Site icon Health Gujarat

તમારી નખ ચાવવાની ટેવ તમને બનાવી શકે છે જીવલેણ બીમારીનો શિકાર, જાણો અને છોડો આ આદત

મિત્રો, આપણે બાળપણથી જ આ બાબત વિશે ઘણીવાર સાંભળતા આવ્યા છીએ કે, મોઢાથી નખ કતરવાની આ ટેવ ખુબ જ ખરાબ છે. આવુ ક્યારેય પણ ના કરવુ જોઇએ. શું તમને ખ્યાલ છે કે, નખ કાતરવાની આ ખરાબ આદતથી તમારે અનેકવિધ ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

image socure

આ વિશે તો ભાગ્યે જ કોઇ જાણતુ હશે કે, મોઢાથી નાખ કાતરવાના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે અને આ ટેવના કારણે આપણે અનેકવિધ ગંભીર પરિણામોનો પણ સામનો કરવો પડે છે તો ચાલો આજે જાણીએ આ ખરાબ પરિણામો વિશે.

Advertisement

ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ ઉદ્ભવે :

image socure

તમારી આ આદતના કારણે તમને ત્વચા સાથે સંકળાયેલ ચેપની સમસ્યા થવાનુ જોખમ વધી જાય છે. તમારી ત્વચા એકદમ રતાશ પડતી બની જાય છે અને તમારી ત્વચામા સોજા પણ આવી જાય છે. આ આદતના કારણે તમને બેક્ટરિયલ ઇન્ફેકશન પણ થઇ શકે છે.

Advertisement

સાંધા સાથે સંકળાયેલ સમસ્યાઓ ઉદ્ભવે :

image socure

તમારી આ આદત સંધિવાની સમસ્યા થવા માટે પણ જવાબદાર સાબિત થઇ શકે છે. આ આદત તમને આર્થરાઈટીસની સમસ્યાનો શિકાર પણ બનાવી શકે છે, જેનુ નિદાન સરળ નથી તથા તેનો દુઃખાવો આજીવન રહે છે.

Advertisement

નખ પર પણ દેખાય છે ખરાબ પ્રભાવ :

image socure

નખ ચાવવાની આ આદતને ક્રાનિક હેબિટ તરીકે પણ ઓળખવામા આવે છે. તેના કારણે નખની અંદરના ટિશ્યૂ ખરાબ થઇ જાય છે અને નખ વધતા પણ અટકી જાય છે.

Advertisement

દાંતને પણ પહોંચે છે હાની :

image socure

તમારી આ આદતના કારણે તમારા દાંત પણ નબળા પડી શકે છે અને તૂટી પણ શકે છે. તેના પર જિદ્દી ડાઘ પણ જામી જાય છે અને તમારી દાંતની રચનાને પણ સારી એવી અસર પહોંચી શકે છે. તમારા દાંત એકદમ વાંકાચૂકા બની જાય છે અને પેઢામા સોજા પણ ચડી જાય છે.

Advertisement

પાચનમા પણ થાય છે સમસ્યા :

image soucre

આ આદતના કારણે આપણે પેટ સાથે સંકળાયેલ સમસ્યાનો શિકાર પણ બની શકીએ છીએ. આ ટેવના કારણે તમારે પેટદર્દ અને ડાયરિયા જેવી સમસ્યાઓનુ ભોગ પણ બનવુ પડે છે. અમુક લોકો નિર્ણય ના લઇ શકવાની સ્થિતિમા અથવા તો ટેન્શનના કારણે પણ મોઢેથી નખ કતરતા જોવા મળે છે. આ આદત એક નહી પણ અનેકવિધ બીમારીઓને નોતરે છે, તેથી આ આદતને શક્ય તેટલી વહેલી છોડી દેવી આપણા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version