Site icon Health Gujarat

શું તમે જાણો છો હવે લીમડો કોરોનાને નિયંત્રિત કરશે? જાણો આ વિશે વધુમાં તમે પણ

લીમડો એક ભારતીય જડીબુટ્ટી છે.કુદરતી ચિકિત્સાની દુનિયામાં લીમડાના મહત્વને જોતા આ છોડને ભારત દ્વારા પેટન્ટ પણ આપવામાં આવ્યું છે.લોહી,પાચન અને ત્વચાના ઘણા અસાધ્ય રોગો લીમડાના ઉપચાર દ્વારા મટાડી શકાય છે.આ સાથે,લીમડો એ સામાન્ય તાવ,દાદર,ખંજવાળ,મચ્છર કરડવાથી થતા રોગ,ફંગલ ચેપ અને લાંબા સમય સુધી રહેલા ઘાને મટાડવામાં ખૂબ અસરકારક છોડ છે.

image source

આયુર્વેદ પણ કોરોનાને હરાવવા સ્પર્ધામાં કૂદી ગયું છે.કોરોનાને દૂર કરવા માટે લીમડાના કેપ્સ્યુલ્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.જો બધું બરાબર રહ્યું,તો દરેક ઘરમાંથી મળતો લીમડો કોરોના નાબૂદ માટે સરળ ઉપાય સાબિત થઈ શકે છે.

Advertisement
image source

લીમડો એ જૂની આયુર્વેદિક દવા છે.ચામડીના રોગોથી લઈને દાંત અને હાડકા સુધીની સમસ્યાઓના ઉપચારમાં લીમડો ફાયદાકારક માનવામાં આવે છે.લીમડો સામાન્ય ફ્લૂ અને વાયરલથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે.પરંતુ કોવિડ -19 પર લીમડાની કેટલી અસર પડે છે,આ અસર કેવી રીતે વધારી શકાય છે,ક્યાં રોગ પર અને ક્યાં દર્દીઓ પર લીમડો વધુ અસરકારક રહેશે.જો કે ભારતીય ડોકટરોની ટીમ આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો શોધવામાં વ્યસ્ત છે.આ માટે એક ભારતીય ફાર્મા કંપની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાથે મળીને કામ કરી રહી છે.

image source

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ) ના સહયોગથી આયુર્વેદ કંપની નિસર્ગ બાયોટેક લીમડાના કેપ્સ્યુલ્સ પર સંશોધન કરી રહી છે.ઓગસ્ટના શરૂઆતથી જ એટલે કે 7 ઓગસ્ટથી જ આ કેપ્સ્યુલ્સ પર સંશોધન પ્રક્રિયા શરૂ થઈ હતી અને હવે 12 ઓગસ્ટથી આ લીમડાની બનેલી કેપ્સ્યુલ પર માનવ પરીક્ષણ પણ શરૂ થઈ ગયું છે.

Advertisement
image source

આ બંને સંસ્થાઓ કોરોનાના દર્દીઓને લીમડાના કેપ્સ્યુલ્સ આપશે અને આ કેપ્સ્યુલ ખાવાથી કોરોનાના દર્દીઓને કેટલી મદદ મળે છે,તે જોવામાં આવશે.ભારત સરકાર અને હરિયાણા સરકારના આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા પછી,તેનું પરીક્ષણ ફરીદાબાદની ઇએસઆઈસી હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.

image source

આ ઉપરાંત આ સંશોધનનો મુખ્ય પરીક્ષક,આયુર્વેદની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો.તનુજા નેસારી છે.ફરીદાબાદ ઇએસઆઈસી હોસ્પિટલના ડીન ડો.અસીમ દાસે કહ્યું કે તેમની હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓ કે જે કોરોના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે,તેમના પર પણ આ દવાનું પરીક્ષણ કરવામાં આવશે. આમાં તેવા લોકોનો પણ સમાવેશ થશે જેમને કોરોના નથી.આમ કરવાથી કેપ્સ્યુલ કોરોનાના દર્દીઓ માટે કેવી રીતે કાર્યરત છે અને તેઓ કેટલા સક્ષમ છે તે શોધવાનું સરળ બનાવશે.

Advertisement
image source

અમે તમને જણાવી દઈએ કે,કોરોના વાયરસ સ્નાયુને ચોટીને શરીરમાં પ્રવેશ કરે છે,જ્યારે પ્રયોગશાળામાં કરવામાં આવેલા સંશોધન સૂચવે છે કે લીમડો કોરોના વાયરસની પ્રતિકૃતિ અટકાવવાનું કામ કરે છે,જે વાયરસનો ભાર ઘટાડે છે.ડોકટરો એવું કહે છે,કે શરીરની અંદર પણ આવું જ થાય તેવી અપેક્ષા છે.

image source

લીમડાના કેપ્સ્યુલ્સનું પરીક્ષણ કુલ 250 લોકો પર કરવામાં આવશે અને તે જોવામાં આવશે કે લીમડો કોરોનાને દૂર કરવામાં અથવા તેને રોકવામાં કેટલી મદદ કરે છે.હાલમાં રજિસ્ટર કરાયેલા 70 લોકોના લોહીના પરીક્ષણો અને કોરોના પરીક્ષણો કર્યા બાદ અડધા દર્દીઓને લીમડાના કેપ્સ્યુલ્સ અને અડધા દર્દીઓને પ્લેસીબો કેપ્સ્યુલ્સ આપવામાં આવ્યા છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત</stron

Advertisement
Advertisement
Exit mobile version