Site icon Health Gujarat

રોજ 10 મિનિટ સુધી કરો આ પશ્ચિમ નમસ્કાર, હેલ્થ રહેશે બેસ્ટ

જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરો છો તો તમારી માંસપેશીઓમાં દર્દ રહે તે શક્ય છે. આ સિવાય તમને પીઠમાં દર્દની સમસ્યા પણ થઈ શકે છે. એવામાં જો તમે વર્કઆઉટ નથી કરી શકતા તો તમારા માટે આ આસન ઉપયોગી સાબિત થઈ શકે છે. તેનાથી તમને અનેક પ્રકારના દુઃખાવવામાં રાહત મળી શકે છે. તો જાણો કઈ સરળ રીતે તમે આ આસન ઘરે જ કરી શકશો.

આ રીતે કરો પશ્ચિમ નમસ્કાર આસન

Advertisement
image source

તમે આ આસનને ઉભા રહીને કે બેસીને પણ કરી શકો છો. આ માટે તમારે બંને હાથને પાછળની તરફ લઈ જવાના છે અને બંને હાથને જોડીને પ્રાર્થના કરવાની અવસ્થામાં આવે તેવા રાખવાના છે. આ અવસ્થામાં તમે ઓછામાં ઓછા 30 સેકંડ સુધી રહો. આ પછી તેને ફરીથી 2-3 વાર કરો.

તાડાસનથી કરો શરૂઆત.

Advertisement
image source

તમે તમારા ખભાને ઢીલા રાખો અને ઘૂંટણને થોડા વાળી લો. તમારી ભૂજાઓને પાછળ કરો અને આંગળીઓને નીચેની તરફ રાખીને હથેળીને જોડો. શ્વાસ ભરતા જાઓ અને સાથે આંગળીઓને કરોડરજ્જૂની ઉપર તરફ વાળતા જાઓ. ધ્યાન રાખો કે તમારી હથેળીઓ એક મેકને સારી રીતે અડેલી હોય અને સાથે ઘૂટણ થોડા વળેલા હોય. આ આસનમાં થોડી વાર રહો અને પછી શ્વાસ લો. શ્વાસ છોડતી સમયે આંગળીઓને નીચેની તરફ લઈ આવો. હવે ભૂજાઓને પોતાની સહજ અવસ્થામાં લઈ આવો અને તાડાસનની સ્થિતિમાં પરત આવો.

image source

પશ્ચિમ શબ્દનો અર્થ થાય છે પાછળનો બરડાનો ભાગ. શરીરના પાછળના ભાગને ખેંચવું તેને પશ્ચિમોત્તાનાસન કહે છે. આ આસનમાં શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ તથા આ આસનની સિદ્ધિ થતાં પ્રાણ પશ્ચિમવાહી એટલે કે સુષુમ્ણામાં વહન થતો હોઈ આ આસનને પશ્ચિમોત્તાનાસન કહે છે.

Advertisement

આસન કરતી સમયે રાખઓ આ વાતનું ખાસ ધ્યાન

image source

આ આસન કરતાં કોઈ પ્રકારની ઉતાવળ કરશો નહીં. આ સાથે ભૂલથી પણ પગને ઘઊંટણથી વાળશો નહીં. વધારે સમય સુધી શઅવાસ રોકી ન રાખવો. ફક્ત એક કામ કરો કે મનને કેન્દ્રિત કરો.

Advertisement

મળશે આ ખાસ લાભ

image source

પેટી નસોને વેગ મળે છે અને ખૂલીને શ્વાસ લેવાનું સરળ બને છે. પીઠની ઉપરના ભાગમાં ખેંચાણ આવે છે અને સાથે જ ખભાના સ્નાયુઓ અને છાતીની માંસપેશીઓમાં પણ ખેંચાણ અનુભવાય છે આ આસન કરવાથી મનને શાંતિ મળે છે. કરોડના મણકાને કસરત મળે છે. પાચનશક્તિમાં વધારો થાય છે અને વધારાનો શરીરનો ગેસ ઝડપથી બહાર નીકળી જાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version