Site icon Health Gujarat

લીંબુ પાણી પીવાથી વજન ઘટી જાય છે સડસડાટ, જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે પણ

રોજ લીંબુ પાણી પીવાના આ 10 હેલ્થ બેનિફીટ્સ જાણીને હેરાન થઈ જશો તમે. તમારા રસોડામાં રહેલા લીંબુ તમારા માટે કેટલું ફાયદાકારક છે એનો તમને અંદાજો પણ નહીં હોય. લીંબુ પાણીથી તમે તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય બંનેને વધારી શકો છો. આજે અમે તમને લીંબુ પાણીના 10 લાભ જણાવી રહ્યા છે, જેને જાણીને તમે પણ રોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરી દેશો.

1) લીંબુ પાણી ઇમ્યુનિટી વધારે છે.

Advertisement
image source

જે લોકોની ઇમ્યુન સિસ્ટમ કમજોર છે એમને રોજ લીંબુ પાણી પીવું જોઈએ, એનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કોરોના વાયરસથી બચવા માટે લીંબુ પાણી ફાયદાકારક છે.

2) લીંબુ પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement
image source

જો તમે તમારૂ વધેલું વજન ઘટાડવા માંગતા હોય તો રોજ લીંબુ પાણી પીઓ. વજન ઘટવાની સાથે લીંબુ પાણી શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે, જેનાથી શરીરનું ડિટોક્સિફિકેશન પણ થઈ જાય છે.

3) લીંબુ પાણી ખીલથી છુટકારો આપે છે.

Advertisement
image source

જે લોકોને ખીલની સમસ્યાઓ હોય છે એમને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ, એનાથી એમના શરીરમાં ખીલ પેદા કરનાર બેક્ટેરિયા મરી જશે અને સ્કિન ગ્લો કરવા લાગશે. લીંબુ પાણીને તમે ફેશવોસની જેમ પણ ઉપયોગ કરી શકો છો, એનાથી ડેડ સ્કિન અને એક્સ્ટ્રા ઓઇલ પણ નીકળી જાય છે.

4) લીંબુ પાણી ભૂખ વધારે છે.

Advertisement

જો તમને ભૂખ ન લાગતી હોય તો લીંબુ પાણી પીઓ. એનાથી ભૂખ ઝડપથી લાગે છે.

5) લીંબુ પાણી કિડની સ્ટોનમાં પણ છે ફાયદાકારક.

Advertisement
image source

કિડની સ્ટોન જો શરૂઆતના સમયમાં હોય તો લીંબુ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક બનશે. લીંબુ પાણીમાં કુદરતી સાઈટ્રેટ હોય છે જે સ્ટોનને તોડી નાખે છે કે પછી એને બનતા રોકે છે.

6) લીંબુ પાણી શરદી અનવ ફ્લુથી બચાવે છે.

Advertisement
image source

જેમને શરદી અને ફલૂ થયા કરતી હોય એમને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. એનાથી એમને જકડન નહિ થાય અને શરીર પણ ડીહાઈડ્રેટ પણ નહીં થાય. લીંબુ પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.

7) લીંબુ પાણી સોજા અને શ્વાસ સંબંધિત સમસ્યામાં રાહત આપે છે.

Advertisement

જો કોઈ વ્યક્તિને ક્યાંય પણ સોજો હોય તો લીંબુ પાણી લાભદાયક હોય છે સાથે જ અસ્થમાના દર્દીઓ માટે પણ લીંબુ પાણી ફાયદાકારક છે. એના સેવનથી સાંધામાં પીડા તેમજ સોજાની સમસ્યા દૂર થાય છે.

8) લીંબુ પાણી હેંગઓવર દૂર કરે છે.

Advertisement
image source

જે લોકોને આલ્કોહોલની લત હોય અને સવારે ઉઠ્યા પછી ચાલવું પણ મુશ્કેલ થઈ જતું હોય તો એમના માટે લીંબુ પાણી લાભદાયક થશે. અડધા ગ્લાસ લીંબુ પાણીથી જ આંખો ખુલી જાય છે અને માથું ભમતું અટકી જાય છે.

9)લીંબુ પાણી ફૂડ પોઇઝનિંગમાં ફાયદાકારક છે.

Advertisement

ફૂડ પોઇઝનિંગ થાય તો લીંબુ પાણીનું સેવન કરો, એમાં રહેલા એસિડ શરીરને લાભ આપે છે અને દર્દીને સાજા થવામાં મદદ કરે છે.

10) લીંબુ પાણી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો આપે છે.

Advertisement
image source

જો તમે પણ ગેસ, કબજિયાત, અપચો જેવી પેટની સમસ્યાઓથી પરેશાન રહેતા હોય તો લીંબુ પાણીનું સેવન શરૂ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version