Site icon Health Gujarat

મહિલાઓના પીરીયડ મીસ થવા પાછળ આ બધા કારણ જવાબદાર હોઈ શકે છે.

આજકાલ સ્ત્રીઓ એ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે ઘણા એવા ઘણા તેના કામ હોય છે જેના લીધે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી અને તેના કારણે તેના શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એમાંથી એક સર્વસામાન્ય સમસ્યા છે માસિકધર્મની. ઘણી સ્ત્રીમિત્રો હોય છે જેમને માસિક મીસ થવાની તકલીફ હોય છે અને ઘણી મિત્રોને સતત ૧૦ દિવસ સુધી પણ માસિક આવતું હોય છે

image source

આજે અમે આ લેખમાં એ સ્ત્રીઓ માટે ઉપયોગી માહિતી જણાવીશું જેઓ વારંવાર પીરીયડ મીસ કરતી હોય છે. તમને એક વાત જણાવી દઈએ કે પીરીયડ મીસ થાય તો તેનો એક અર્થ થાય છે કે કદાચ મહિલા ગર્ભવતી બની હશે પણ ના દરેક સમયે આવું નથી હોતું. આવો જાણીએ શું બીજા કારણ હોય છે તેની પાછળ.

Advertisement

તણાવ એ બહુ મોટું કારણ હોય છે પીરીયડ મીસ થવા પાછળનું. જો તમે વધારે તણાવ લેતા હોવ છો તમારા હોર્મોન પર અસર પડે છે અને તેના કારણે પીરીયડમાં તકલીફ થતી હોય છે.

image source

પીરીયડ દરમિયાન મહિલાઓને ઘણીબધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે પણ સૌથી વધુ સમસ્યા એ અનિયમિત પીરીયડના કારણે થતી હોય છે. જો સમયસર પીરીયડ ના શરુ થાય તો મનમાં ઘણી બધી આશંકાઓ થતી હોય છે. તમને લાગવા જ લાગે છે કે શરીરમાં કશુક ઠીક નથી. સામાન્ય રીતે પીરીયડ મીસ થવા પાછળ પ્રેગનન્સીને જ મુખ્ય કારણ ગણવામાં આવે છે. પણ એવું નથી.

Advertisement
image source

પીરીયડમાં ગડબડ એ જયારે હોર્મોન્સમાં ફેરફાર થાય છે ત્યારે જ થતી હોય છે, પણ ઘણી મહિલાઓ એ પીરીયડ મીસ થવાનું કારણ એ પ્રેગનન્સી જ માની લેતી હોય છે. IVF એક્સપર્ટ ડોક્ટર જણાવે છે કે જો કોઈ મહિલાને ૩ મહિનાથી વધુ પોતાના પીરીયડ મીસ થાય તો તેને ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ સિવાય તમારા કામકાજ અને તમારી આસપાસના વાતાવરણને લીધે પણ પીરીયડમાં ફરક પડે છે. આવો જાણીએ તેના મુખ્ય કારણો.

image source

તણાવ : તણાવના કારણે પણ પીરીયડમાં ફરક પડતો હોય છે, જો તમે વધારે તણાવ લો છો તો તમારા હોર્મોન્સ પર અસર થશે અને પીરીયડમાં નિયમિતતા નહિ રહે.

Advertisement

શરીરનું બહુ ઓછું વજન : અનિયમિત માસિક માટે તમારા શરીરનું ઓછું વજન પણ એક મજબુત કારણ છે, જો તમારું વજન એ બહુ જ ઓછું છે તો પણ તમારું માસિક એ અનિયમિત થઇ શકે છે.

image source

વધારે પડતી કસરત : કસરત કરવી એ હંમેશા આપણા શરીર માટે ફાયદાકારક રહી છે પણ જરૂરતથી વધારે કસરત કરવી એ નુકશાન કારક છે તેનાથી તમારા હોર્મોન્સ પર અસર થાય છે અને તમારું માસિક અનિયમિત થઇ શકે છે.

Advertisement
image source

પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ : જીવનશૈલીમાં આવેલ બદલાવ એ આજકાલ મહિલાઓમાં Polycystic Ovary Syndromeનો શિકાર હોય છે. આનાથી મહિલાઓનું માસિક એ અનિયમિત થઇ શકે છે એટલું નહિ પણ તેનાથી અનેક બીમારીઓ પણ થાય છે અચાનક વજન વધવા લાગવું, વાળ ખરવા, ચહેરા પર ડાઘા અને ધબ્બા વગેરે જેવી તકલીફો થતી હોય છે.

આમ મહિલાઓના પીરીયડ મીસ થવા પાછળ આ બધા કારણ જવાબદાર હોઈ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version