Site icon Health Gujarat

આજે જ જાણી લો નસોમાં આવતી નબળાઈ પાછળના કારણો, લક્ષણો અને તેના ઉપાય વિશે

આપણી અવ્યવસ્થિત અને અનિયંત્રિત લાઇફસ્ટાઈલની નકારાત્મક અસર કોઈ પણ સ્વરૂપે આપણી સામે આવી શકે છે. નસોની નબળાઈ પણ તેમાંની જ એક છે. શરીરની નસોમાં નબળાઈ તંત્રિકા સંબંધિત વિકાર છે, જેની પાછળ કેટલાએ કારણો જવાબદાર હોઈ શકે છે. તે વિષે આજે અમે તમારી સમક્ષ વિસ્તૃત ચર્ચા કરીશું. આ વિકાર ગંભીર એટલા માટે છે કારણ કે આ કોઈ માનસિક અને શારીરિક તકલીફનું કારણ બની શકે છે. જો યોગ્ય સમયે તેના પર ધ્યાન આપવામા આવે, તેને ઓળખવામાં ન આવે તેનો ઉપચાર કરવામાં ન આવે તો આગળ જતાં તે ઘાતક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણી નસોમાં આવેલી નબળાઈ પાછળના કારણો, તેના લક્ષણો અને તેના માટેના ઉપાયો વિષે.

તો ચાલો જાણીએ નસોમાં આવતી નબળાઈઓ વિષે કે તે શું છે ?

Advertisement
image source

નસોમાની નબળાઈને મેડિકલ ટર્મમાં ન્યૂરોપેથીનું નામ આપવામા આવ્યું છે. હવે જ્યારે વાત સંપૂર્ણ શરીરની નસોની નબળાઈની થઈ રીહ છે તો તેના માટે મેડિકલ ટર્મ તરીકે પેરિફેરલ ન્યૂરોપેથી કહેવાય છે. જો તમને એ પ્રશ્ન થતો હોય કે નસોની નબળાઈ એટલે શું ? તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે નસ શરીરમાં કોઈ કમ્પ્યુટર કે વયારસની રીતે કામ કરે છે જે શરીરની વિવિધ ક્રિયાઓ કરવા માટે મગજ સુધી સંદેશ પહોંચાડે છે. જ્યારે કોઈ કારણસર આ નસ મગજ સુધી સંદેશ પહોંચાડવામાં નિષ્ફળ જાય છે તો તેને તમે નેસોની નબળાઈ તરીકે ઓળખી શકો છો.

જેમ કે કમ્પ્યુટરમાં લાગેલો કોઈ વાયર તૂટી જાય અને તેના કારણે કમ્પ્યુટર યોગ્ય રીતે કામ કરતું બંધ થઈ જાય. આ વિકાર શરીરના એક કે પછી કેટલાએ ભાગોને પ્રભાવિત કરીને નસોને નબળી બનાવી શકે છે. જો કે કેટલાક લોકોમાં આ સમસ્યા અસ્થાઈ હોઈ શકે છે જ્યારે કેટલાક લોકોને તેનો આખું જીવન સામનો કરવો પડે છે.

Advertisement

નસોની નબળાઈ પાછળના કારણો

કોઈ દુર્ઘટનાના કારણે શરીર પર થયેલી ઇજાના કારણે નસમાં સોજો આવવો કે તેને કોઈ નુકસાન પહોંચવાથી.

Advertisement

કોઈ સંક્રામક બીમારીના કારણે, જેની સીધી જ અસર નસોની કાર્યક્ષમતા પર થતી હોય.

ઓટોઇમ્યૂન ડિસિઝના કારણે, જેમાં ભૂલથી પ્રતિરોધક તંત્ર પોતાના જ ટિશ્યૂને નષ્ટ કરવા લાગે છે.

Advertisement

વધારે પડતું મદ્યપાન કરવાથી કે પછી પોષક તત્ત્વોની ઉણપથી આ સ્થિતિ ઉભી થાય છે.

કિડની અને લિવર સાથે સંબંધિત વિકારના કારણે શરીરમાં બનનારા ઝેરી પદાર્થ નસોમાં ઘાતક અસર કરી શકે છે.

Advertisement

કેન્સરની સારવાર માટે કીમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતી દવાના કારણે પણ આ સમસ્યા ઉભી થઈ શકે છે.

image source

ટ્યૂમર કે કેન્સર જેવી ઘાતક બિમારીના કારણે.

Advertisement

ક્યારેક ક્યારેક શરીરમાં હોર્મોન અસંતુલનની સ્થિતિમાં નસમાં નબળાઈનું કારણ બની શકે છે.

ડાયાબિટીસની સમસ્યાના કારણે નસમાં ઉભી થતી ક્ષતિ.

Advertisement

હાઇ બ્લડ પ્રેશર અથવા આર્ટરી વોલની અંદર ચરબી જમા થવાથી.

નસોમાં આવતી નબળાઈના લક્ષણો

Advertisement

નસોમાં કોઈ હલચલનો અનુભવ ન થવો.

અસરગ્રસ્ત ભાગમાં વધારે પડતી પીડા થવી કે મચકોડ આવવી.

Advertisement

નસમાં તાણનો અનુભવ થવો.

image source

અનિયંત્રિત બ્લડ પ્રેશર રહેવું.

Advertisement

વધારે પડતી ગરમી લાગવી.

વધારે પડતો પરસેવો આવવો

Advertisement

જ્ઞાન સંબંધિત સમસ્યાઓ (કોગ્નીટીવ પ્રોબ્લેમ્સ)

સ્પર્શના અનુભવની શક્તિ નબળી પડવી.

Advertisement

પેટ સાથે સંબંધિત કોઈ વિકાર થવો.

હાથ પગમાં અસંવેદનશીલતા આવવી.

Advertisement

નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલા રોગોની યાદી

મસ્કુલર ડિસ્ટ્રોફી – તેમાં બાળપણથી આખા શરીરની નસો ધીમે-ધીમે નબળી થવા લાગે છે.

Advertisement

હિંટિંગટન ડિસિઝ – તેમાં મગજમાં સ્થિત નર્વ સેલ ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.

એપિલેપ્સી – ખેંચ આવવી – મગજની નસમાં ખામી કે નબળાઈના કારણે ઝાટકાના દોરા પડવા.

Advertisement

કરોડરજ્જુ અથવા તો મગજના ભાગમાં ઇજા થવી – કોઈ દુર્ઘટનામાં આ સ્થિતિ ઉભી થઈ શકે છે.

મેનિનગિટિસ – કોઈ સંક્રમણના કારણે મગજ કે કરોડરજ્જુના બહારના લેયરમાં સોજો આવવો.

Advertisement
image source

બ્રેઇન ટ્યૂમર – કેન્સર કે વગર કેન્સર યુક્ત કોશિકાઓની મગજમાં અસામાન્ય વૃદ્ધિ થવી.

સ્ટ્રોક- બ્રેઇન ટિશ્યૂના ભાગ પર બ્લડ ક્લોટ્સ બનવાતી સ્ટ્રોકની સ્થિતિ ઉભી થાય છે.

Advertisement

અલ્ઝાઇમર ડિસીઝ – મગજ સાથે સંબંધિત એક વિકાસ જેમાં વ્યક્તિની યાદશક્તિ ધીમે ધીમે નબળી પડવા લાગે છે.

પાર્કિન્સન્સ ડિસિઝ – તેમાં મસ્તિષ્કની કેટલીક નસોને ધીમે-ધીમે નુકસાન થાય છે. તેમાં નસોની નબળાઈના કારણે દર્દીને તેનાથી અસરગ્રસ્ત અંગોમાં ઝાટકા અનુભવાય છે.

Advertisement

નસોની નબળાઈને દૂર કરવાના કૂદરતી ઉપાયો

આયુર્વેદિક ઓઇલ મસાજ

Advertisement
image source

નબળી નસોનો આયુર્વેદિક ઉપાય આયુર્વેદિક ઓઇલ મસાજ દ્વારા કરી શકાય છે. આ વાતની પુષ્ટિ બે સંશોધનોમાં થાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લેવેન્ડર ઓઇલમાં પીડા નિવારણ ગુણો હાજર છે. આ ગુણના કારણેમે લેવેન્ડર ઓઇલ નસોમાંની નબળાઈ પીડાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તો બીજા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એસેંશિયલ ઓઇલથી કરવામા આવતી એરોમાથેરાપી મસાજ દ્વારા નસોની નબળાઈ તેમજ પિડાની સમસ્યામાં થોડી રાહત મેળવી શકાય છે. આ સમસ્યા માટે રોઝમેરી, જિરેનિયમ, લેવેંડર, યુકેલિપ્ટિસ અને કેમોમાઇલ એસેંશિયલ ઓઇલ લાભ પહોંચાડે છે.

એપ્સમ સોલ્ટ

Advertisement

નર્વસ સિસ્ટમની બિમારી માટે એપ્સમ સોલ્ટનો ઉપયોગ કરી શકાય છે. તંત્રિકા તંત્ર સંબંધિત એક સંશોધનમાં એપ્સમ સોલ્ટ એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટને કેટલાએ ન્યૂરોલોજિકલ ડિસિઝમાં ઉપયોગી માનવામાં આવ્યું છે. તેમાં ખેંચ, પાર્કિન્સન્સ રોગ, અલ્ઝાઇમર અને સ્ટ્રોક જેવી સ્થિતિઓનો પણ સમાવેશ થાય છે. તેના માટે એપ્સમ સોલ્ટનો ન્યૂરોપ્રોટેક્ટિવ ગુણ મદદરૂપ બને છે. જો કે ડોક્ટરની સલાહ બાદ એપ્સમ સોલ્ટનું સપ્લીમેન્ટ લેવું જોઈએ.

સૂર્ય પ્રકાશ

Advertisement
image source

નસમાં આવેલી નબળાઈથી રાહત મેળવવા માટે રોજ કેટલોક સમય તડકામાં બેસી શકાય છે. નસની નબળાઈ વિટામિન-ડીની ઉણપના કારણે પણ હોઈ શકે છે. તેની સાથે જોડાયેલી શોધમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વિટામિન ડીની ઉણપ પાર્કિન્સન્સ રોગનું જોખમ ઉભુ કરી શકે છે. સૂર્ય પ્રકાર વિટામિન ડીનો એક મોટો સ્રોત છે. જે શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. જો કે બપોરે લાંબા સમય સુધી તડકામાં ન રહેવું જોઈએ, કારણ કે તેનાથી સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થાય છે.

વોટર થેરાપી

Advertisement

વોટર થેરાપીને એક્વેટિક થેરાપી પણ કહે છે. તેની સાથે સંબંધિત એક શોધમાં તંત્રિકા તંત્ર સાથે સંબંધિત વિકારથી પિડિત દર્દીઓ માટે લાભપ્રદ માનવામાં આવે છે. સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલીકવાર પાણીમા રહીને આરામ કરવાથી કે પછી કેટલાક વ્યાયામ કરવાથી નસની નબળાઈની સમસ્યામા રાહત મળે છે.

અશ્વગંધા

Advertisement
image source

અશ્વગંધાના ઉપોયગથી નબળી નસોનો આયુર્વેદિક ઉપાય શક્ય છે. એક આફ્રિકન જર્નલ પ્રમાણે અશ્વગંધાને નર્વાઇન ટોનિક માનવામાં આવે છે. તેની સાથે જ સંશોધનમાં એ પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે ન્યૂરોપ્રોટેક્ટિવ ગુણ તેમાં સમાયેલા હો છે. તે ગુણ નસોને રોગમાં રાહત આપવાનું કામ કરી શકે છે.

નસોમાં આવેલી નબળાઈ માટે ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ ?

Advertisement

નસોમાં પિડા કે અસંવેદનશીલતા જેવા કોઈ લક્ષણ દેખાય, જેના વિષે તમને આગળ જણાવવામાં આવ્યું. આ લક્ષણો જો તમારા શરીરમા દેખાય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈ જેથી કરીને તમારા શરીરની નસોમાં આવેલી નબળાઈની સારવાર શરૂ થાય.

નસોની નબળાઈ દૂર કરવા માટે જૂરરૂ ખાદ્ય પદાર્થ

Advertisement

વિટામિન

નસોની નબળાઈથી છૂટકારો મેળવવા માટે વિટામિન બી અને ડીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ ભોજન કરોડરજ્જુ અને મસ્તિષ્કને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. વિટામિન બી-12, ફોલેટ અને ડી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી સમૃદ્ધ હોય છે, જે શરીરની અંદરના સોજાને ઘટાડવાનું કામ કરે છે. સાથે સાથે કેન્દ્રીય તંત્રિકા તંત્રથી સંબંધિત વિકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ વિટામિન્સનું પ્રમાણ વધારવા માટે તમે માછલી, રોટલી, આખા અનાજ, શાકભાજી, બ્રાઉન રાઇસ, પનીર અને ઇંડાની જરદીને તમારા ડાયેટમાં ઉમેરી શકો છો.

Advertisement

ઓમેગા-3 ફેટી એસિડ

image source

ઓમેગા 3 ફેટી એસિડ પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડ હોય છે, જે તંત્રિકા તંત્ર માટે કોઈ વરદાનથી ઓછું નથી હોતું. આ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી સમૃદ્ધ હોય છે અને નબળી તેમજ ક્ષતિગ્રસ્ત નસોના કારણે નસોની વિવિધ બીમારીઓનો ઉપચાર કરવામાં મદદ કરી શકે છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે મેકેરલ, સીપ, સાર્ડિન,સેલ્મન અને ટૂના જેવા સી ફૂડ્સનું સેવન કરી શકો છો. આ ઉપારંત ડેક્ટરની સલાહથી તમે ઓમેગા-3 ફેટી એસિડના સપ્લીમેન્ટને પણ લઈ શકો છો.

Advertisement

મેગ્નેશિયમ

સ્વસ્થ નર્વસ સિસ્ટમ માટે મેગ્નેશિયમ મહત્ત્વનું પોષક તત્વ છે. તે નસની સાથે સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. સાથે સાથે હાડકા માટે જરૂરી કેલ્શિયમને પણ પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તંત્રિકા તંત્રને આરામ આપવા માટે પણ તેને ઉપોયગી માનવામાં આવે છે. શરીરમા મેગ્નેશિયમનુ પ્રમાણ વધારવા માટે તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, કેળા અને દહીં જેવા મેગ્નેશિયમ યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.

Advertisement

ગ્રીન ટી

image source

એક ગ્રી ટી બેગ ને તમારે એક કપ ગરમ પાણીમાં 5-10 મિનિટ ડીપ કરી રાખવી. તે થોડી ઠંડી થાય એટલે તેમાં તમારા સ્વાદ પ્રમાણે તેમાં મધ ઉમેરવું અને તેને ચૂસ્કી લઈ લઈને શાંતિથી પીવી. આ ગ્રીન ટી તમે રોજ ત્રણવાર પી શકો છો.

Advertisement

ગ્રીન ટીના અઢળક લાભ છે. તે સ્વસ્થ તંત્રિકા તંત્રને વધારે છે. તેમાં એલ-થીનિન નામનું એક તત્ત્વ હોય છે, જે મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ માનવામાં આવે છે. તે ઉપરાંત, ગ્રીન ટી અસંવેદનશીલે સંબંધિત તંત્રિકા સાથે જોડાયેલા વિકારો પર સકારાત્મક અસર કરે છે.
નસોની નબળાઈથી રાહત મેળવવા માટેના ચોક્કસ વ્યાયામ

યોગ – ડોક્ટરની સલાહથી યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમે સર્વહિત આસન, શશાંકાસન અને ખાટૂ પ્રણામનો અભ્યાસ કરી શકો છો.
બ્રિધિંગ એક્સરસાઇઝ – રોજ બેથી ત્રણ વાર બ્રિધિંગ એક્સરસાઇઝ જેમ કે પ્રાણાયામ તમે કરી શકો છો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધીમી ગતિએ કરવામાં આવેલી બ્રીધિંગ એક્સરસાઇઝ ઓટોનોમિક ફંક્શન એટલે કે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલા કામમાં સુધારો કરવાનું કામ કરે છે.
ખુલ્લા પગે ચાલવું – રોજ સવારે કે સાંજે થોડા સમય માટે ખુલ્લા પગે ચાલી શકાય છે. ખુલ્લા પગે ચાલવાથી કેટલીક હદ સુધી નર્વસ સિસ્ટમને આરામ મળી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version