તમારા ખરતા વાળ દૂર કરે છે અને સાથે તે ત્વચાનો ગ્લો પણ વધારે છે.દૂધમાં મુલેઠીનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરવાથી વાળ મજબૂત થાય છે અને ત્વચાનો ગ્લો વધે છે.

પીરિયડ્સ દરમિયાન

Advertisement
image soucre

સ્ત્રીઓ મુળેઠીનું સેવન અનિયમિત સમયગાળા અથવા પીરિયડ્સ દરમિયાન થતી પીડાથી રાહત મેળવવા માટે કરી શકો છો.માસિક સ્રાવ દરમિયાન અતિશય રક્તસ્રાવ માટે તમારે 2 ચમચી મુલેઠી પાવડર,4 ગ્રામ સાકરને પાણીમાં નાખી તેનું સેવન કરવું કરવી જોઈએ.આનું સેવન કરવાથી તમારા સમયગાળામાં દુખાવો અને વધારે રક્તસ્રાવની સમસ્યા દૂર થાય છે.

હૃદયરોગની સમસ્યા દૂર કરે છે

Advertisement
image soucre

નિયમિતપણે મુળેઠીનું સેવન કરવાથી હ્રદય રોગ દૂર રાખી શકાય છે.આ માટે તમે 2 ગ્રામ મુલેઠી અને 2 ગ્રામ કુટકીનું ચૂર્ણ અને 4 ગ્રામ સાકરને પાણીમાં મિક્સ કરી તેનું સેવન કરો,પણ આ પીણું દરરોજ બે વારથી વધુ ન પીવું જોઈએ.જો તમને હૃદયરોગ સિવાય કોઈ બીમારી અથવા સમસ્યા છે,તો પણ આ પીણાંથી તમને ફાયદો મળશે.

સ્તનપાન કરાવતી મહિલાઓ માટે

Advertisement
image source

જો સગર્ભાવસ્થા પછી મહિલાઓને સ્તનમાં દૂધ પૂરતું ન મળી રહ્યું હોય તો આવી સ્થિતિમાં તમે મુળેઠીનું સેવન કરી શકો છો.આ માટે એક ગ્લાસ ગરમ દૂધમાં 2 ચમચી મુલેઠી પાવડર,3 ચમચી શતાવરીનો પાવડર અને 2 ગ્રામ સાકાર મિક્સ કરીને પીવો.આ સ્ત્રીના દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે અને બાળકને પૂરતા પ્રમાણમાં માતાનું દૂધ પ્રદાન કરે છે.

અલ્સરની સમસ્યા દૂર થાય છે

Advertisement
image source

જો તમને અલ્સરની સમસ્યા છો,તો દિવસમાં 2 થી 3 વાર ગરમ દૂધમાં મુલેઠી પાવડર નાખી આ પીણાંનું સેવન કરો.આ પીણાંથી અલ્સર જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version