Site icon Health Gujarat

માત્ર 2 ચમચી ડુંગળીનો રસ વાળમાં થતા ખોડાને કરે છે દૂર, સાથે વાળને કરે છે સિલ્કી પણ, આજે જ જાણી લો બીજા ફાયદાઓ પણ

સામાન્ય રીતે ડુંગળી ખોરાકનો સ્વાદ વધારવા સાથે આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીના રસમાં વિટામિન, બળતરા વિરોધી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જો કે તેનો ઉપયોગ કરતા પેહલા પેચ ટેસ્ટ જરૂરથી કરવો.

તમારા વાળને આ રીતે સ્વસ્થ રાખો

Advertisement

ડુંગળી વાળને સ્વસ્થ રાખે છે

image source

ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે માથાની ઉપરની ચામડીમાં કોઈપણ પ્રકારના ચેપને રોકવામાં અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. આ માટે ડુંગળીનો રસ કોટનમાં નાંખો અને વાળના માથામાં લગાવો. ત્યારબાદ તમારા માથાની હળવા હાથથી મસાજ કરો. 15 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. તમે આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

Advertisement

ડુંગળીનો રસ અને નાળિયેર તેલ

image source

નાળિયેર તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને ડેન્ડ્રફ, ઇન્ફેક્શનથી બચાવીને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે એક વાટકીમાં 4-5 ટીપાં ટી ટ્રી તેલ 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નાળિયેર તેલ મિક્સ કરી દો. ત્યારબાદ આ મિક્ષણ વાળની ​​માથાની ચામડી પર સારી રીતે લગાવો. લગભગ અડધો કલાક આ તેલ માથામાં રહેવા દો ત્યારબાદ તમારા વાળ શુધ્ધ પાણી અને શેમ્પૂથી ધોઈ લો.

Advertisement

ડુંગળીનો રસ અને લીંબુ

image source

લીંબુમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. જેના કારણે તમારા વાળ રોગ મુક્ત રહે છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી લીંબુ નાંખો અને વાળની ​​માથાની ચામડી પર સારી રીતે લગાવો. ત્યારબાદ તમારા વાળની હળવા હાથથી માલિશ કરો. લગભગ 1 કલાક પછી શેમ્પૂ કરીને વાળ ધોઈ લો.

Advertisement

ડુંગળીનો રસ અને બટેટા

image source

બટેટામાં વિટામિન સી, આયરન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે બંનેને સમાન માત્રામાં મિક્સ કરી વાળમાં સારી રીતે લગાવો અને 10 મિનિટ સુધી હળવા હાથે વાળની માલિશ કરો. ત્યારબાદ 5 મિનિટ પછી વાળને શુધ્ધ પાણી અને શેમ્પૂથી ધોઈ લો.

Advertisement

ડુંગળીના રસના અન્ય ફાયદા

ખીલ

Advertisement
image source

જો તમને ખીલની સમસ્યા છે, તો તમારી આ સમસ્યામાં ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક છે. આની સાથે તે ચેહરા પરની બળતરા અને ડાઘોને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે ડુંગળીનો રસ તમારા ચહેરા પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને હળવા પાણીથી ધોઈ લો. પરંતુ ધ્યાનમાં રાખો કે રસ આંખોમાં ન લાગવો જોઈએ. ઉપરાંત જો તમારી ત્વચા સંવેદનશીલ છે અને તમારી ત્વચા પર વધારે પિમ્પલ્સ છે, તો ડુંગળીનો રસ તમારી ત્વચા પર ના લગાડો.

કરચલીઓથી છૂટકારો મેળવો

Advertisement
image source

ડુંગળીના રસમાં એન્ટી-એજિંગ ગુણધર્મો છે. આનો ઉપયોગ કરવાથી તે ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારે છે જે કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે.

કેવી રીતે ડુંગળીમાંથી રસ કાઢવો

Advertisement

ડુંગળીમાંથી રસ ખૂબ જ સરળતાથી કાઢી શકાય છે. આ માટે સૌથી પેહલા ડુંગળીની છાલ દૂર કરો. ત્યારબાદ તેને કાપો અને તેને ગ્રાઈન્ડ કરી તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને સ્વચ્છ કપડામાં નાંખો અને કપડાને દબાવીને સારી રીતે રસ કાઢી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version