Site icon Health Gujarat

નખ પર પડેલા પીળા, ભૂરા અને સફેદ નિશાન આપે છે બીમારીઓના સંકેત, જાણો તમે પણ

શુ કહે છે આપણા નખ પર પડેલા પીળા, ભૂરા અને સફેદ નિશાન? ચાલો જાણી લઈએ.

સામાન્ય રીતે તમે તમારા નખ પર ખાસ કરીને સ્ત્રીઓ નેલપોલીસ લગાવીને એને સુંદર બનાવવામાં જ રચ્યા પચ્યા રહેતા હશો. પણ તમારા આ નખ તમે ધારો છો એ કરતા કઈક વધારે જ તમને કહેવા માગે છે. જો શરીરની અંદર કોઈ ખરાબી થાય તો એ આપણને આપણા નખ દ્વારા સંકેત આપે છે. આ સ્થિતિમાં નખનો રંગ બદલાવવા લાગે છે. સાથે સાથે નખ નબળા બનીને તૂટવા લાગે છે. આ ઈશારાને હંમેશા લોકો અવગણી નાખતા હોય છે. પણ આના કારણે ઘણા રોગો થવાની સંભાવના વધી જાય છે. અને આવું શરીરમાં પોષકતત્વોની ઉણપના કારણે થાય છે.

Advertisement
IMAGE SOURCE

આજે અમે તમને એવી કેટલીક જાણકારી આપીશું જે તમને આ મહિને બ્યુટીપાર્લર તરફ નહિ પણ ડોકટરની સલાહ લેવા તરફ લઈ જશે.

પીળા નિશાન.

Advertisement
image source

નેલ પોલીસનો જરૂરતથી વધારે ઉપયોગ કરવાના કારણે ઘણી બધી છોકરીઓના નખ પીળા પડી જાય છે. પણ જો આ વાતને ગંભીરતાથી લેવામાં આવે તો આ એક ફંગલ ઇન્ફેક્શન કે સોરાયસીસના કારણે થાય છે. ક્યારેક જો નેલ પોલિશ લગાવ્યા વગર પણ નખનો રંગ પીળો થતો હોય તો એની પાછળનું કારણ લોહીની ઉણપ કે કમળો પણ હોઈ શકે છે.

ભૂરા કે રાખોડી રંગના નિશાન.

Advertisement
image source

આપના શરીરમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન ન પહોંચતો હોય તો નખનો રંગ બદલાઈને ભૂરો કે રાખોડી રંગનો થઈ જાય છે.

નબળા નખ.

Advertisement
image source

નખ એકદમ સૂકા થઈ જવા, નિશ્ચેત લાગવા, નબળા થઈ જવા કે જલ્દી તૂટી જવા વગેરે થાઇરોઇડ કે ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોઈ શકે છે. આ એક એવું ફંગસ છે જે ચામડી તેમજ મોઢા પર રેસિસ રૂપે જોવા મળે છે.

જાડા નખ.

Advertisement
image source

સામાન્ય રીતે ફંગલ ઇન્ફેક્શનના કારણે નખ જાડા થતા જાય છે. પણ જો આ તકલીફને ગંભીરતાથી લેવામાં આવે તો આ આર્થરાઈટીસ, ડાયાબિટીસ, ફેફસામાં ઇન્ફેક્શન, એગઝીમાં, સોરાયસીસ વગેરે હોવાના લક્ષણો પણ હોઈ શકે છે.

સફેદ નિશાન.

Advertisement
image source

નખ પર સફેદ રંગના ડાઘા જેનેટિકના કારણે કે પછી કેલ્શિયમની ઉણપના કારણે થાય છે. એ સિવાય આ નિશાન સાઇરોસીસ કે એગઝીમાંના લક્ષણો પણ હોઈ શકે છે.

સફેદ લાઇન.

Advertisement
image source

નખની ધારી પર સફેદ રંગની લીટીઓ પડવા લાગે તો એનો અર્થ લોહીમાં પ્રોટીન કે આયર્નની ઉણપ હોઈ શકે છે. એ સિવાય આ પોષક તત્વોની ઉણપને કારણે સ્ટ્રેસ કે લીવર સાથે સંકળાયેલી બીમારીઓના કારણ પણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version