Site icon Health Gujarat

નખને શાઇની અને મજબૂત કરવા હોય તો બસ એક જ વાર અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને મેળવો તરત રિઝલ્ટ

જો નખ મજબૂત અને ચમકદાર નહીં હોય,તો પછી ઘણાં મેકઅપ કર્યા પછી પણ તમારો દેખાવ અધૂરો જ રહેશે,તેથી તમારે નાખ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.તે જ સમયે આરોગ્ય સારું ન હોય તો પણ નખ નબળા અને પીળા થઈ જાય છે.તમે તમારા નખની સાળ-સંભાળ માટે પાર્લરમાં જાવ છો અને તમારા નખમાં મેનિક્યોર અને પેડિક્યોર કરવો છો,ત્યારબાદ થોડા દિવસો પછી તમારા નખ હતા એવા જ થઈ જાય છે.તેથી આજે અમે તમને ઘરેલુ ઉપાય વિશે જણાવી જઈ રહ્યા છે,જેની મદદથી તમને તમારા નખની સંભાળ રાખવામાં ખુબ જ મદદ મળશે.તો ચાલો નખની સંભાળ માટેના ઘરેલુ ઉપાય.

1. ઓલિવ ઓઇલ

Advertisement
image source

ઓલિવ ઓઇલના ફાયદા તમે જાણતા હશો.તે માત્ર રસોઈ માટે જ નહીં,પરંતુ તે ત્વચાની સંભાળમાં પણ અસરકારક છે.આ સિવાય નખ માટે પણ ઓલિવ તેલ ખૂબ જ સારું છે.તે નખમાં પોષણ આપે છે અને નખનો ગ્લો પણ વધારે છે.તમારી આંગળીઓ વડે નખ પર ઓલિવ તેલથી થોડી માલિશ કરો.તમને થોડા દિવસોમાં જ સારાપરિણામો મળશે.

2. માખણ

Advertisement
image source

માખણ ગરમ કર્યા પછી,તેની નખ પર થોડી માલિશ કરો.થોડીવાર પછી નવશેકા પાણીથી હાથ ધોઈ લો. દરરોજ આમ કરવાથી નખનો ગ્લો વધે છે.

3. બેબી ઓઇલ

Advertisement
image source

બેબી ઓઇલ ખૂબ જ સારા મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે.બેબી ઓઇલથી નખની નિયમિત માલિશ કરવાથી નખની ખોવાયેલી ચમક પછી આવે છે અને સુકાતા નખ પણ દૂર થાય છે.

4. પેટ્રોલિયમ જેલી

Advertisement
image source

પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવાથી નખનો ગ્લો વધે છે.સૂતા પહેલા દરરોજ રાત્રે નખ પર થોડી માત્રામાં પેટ્રોલિયમ જેલી લગાવો.આ શુષ્કતા ઘટાડશે તેમજ તમારા નખ મજબૂત બનાવશે.

5. વિટામિન ઇ

Advertisement
image source

વિટામિન ઇ ધરાવતી દરેક વસ્તુ નખ માટે ખૂબ જ સારી છે.આ સિવાય વિટામિન ઇથી ભરપુર આહાર લેવાથી નખના સ્વાસ્થ્યમાં પણ મદદ મળે છે.

6.દૂધનો ઉપયોગ કરો

Advertisement
image source

એક બાઉલમાં દૂધ લો અને તેમાં તમારા નખ 5 મિનિટ ડુબાડી દો.દરરોજ આ ઉપાય કરવાથી તમારા નખ મજબૂત અને ચમકદાર થશે.

7. નાળિયેર તેલ

Advertisement
image source

શિયાળામાં નખની આસપાસની ચામડી ઘણીવાર ઉતરવાનું શરૂ કરે છે,જેથી નખમાં સોજા અને દુખાવો પણ થાય છે.આ સમયમાં તમારા નખ પર નાળિયેર તેલ લગાવો અને તેને આખી રાત રહેવા દો.આ ઉપાય કરવાથી નખની આસપાસની ત્વચા નીકળશે નહીં અને સોજો અને દુખાવો પણ દૂર થઈ જશે.ઉપરાંત,નખ પર પણ તેલથી માલિશ કરો.આ નખને પહેલાં કરતાં વધુ મજબૂત અને ચમકદાર બનાવશે.

8.લીંબુ

Advertisement
image source

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે,જે નખ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.લીંબુનો ઉપયોગ નખ પર કરવાથી નખ એકદમ સાફ રહે છે અને નખ ચમકદાર પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version