Site icon Health Gujarat

અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને ડુંગળી સમારતી વખતે નિકળતા આસુંમાંથી મેળવો રાહત

ડુંગળી ખાવી તો બધાને જ ગમે પણ જો વાત ડુંગળી સમારવાની હોય તો? ભલભલા એનાથી બચવાના બહાના શોધતા દેખાશે. અને એનું કારણે છે ડુંગળી સમારતી વખતે આંખમાંથી નીકળતા આંસુ.હાલના દિવસોમાં ડુંગળીના વધતા ભાવોએ એમ પણ બધાને રડાવી દીધા છે. આ કદાચ ડુંગળીનો સ્વભાવ જ કહી શકાય કે એ આંખોમાંથી આંસુ કાઢીને જ રહે છે. ઘણા બધા લોકો એવા હોય છે જેમને ડુંગળી સમારતી વખતે આંખમાંથી આંસુ નીકળે છે. ડુંગળીમાં સિન્થેસ એન્ઝાઇમ રહેલું હોય છે જેના કારણે ડુંગળી સમારતી વખતે તમારી આંખોમાંથી આંસુ નીકળે છે. આ એન્ઝાઇમ તમારી આંખોના લેક્રીમલ ગ્લેન્ડમાં બળતરા ઉભી કરે છે જેના કારણે આંખોમાંથી આંસુ નીકળે છે.

image source

જો ડુંગળી સમારતી વખતે તમારી આંખોમાંથી પણ આંસુ નીકળતા હોય અને તમને પણ આનાથી તમને તકલીફ થતી હોય તો એનાથી બચવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો. તો ચાલો આજે તમને આ ઉપાય વિશે જણાવીએ.

Advertisement

પાણીમાં ડુંગળી સમારો.

પાણીમાં રાખીને ડુંગળી સમારવાથી વેપર ફોર્મેશનમાં અડચણ આવે છે અને એન્ઝાઇમ નષ્ટ થઈ જાય છે જેના કારણે આંસુ નથી નીકળતા. એક વાસણમાં પાણી નાખો અને પછી એમાં ડુંગળી રાખીને સમારો. આવું કરવાથી તમારી આંખમાં આંસુ નહિ આવે.

Advertisement

ડુંગળીને પાણીમાં પલાડો.

image source

ડુંગળીને પાણીમાં પલાળી રાખવાથી પાણી ડુંગળીમાં રહેલા એસિડિક એન્ઝાઇમને રિલીઝ થતા રોકે છે અને એ કારણે આંસુ નથી આવતા. એક વાસણમાં પાણી નાખો અને ડુંગળીને છોલીને એને 5-10 મિનિટ પાણીમાં મૂકી રાખો અને પછી એને કાઢીને સમારો. આવું કરવાથી તમારી આંખોમાં આંસુ નહિ આવે.

Advertisement

ગરમ પાણી પાસે ડુંગળી સમારો.

image source

ગરમ પાણી ડુંગળીમાંથી નીકળતી બાફને બાધિત કરે છે અને એને તમારી આંખો સુધી પહોંચતા રોકવા છે. જેના કારણે તમને આંખોમાં બળતરાનો અનુભવ નથી થતો અને આંસુ પણ નથી નીકળતા. એક વાસણમાં ગરમ પાણી લો અને ડુંગળીને એની પાસે મૂકીને સમારો. આવું કરવાથી આંસુ નહિ નીકળે.

Advertisement

ચ્યુઇંગમ ચાવો.

image source

ચ્યુઇંગમના કારણે તમે મોઢથી શ્વાસ લો છો. જ્યારે તમે મોઢાથી શ્વાસ લો છો ત્યારે ડુંગડીમાંથી નીકળતી બાફ ઓછી માત્રામાં તમારા નાક દ્વારા અંદર જાય છે. અને એ કારણે આંખમાંથી આંસુ નથી નીકળતા

Advertisement

મીણબત્તી સળગાવો.

image source

મીનબત્તીમાંથી નીકળતી હિટ એસિડ એન્જાઈમને તમારા લેક્રીમલ ગ્લેન્ડ સુધી પહોંચતા રોકે છે જેના કારણે તમારી આંખોમાંથી આંસુ નથી નીકળતા. ડુંગળી સમારતી વખતે એક મીણબત્તી સળગાવી લો અને એની બાજુમાં જ રહીને ડુંગળી સમારો. આવું કરવાથી તમારી આંખમાંથી આંસુ નહિ નીકળે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version