Site icon Health Gujarat

મૂળા ખાવાથી કિડની થાય છે સ્વસ્થ, બીજા આ ફાયદાઓ વિશે જાણીને તમે પણ આજથી જ શરૂ કરી દેશો મૂળા ખાવાનું

શિયાળામાં મૂળા એ દરેકના રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કોઈને મૂળાના પરોઠા ભાવે છે, તો કોઈને મૂળાનું શાકભાજી ખાવાનું પસંદ છે. કેટલાક લોકો સલાડમાં કાચા મૂળાનું સેવન કરે છે. ઘણા લોકોને મૂળાનું અથાણું પણ ભાવે છે. તે જ સમયે એવા લોકો પણ છે જેઓ મૂળ દૂરથી જોવાનું પણ પસંદ કરતા નથી. જો તમે પણ તે જ લોકોમાંથી છો, તો જાણો મૂળાના ફાયદા.મૂળા શિયાળાની ઋતુ દરમિયાન ખુબ જ તાજા મળે છે જેથી નિયમિત તેનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. ઘણા લોકોને તો મૂળા એટલા ભાવે છે કે તેઓ ચાલતા-ચાલતા પણ કાકડી ટમેટાની જેમ મૂળાનું સેવન કરે છે. તો ચાલો જાણીએ મૂળાના સેવનથી થતા ફાયદાઓ જે જાણીને તમે આજથિ જ મૂળાનું સેવન ચાલુ કરી દેશો.

કિડનીને સ્વસ્થ રાખો

Advertisement
image source

તાજા મૂળા આપણી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી ઝેર દૂર કરવામાં પણ મદદ કરે છે અને તેથી તેને પ્રાકૃતિક ક્લીન્ઝર પણ કહેવામાં આવે છે. તે આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મૂળામાં ફાયબરની સારી માત્રા હોય છે,તેથી જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે તેઓએ તેમના આહારમાં મૂળાનું સેવન કરવું જ જોઈએ.

ભૂખ વધશે

Advertisement
image source

શિયાળામાં ભૂખ ન લાગવાની સમસ્યા સામાન્ય છે, જે લોકોને આ તકલીફ થાય છે, તેઓએ નિયમિત મૂળાનું સેવન કરવું જોઈએ. આ માટે તમે તમે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો. આ રસ પીવાથી તમારી ભૂખ વધશે અને તમને કોઈ પેટ સંબંધિત સમસ્યા હશે તો એ પણ દૂર થશે.

લીવરની સમસ્યા દૂર થશે

Advertisement
image source

જો તમને પેટમાં ભારેપણું લાગે છે તો મૂળાના રસમાં મીઠું નાખીને પીવો. આ તમને આરામ આપશે. જેમને લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો તેઓએ તેમના આહારમાં ચોક્કસપણે મૂળાનો સમાવેશ કરવો જોઇએ. તે તમારા લીવરને સ્વસ્થ રાખે છે.

હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક

Advertisement
image source

હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે મૂળા ખૂબ ફાયદાકારક છે. એન્ટિ-હાયપરટેન્સિવ ગુણધર્મ ધરાવતા મૂળા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં પોટેશિયમનો પૂરતો જથ્થો હોય છે, જે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમ રેશિયોનું સંતુલન જાળવે છે, જે બ્લડ પ્રેશર જાળવી રાખે છે અને જો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે દૂર કરે છે.

કમળાના રોગમાં મદદરૂપ છે

Advertisement
image source

મૂળા કમળાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. કમળાના દર્દીઓએ તેમના આહારમાં મૂળાનો સમાવેશ કરવો જોઇએ. રોજ સવારે એક તાજો કાચો મૂળો ખાવાથી કમળો મટે છે. તે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર તત્વો ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જે ડાયાબીટિઝની સમસ્યા દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version