Site icon Health Gujarat

માત્ર દૂધ જ નહિં, આ વસ્તુઓ ખાવાથી પણ દૂર થઇ જાય છે કેલ્શિયમની ઉણપ, જાણો તમે પણ

શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે.કેલ્શ્યિમ આપણા શરીર માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. આમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવાનું ટાળે છે. શરીરના લગભગ દરેક અંગો જેવા કે તંત્રિકા તંત્ર, માંસપેશી અને હૃદય સહિતના મહત્ત્વપૂર્ણ અંગો માટે કેલ્શ્યિમ જરૂરી છે. ઉપરાંત શરીરના હાડકા કેલ્શ્યિમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યિમની ખામી, જણાય તો વ્યક્તિ ચિંતા, તાણગ્રસ્ત, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે. આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ.

image source

કેલ્શિયમ શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ હાડકાઓને મજબૂત બનાવે છે. તે સિવાય આ બાળકોને શરૂઆતી વિકાસ અને માંસપેશિયોને મજબૂત બનાવવામાં પણ મદદગાર થાય છે. શરીરમાં કેલ્શિયમની ખામી થવા પર બોન્સ નબળા પડવા લાગે છે અને તેની ખામીથી નખ પણ નબળા થઈ જાય છે. તેની ખામી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. ડેરી ફૂડ્સ કેલ્શિયમના સારા સ્ત્રોત છે. તે સિવાય ઘણી અન્ય વસ્તુઓમાં પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જો તમે પણ કેલ્શિયમની ખામી સામે ઝઝૂમી રહ્યા છો તો, આ વસ્તુઓને પોતાની ડાયટમાં જરૂરથી સામેલ કરો.

Advertisement

વય અને જુથ પ્રમાણે કેલ્શ્યિમની માત્રા

image source

માનવશરીરની પોતાનતી અલગ અલગ ક્ષમતા અને જરૂરત હોય છે તેથી દરેક વય અને જુથ પ્રમાણે કેલ્શ્યિમની માત્રા શરીરને મળે એ જરૂરી છે.

Advertisement

નવજાત શિશુ: થી ૬ મહિના સુધી નવજાત શિશુને પ્રતિદિન નિયમિત રીતે ૨૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની જરૂર પડે છે.

૬ થી ૧૨ મહિના સુધી: આ સમયગાળા દરમિયાન શિશુને ૨૬૦ મિલીગ્રામ પ્રતદિન કેલ્શ્યિમની આવશ્યક્તા હોય છે.

Advertisement

૦૧ થી ૦૩ વર્ષના બાળકો માટે: આ ઉંમરમાં બાળકોને દરરોજ ૭૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમયુક્ત આહારનું સેવન કરાવવું જોઈએ.

૦૪ થી ૦૮ વર્ષના બાળકોને આ ગાળા દરમિયાન બાળકોએ ૧૦૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમનું પ્રતિદિન સેવન કરવું જોઈએ.

Advertisement

૦૯ થી ૧૮ વર્ષ સુધી આ વયમાં ૧૩૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની દૈનિક જરૂરિયાત રહે છે.

૧૯ થી ૫૦ વર્ષ સુધી આ વયના પુરુષોને અને મહિલાઓને ૧૦૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની આવશ્યક્તા રહે છે.

Advertisement

૫૧થી ૭૦ વર્ષ સુધી ૫૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને ૧૦૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમ જ્યારે મહિલાઓએને ૧૨૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની દરરોજ જરૂર પડે છે.

૭૧ થી વધુ ઉંમરના લોકો માટે ૭૦ થી વધુ વયના લોકોને લગભગ ૧૦૦૦ મિલીગ્રામ દૈનિક આધાર પર કેલશ્યિમની આવશ્યક્તા રહે છે.
કેલ્શ્યિમ યુક્ત આહારનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરનું હાડકા અને દાંત મજબૂત બને છે. શરીરના લગભગ ૯૯ ટકા કેલ્શ્યિમ દાતમાં જોવા મળે છે. બાકીનું કેલ્શ્યિમ રક્ત, માંસપેશી, અને અન્ય અંગોમાં જોવા મળે છે. ૨૦ થી ૨૫ વર્ષની વય સુધી કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે.

Advertisement

આંબળા

image source

આંબળામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ શરીરની ઈમ્યૂનિટી પાવરને વધારે છે. આંબળામાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ મળી આવે છે. જે શરીરને ઈંફેક્શનથી બચાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે.

Advertisement

કીવી

image source

કીવીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેમાં વિટામિન સીથી પણ મળી આવે છે. એવામાં કીવીના સેવનથી શરીરમાં કેલ્શિયમની ખામી દૂર થાય છે. સંતરામાં પણ કેલ્શિયમ મોટા પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી પણ મળી આવે છે.

Advertisement

ડ્રાઈ ફ્રૂટ્સ

image source

ડ્રાઈ ફ્રૂટ્સ શરીરમાં કેલ્શિયમની ખામીને દૂર કરે છે. સૂકી દ્રાક્ષ, કિસમિસ, બદામ, પિસ્તા, અખરોટ, તડબૂચના બીજમાં કેલ્શિયમ મળી આવે છે. તે સિવાય અડવાઈમ, જીરું, હીંગ, લવિંગ, ધાણા, કાળા મરીમાં પણ કેલ્શિયમ હોય છે.

Advertisement

લીલા શાકભાજી

image source

લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. તેથી કોબીજ, અડવીના પાન, મેથી, મૂળાના પાંદડા, ફુદીના, કોથમીર, કાકડી, સેમ ગવાર, ગાજર, ભીંડાને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.

Advertisement

દૂધથી બનેલી વસ્તુ

દૂધ તો દરેક લોકો વપરાશ કરે છે. આ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે સિવાય દૂધથી બનેલ બધા પદાર્થ, જેવા કે દહીં, છાસ, માખણ, ઘી, પનીર, ચીજ વગેરેમાં ભરપૂર કેલ્શિયમ મળી આવે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version