Site icon Health Gujarat

નેઇલ પેન્ટ રિમૂવ કરવું છે પણ નથી મળતુ નેઇલ રિમૂવર? તો જલદી ફોલો કરો આ ટિપ્સ

ઘણી વખત તમે તમારા નખ પર નેઇલ પોલીશ કાઢવા માંગો છો,પરંતુ નેઇલ પોલિશ રીમુવર ઘરે ઉપલબ્ધ નથી.આવી સ્થિતિમાં ઘરની કેટલીક ચીજોની મદદથી તમે સરળતાથી તમારી નેઇલ પોલિશથી છૂટકારો મેળવી શકો છો.

કેટલું ખરાબ લાગે છે જ્યારે તમારે ક્યાંક જવું પડે અને તમે જે શોધી રહ્યાં છો તે તમને મળતું ન હોય.ખાસ કરીને તમે જયારે લગ્ન,પાર્ટી અથવા કોઈપણ પ્રસંગમાં જવા માટે તૈયાર થયા હોય અને તે જ સમયે તમે તમારી નેઇલ પોલિશ કાઢી અને તમારા ચોલી,સાડી અથવા તમારા કોઈપણ ડ્રેશને મેચ થાય તેવી નેઇલ પોલિશ કરવા માંગતા હોય અને તે જ સમયે તમને નેઇલ રિમૂવર ન મળે.આવી સ્થિતિમાં,તમારો મૂડ એકદમ ખરાબ થઈ જાય છે,કારણ કે પછી સમસ્યા એ છે કે નેઇલ પોલીશને નેઇલ પોલીશ રીમુવરને વગર કેવી રીતે દૂર કરવી. તમારી આ સમસ્યાના ઉકેલ આજે અને તમને જણાવીશું.આ સ્થિતિમાં,તમે ઘરે હાજર અન્ય કેટલીક ચીજોનો ઉપયોગ કરીને તમારા નખમાંથી નેઇલ પોલિશ દૂર કરી શકો છો.

Advertisement
image source

તમે ડોક્ટર સ્પીરીટને પણ રીમુવર તરીકે વાપરી શકો છો.તે એન્ટી બેક્ટેરિયલ છે.જો તમારા નખમાં કોઈ ચેપ લાગે છે,તો તેના માટે પણ સ્પીરીટ ખૂબ અસરકારક છે.ફક્ત રૂમ થોડું સ્પિરિટ લગાડો અને તે રૂને નાખ પર ઘસો.આ કરવાથી તમારી નેઇલ પોલિશ ફટાફટ દૂર થશે.

image source

તમે તમારા નખમાંથી નેઇલ પોલિશ દૂર માટે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.આ માટે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં થોડો સમય તમારા હાથ ડૂબાવો.પછી નખ પર રૂ અથવા કોઈપણ સુતરાઉ કાપડને ઘસો.આ ઉપાય તમારા નખમાંથી નેઇલ પોલીશ દૂર કરશે.

Advertisement
image source

આપણે બાળપણમાં નેઇલ પોલીશ ઉપર નેઇલ પોલીશ લગાડતા હતા,તે સમયે આ એક રમત હતી.પરંતુ હવે તમે તેનો ઉપયોગ તમારા નખમાંથી નેઇલ પોલિશ સાફ કરવા માટે કરી શકો છો.આ નેઇલ પોલિશ રીમુવર તરીકે જ કામ કરશે.આ માટે ફક્ત તમારા નખ પરની નેઇલ પોલિશ ઉપર બીજી નેઇલ પોલિશ લગાડો.આ તમારી જૂની નેઇલ પોલિશનો રંગ સરળતાથી દૂર કરશે.

image source

તમે આલ્કોહોલની મદદથી પણ તમારા નાખ પરની નેઇલ પોલિશને દૂર કરી શકો છો.આ માટે માત્ર રૂના ટુકડા પર આલ્કોહોલ લગાવો અને પછી તેને તમારા નખ પર ઘસો.આ નેઇલ પોલીશ ધીમે ધીમે દૂર કરશે અને તમારા નખ સાફ પણ કરશે.</p.
ઘણીવાર ઘરોમાં એપલ સાઇડર વિનેગર રાખવામાં આવે છે.એપલ સાઇડર વિનેગર દ્વારા તમે તમારા નખમાંથી નેઇલ પોલીશનો રંગ પણ કાઢી શકો છો.આ માટે તમે રૂના ટુકડામાં થોડું એપલ સાઇડર વિનેગર લો અને તેને ધીમે-ધીમે તમારા નાખ પર ઘસો.આ તમારી નેઇલ પોલીશ દૂર કરશે.

Advertisement
image source

લીંબુની મદદથી પણ તમે તમારા નખમાંથી નેઇલ પોલિશ કાઢી શકો છો.આ માટે વધુ કંઇ કરવાનું રહેશે નહીં,માત્ર થોડીવાર માટે તમે તમારી આંગળીઓને ગરમ પાણીમાં ડુબાડી રાખો.આ પછી,તમારા નખ પર લીંબુ ઘસો.તમારી નેઇલ પોલીશ સરળતાથી દૂર થઈ જશે.

image source

તમારા નખમાંથી નેઇલ પોલિશ દૂર કરવા માટે તમે નેઇલ પોલીશ રીમુવર તરીકે તમારા ઘરે રહેલી ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે તમારા નખ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને ત્યારબાદ તેને સુતરાઉ કાપડ અથવા ઋણી મદદથી સાફ કરો.આ ઉપાયથી તમારી નેઇલ પોલિશતોં દૂર થશે જ પણ તમારા નખ પણ સાફ થઈ જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version