Site icon Health Gujarat

સાવધાન! જો તમને પણ વારંવાર દૂધ ગરમ કરવાની આદત હોય તો વાંચી લો એક વાર આ આર્ટિકલ અને જાણી લો તેનાથી થતા આ નુકસાન વિશે

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના નિષ્ણાતોનું કહેવું છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જોકે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી પેટના રોગોને આમંત્રણ મળે છે એટલે વચલો રસ્તો છે એક જ ઊભરો આવવા દેવો તેમ જ વારંવાર બૉઇલ ન કરવું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દૂધ ઘણુ લાભકારક છે. તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીરને પોષણ આપીને શક્તિ પ્રદાન કરે છે. પરંતુ દૂધને ગરમ કરતી વખતે મોટાભાગે આપણે એક ભૂલ કરી બેસીએ છીએ, જે બાદ દૂધ પીવાનો પૂરો ફાયદો શરીરને નથી મળતો. હકીકતમાં તમે મહિલાઓને ઘણીવાર કિચનમાં ઘણા સમય સુધી દૂઘ ગરમ કરતાં જોઇ હશે. દૂધમાં ઉભરો આવ્યા બાદ ગેસ ધીમો કરી દે છે અને ઘણીવાર સુધી દૂધને ઉકળવા દે છે. આવુ એટલા માટે કારણ કે આપણને બાળપણથી જ જણાવવામાં આવે છે કે દૂધને સારી રીતે ઉકાળવુ જોઇએ જેથી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ નષ્ટ થઇ જાય.

ના કરશો વારંવાર દૂધ ગરમ કરવાની ભૂલ

Advertisement
image source

આ ઉપરાંત મહિલાઓમાં દૂધને લાંબા સમય સુધી ઉકાળતા રહેવાનું એક કારણ એ પણ છે, કે તેનાથી દૂધમાં સારી મલાઇ થાય છે, જેની મદદથી તે ઘરમાં જ સરળતાથી ઘી બનાવી શકે છે. સાથે જ કેટલીક મહિલાઓને લાગે છે કે દૂધને વધુ સમય સુધી અને વધુ વખત ગરમ કરવાથી તેમાં પોષક તત્વોની વૃદ્ધિ થાય છે. પરંતુ જો તમે પણ આવુ જ કંઇક વિચારીને દરરોજ દૂધને ગરમ કરે અથવા તો દિવસમાં ઘણીવાર ઉકાળે તો તમે મોટી ભૂલ કરી રહ્યાં છો.

રિસર્ચમાં સામે આવી આ ચોંકાવનારી વાત

Advertisement
image source

હકીકતમાં તમામ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે દૂધને વધુ સમય સુધી ઉકાળવા અથવા તો અનેકવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. આવુ દૂધ પીવાથી તમને તેનો પૂરો ફાયદો નથી મળતો. દૂધ ઉકાળવાની સાચી રીત એ છે કે જ્યાં સુધી દૂધ આંચ પર રાખેલુ હોય, તેને ચમચીથી સતત હલાવતા રહો. તે બાદ દૂધમાં એક ઉભરો આવ્યા બાદ ગેસ બંધ કરી દો.દૂધને વારંવાર ગરમ કરવાની ભૂલ પણ ન કરો. જેટલીવાર તેને ઉકાળવામાં આવે છે, તેટલા જ વધુ તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. તેથી પ્રયાસ કરો કે તેને એકવાર જ ગરમ કરો. જરૂર પડે તો જ બેવાર કે તેથી વધુ વખત ગરમ કરો.

આ વાતો પણ રાખો યાદ

Advertisement
image source

જો તમે ભોજન બાદ દૂધ પીતા હોય તો અડધુ પેટ ભરાય એટલુ જ ભોજન કરો, નહીંતર પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે.

ડુંગળી અને રિંગણ સાથે ક્યારેય દૂધનું સેવન ન કરો. તેમાં રહેલા રસાયણ પરસ્પર પ્રક્રિયા કરીને ત્વચા સંબંધિત રોગ પેદા કરી શકે છે.

Advertisement

માછલી અથવા માંસની સાથે પણ ક્યારેય દૂધનું સેવન ન કરો. તેનાથી ત્વચા પર સફેદ ડાઘ અથવા લ્યૂકોડર્માની પરેશાની થઇ શકે છે.

ભોજન કર્યાના તરત બાદ ક્યારેય દૂધ ન પીવો. તેનાથી ભોજન પચવામાં સમય લાગે છે અને પેટમાં ભારેપણાની સમસ્યા થઇ શકે છે.

Advertisement

દૂધ ત્રણ મિનિટ ગરમ કરવું

image source

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા થયેલા એક સર્વેમાં બીજું નવું ગતકડું નીકળ્યું છે એ એ કે દૂધને ગરમ કરવું કે નહીં? ભેળસેળવાળા દૂધથી બચવા માટે કેટલીક મહિલાઓ વારંવાર દૂધને ગરમ કરે છે ને એનાથી દૂધનાં પોષકતત્વો નાશ પામે છે. આઇએમએના નિષ્ણાતોનું કહેવું છે કે દૂધને ત્રણ મિનિટથી વધુ ગરમ ન કરવું જોઈએ, નહીંતર એમાં રહેલાં વિટામિન્સ ઊડી જાય છે. બીજી તરફ દૂધમાં બૅક્ટેરિયાનો ગ્રોથ ખૂબ ઝડપથી થવાની શક્યતાઓ હોવાથી એને પ્રૉપર્લી ગરમ કર્યા વિના વાપરવું પાચનતંત્ર માટે નુકસાનકારક છે. આવા સમયે દૂધ ગરમ કરવું કે ન કરવું એ પણ એક દ્વિધા છે.

Advertisement

એક ગ્લાસ દૂધમાં રહેલાં પોષક તત્વો

• ૮ ગ્રામ પ્રોટીન અને ૧૧ ગ્રામ કાબોર્હાઇડ્રેટ

Advertisement

• ૧થી ૬ ગ્રામ ફેટ: એમાંથી ફેટ કેટલી દૂર કરવામાં આવી છે એના પર આધાર રહે છે

• ૦.૩ ગ્રામ કેલ્શિયમ: શરીરની જરૂરિયાતનો ૩૫ ટકા ડોઝ મળી જાય

Advertisement
image source

• વિટામિન બી-૨ : શરીરની જરૂરિયાતનો ૨૫ ટકા ડોઝ

• ૧૨૦ મિલિગ્રામ વિટામિન બી૧૨: શરીરની જરૂરિયાતનો ૩૦ ટકા ડોઝ

Advertisement

• વિટામિન ડી: શરીરની જરૂરિયાતનો ૨૫ ટકા ડોઝ

• વિટામિન એ: શરીરની જરૂરિયાતનો ૧૦ ટકા ડોઝ

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version