Site icon Health Gujarat

શરીરની ઈમ્યૂનિટી વધારવી હોય તો આજે જ શરૂ કરો ગરમ દૂધમાં ગોળ નાખીને પીવાનું

ગરમ દૂધ અને ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી પણ શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. મોટાભાગે લોકો સાદુ દૂધ પીવે છે અથવા તેમાં ખાંડ મિક્સ કરે છે. ખાસ કરીને શિયાળા દરમિયાન. તમને જણાવી દઈએ કે દૂધમાં જોવા મળતું કેલ્શિયમ અને પ્રોટીન આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી બાળકોનો વિકાસ અને હાડકા મજબૂત બને છે અને રોગો સામે લડવામાં પણ તે ખૂબ મદદગાર છે. શિયાળાની ઋતુમાં ગરમ દૂધમાં ખાંડની જગ્યાએ ગોળ પીવાથી તેના ગુણધર્મો વધુ વધી જાય છે. આજે અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવીશું.

ગરમ દૂધ અને ગોળના ફાયદા

Advertisement
image source

મહિલાઓને માસિક ધર્મમાં થતા દુખાવામાં રાહત મળે છે

મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળ નાખીને જરુર પીવું જોઈએ. ડોક્ટર હંમેશા ગર્ભવતી મહિલાઓને થાક અને વીકનેસ દૂર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે. જો ગર્ભવતી મહિલા રોજ ગોળ ખાય છે તો તેને એનીમિયા નથી થતું.

Advertisement

ઊંઘની સમસ્યાથી છુટકારો મળે છે

image source

જો તમને ઊંઘ ન આવાવની સમસ્યા હોય તો સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ નાખીને પીવું જોઈએ. આનાથી તમારી અનિદ્રાની બીમારી દૂર થઈ જશે. ગોળના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને દૂધ શરીરમાં ઉર્જા જાળવી રાખે છે. સાથે જ આનાથી શરીર રિલેક્સ થાય છે.

Advertisement

પાચનશક્તિ મજબૂત બને છે

image source

પાચનને લગતી સમસ્યાને દૂર કરવા માટે દૂધ અને ગોળ અત્યંત લાભકારક છે. દૂધ અને ગોળમાં રહેલા પોષક તત્વો પેટમાં ‘ગુડ બેક્ટેરિયા’ વધારવામાં મદદ કરે છે, જેનાથી પાચનની સમસ્યા નથી સર્જાતી. ગોળ પાચન તંત્રને બીમારીઓથી બચાવે છે. તો ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ નથી થવા દેતો અને ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે. તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે એક ટુકડો જરૂરથી ખાવો.

Advertisement

કેલ્શિયમ

image source

દૂધ અને ગોળ બન્નેમાં કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે. વધતી ઉંમર સાથે થતા સાંધાના દુખાવા અને હાડકાની લગતી બીમારીઓથી બચાવે છે. માટે રોજ ગોળનો નાનકડો ટુકડો આદુ સાથે મિક્સ કરીને ખાઓ અને ગરમ દૂધ પીઓ. આમ કરવાથી સાંધા મજબૂત થશે અને દુખાવો પણ દૂર થશે.

Advertisement

વજન ઘટાડવામાં ફાયદાકારક

image source

ગોળમાં પ્રોટીનના રુપમાં એનર્જી હોય છે અને દૂધ ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ગોળ મધ જેટલો જ ફાયદાકારક હોય છે. કારણકે ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી જ તૈયાર થાય છે, એટલે તે ખાંડથી સારો હોય છે.અને એટલે જ તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા દૂધ સાથે ગોળ ખાઓ તો સ્વાસ્થ્યને લાભ થઇ શકે છે અને વજન ચોક્કસ મર્યાદામાં રાખે છે.

Advertisement

અસ્થમામાં રાહત મળે છે

image source

ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અને કફને બહાર નિકાળવા માટે રોજ દૂધ અને ગોળ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે અને તમે ઈચ્છો તો ગોળ અને કાળા તલ મિલાવીને લાડુ બનાવીને દૂધ સાથે લઇ શકો છો.

Advertisement

લોહીના શુદ્ધિકરણ માટે

image source

ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે અને તે લોહીમાં રહેલા હિમ્ગ્લોબીન કાઉન્ટ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરમાં શકતી મળે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version