Site icon Health Gujarat

આ 5 નેચરલ દવાઓ રાખો તમારા ઘરમાં, શરીરને લગતી કોઇ પણ તકલીફમાં આવશે કામમાં અને થઇ જશે તરત જ રાહત

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વાતાવરણ એકદમ ખરાબ ચાલી રહ્યુ છે. હાલના સમયમા વાતાવરણ એકદમ મિશ્ર ચાલી રહ્યું છે. તમે સવારના સમયે જુઓ તો તમને એકદમ ઠંડીનો એહસાસ થતો હોય છે ત્યારે બપોર પછી કાળઝાળ ગરમી તમારો જીવ લઇ લેતી હોય છે ત્યારે હવે આ સ્થિતિમા પોતાના શરીરને કેવી રીતે નીરોગી અને સ્વસ્થ રાખવુ? તે એક ખુબ જ જટિલ પ્રશ્ન છે.

જેમ-જેમ ઋતુ બદલાય છે તેમ-તેમ વાતાવરણમા પણ પલટો આવે છે અને તેના કારણે અનેકવિધ પ્રકારની બીમારીઓ આપણા શરીરને ઘેરી લેતી હોય છે. એવામા દર વખતે એન્ટીબાયોટિક્સનુ સેવન આપણા શરીરને હાની પહોંચાડી શકે છે. રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓમાં દવાઓ ખાવા કરતા આજે આ લેખમા અમે તમને પાંચ એવી અસરકારક વસ્તુઓ વિશે જણાવીશું કે, જેનો ઉપયોગ કરીને તમારુ સ્વાસ્થ્ય નોરોગી અને તંદુરસ્ત રહે છે, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

Advertisement

સાકર :

image source

દરેકે ઘરમા સાકર તો રાખવી જ જોઈએ. જમ્યા બાદ મોટાભાગના લોકો વરિયાળી અને સાકર ખાય છે. ખુબ જ ઓછાં લોકો આ વાત જાણે છે કે, સાકર એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી લાભદાયી છે. તેનુ નિયમિત સેવન કરવાથી કફ અને ઉધરસની સમસ્યા તુરંત દૂર થઇ જાય છે. આ ઉપરાંત ગળાના દર્દને દૂર કરવા માટે પણ તે ખુબ જ લાભકારી છે. આખા દિવસમા બે વાર તેનું સેવન કરવાથી તમને અનેકવિધ લાભ મળી શકે છે.

Advertisement

વરિયાળી :

image source

ગરમીની ઋતુમા સૌથી પહેલી અસર પાચનક્રિયા પર પડે છે. જમ્યા પછી જો થોડી વરિયાળી ખાવામા આવે તો તમારી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર રહે છે. આ ઉપરાંત તમને એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓ સામે પણ રાહત મળે છે.

Advertisement

કપૂર :

image source

આ ઉપરાંત જો જોઈ વ્યક્તિને સાંધાનો દુ:ખાવો ખૂબ જ વધી ગયો હોય તો તેવામા કપૂર તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કોકોનટ ઓઈલમા કપૂર ઓગાળી તેને નવશેકુ ગરમ કરી ત્યારબાદ સાંધા પર મસાજ કરવામા આવે તો તમને સાંધાનો દુ:ખાવો અને સોજામા તુરંત રાહત મળે છે.

Advertisement

એલોવેરા :

image source

આ ઉપરાંત ઠંડા અને સૂકા પવનના કારણે તમારી ત્વચા એકદમ શુષ્ક અને બેજાન બની જાય છે અને તેના કારણે ખંજવાળની સમસ્યા પણ ઉદ્ભવે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એલોવેરા જેલમા વિટામિન-ઈ ની ટેબ્લેટ મિક્સ કરી તેને તમારી ત્વચા પર લગાવો. તેના એન્ટીઈન્ફ્લામેટરી ગુણતત્વો તમને ચેપ સામે રક્ષણ આપશે.

Advertisement

નીલગિરીનુ ઓઈલ :

image source

આ ઓઈલ જો કોઈ વ્યક્તિનુ નાક બંધ થઇ ગયુ હોય તો તેવી સમસ્યાને દૂર કરવામા લાભકારી સાબિત થઇ શકે છે. પાણીને ઉકાળી જો તેમા ૨-૩ ટીપા નીલગિરી ઓઈલ ઉમેરી દો અને ત્યારબાદ તેની સ્ટીમ લો તો તમને કફ, શરદી અને બંધ નાકની સમસ્યામા તુરંત રાહત મળે છે, તો એકવાર આ ઉપાય અવશ્ય અજ્માવજો, ધન્યવાદ!

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version