Site icon Health Gujarat

ઓઇલી ત્વચાથી છૂટકારો અપાવશે આ 2 માસ્ક, હવે સૌ કોઈ બનાવી શકશે ઘરે જ !!

કાળઝાળ ગરમીથી અનેક લોકો કંટાળી જાય છે. આ ગરમીમાં ડિહાઇડ્રેશન થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. આ માટે જરૂરી છે કે ગરમીના દિવસોમાં તમે બને તેટલુ વધારે પ્રવાહી લેવાનો આગ્રહ રાખો. આ સાથે જ તમારે દિવસના ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવુ જોઇએ જેથી કરીને શરીરમાં પાણી ખૂટે નહિં.

image source

આ ગરમીમાં અનેક લોકોને સ્કિન પ્રોબ્લેમ્સ થવાના પણ શરૂ થઇ જાય છે. ગરમીથી પિંપલ્સ ખૂબ જ થાય છે. આ સાથે અનેક લોકોની સ્કિન તૈલી થઇ જાય છે. જો કે ઘણાની સ્કિન તો ઉનાળામાં એટલી તૈલી થઇ જાય છે કે, જોનાર લોકોને પણ એમ લાગે કે તેને ફેસ પર કોઇ ક્રીમ અથવા તો કોઇ તેલ લગાવ્યુ છે. જો કે આવુ હોતુ નથી. આમ, જો તમારી સ્કિન તૈલી છે અથવા તો આ ગરમીમાં તૈલી થઇ જાય છે તો આ બે ફેસ માસ્ક તમારા માટે એકદમ બેસ્ટ છે. તો જાણી લો કેવી રીતે ઘરે બનાવશો આ ફેસ માસ્ક…

Advertisement

મુલતાની માટીનો માસ્ક

image source

ઉનાળા માટે આનાથી વધારે સારો અને સરળ માસ્ક બીજો કોઈ હોઈ ન શકે. આ માસ્ક આજની તારીખે પણ એટલો જ હિટ અને ફિટ છે.

Advertisement
image source

આ માસ્ક બનાવવા માટે જરૂરિયાત મુજબ મુલતાની માટી લો અને એમાં થોડું ગુલાબજળ એડ કરો. તો તૈયાર છે તમારી મુલતાની માટીનો માસ્ક. હવે માસ્કને તમારા આખા ચહેરા પર લગાવી દો. માસ્ક જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. ત્યારબાદ ફેસ પર બરફ ઘસો. આમ, જો તમે આ પ્રોસેસ સતત અઠવાડિયા સુધી કરશો તો તમારી સ્કિન તૈલી રહેશે નહિં. તમને જણાવી દઇએ કે, મુલતાની માટી ચહેરાનાં રોમછિદ્રોને સાફ કરી એને ટાઇટ કરવાનું કામ કરે છે ત્યાં જ ગુલાબજળ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે. તો બીજી બાજુ બરફનો મસાજ ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધારે છે અને ચહેરો નિખારે છે. જો તમે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ માસ્ક સિવાય તમારા માટે બીજો કોઇ સારો ઓપ્શન નથી.

કડવો લીમડો અને સંતરાનો માસ્ક

Advertisement
image source

આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ કડવો લીમડો, સંતરાં, શંખજીરું, ત્રિફળા, ગોપીચંદન, તુલસી, જેઠીમધ અને ગુલાબનાં પાન લઇને આ બધી સામગ્રીઓ ભેગી કરી લો. ત્યારબાદ આ બધાનો પાવડર બનાવો. હવે આ બધા જ પાવડરને સરખા ભાગે લઇને તેને મુલતાની માટીમાં મિક્સ કરી તેમાં સાદું પાણી નાખી એની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ માસ્કને પાંચ મિનિટ સુધી સતત હલાવો. જો તમારી પાસે ગુલાબનાં પાનનો પાઉડર ના હોય તો પેસ્ટ બનાવવા માટે પાણીના સ્થાને ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકાય. તો તૈયાર છે આ માસ્ક. હવે આ માસ્કને ચહેરા પર લગાવી દો અને તે  સુકાઈ જાય એટલે ચહેરો સાદા પાણીથી ધોઈ નાખો. આ માસ્ક તમારે સતત 15 દિવસ સુધી ચહેરા પર લગાવવાનો રહેશે. જો તમે આ માસ્ક રેગ્યુલરલી તમારા ફેસ પર લગાવશો તો તૈલી સ્કિન તમારી ગાયબ થઇ જશે અને સ્કિન એકદમ સોફ્ટ પણ થશે.

image source

તમને જણાવી દઇએ કે, કડવો લીમડો ત્વચામાં છુપાયેલા દરેક પ્રકારના બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે તેથી તૈલી ત્વચાને પગલે ખીલની સમસ્યાથી પીડાતા લોકો માટે આ માસ્ક બેસ્ટ છે. તો બીજી બાજુ ગુલાબજળ અથવા ગુલાબનાં પાનનો પાઉડર ચહેરાને ઠંડક આપે છે. સંતરાંમાં રહેલું વિટામિન સી તથા ગોપીચંદન સ્કેન-લાઇટનિંગનું કામ કરતાં હોવાથી ત્વચા પર તરત જ ફેરનેસ જોઈ શકાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version