Site icon Health Gujarat

પગના તળિયા નીચે ડુંગળી મુકીને સુઇ જવાથી શરીરને થાય છે અઢળક લાભ, જાણો શું ચમત્કાર કરી શકે છે ડુંગળીનો આ પ્રયોગ

આયુર્વેદ પ્રમાણે આપણે આપણા સ્વાસ્થ્યના રક્ષણ માટે તેમજ તેના સુધારા માટે બહાર ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. પ્રકૃતિમાં જ તેના ઉપાય મળી જાય છે ઘરમાં ઉપલબ્ધ સામગ્રીઓ પણ તમારા શરીરને અઢળક લાભ પહોંચાડી શકે છે. આ જે અમે તમને એક એવી વસ્તુના શરીરને લગતા ફાયદાઓ વિષે જણાવવા જઈ રહ્યા છે જે તમારા ઘરે હર હંમેશ હાજર જ હોય છે. જો તમે કોઈ ચુસ્ત ધર્મ ન પાળતા હોવ તો. અમે અહીં વાત કરી રહ્યા છે ડુંગળીની.

IMAGE SOURCE

ડુંગળીમાં અપાર ગુણ સમાયેલા છે. ડુંગળીના અમુક પ્રયોગ તમારી વિવિધ શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે. તેમાં અઢળક પોષણ સમાયેલું છે અને સાથે સાથે કેટલાક પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ પણ તેમાં રહેલા છે. જે તમારા શરીરને વિવિધ પ્રકારની બિમારીઓથી સુરક્ષિત રાખે છે. સામાન્ય રીતે ડુંગળીને તામસી ખોરાકમાંનો એક ગણવામાં આવે છે પણ વાસ્તવમાં તે તમારા શરીને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

Advertisement
IMAGE SOURCE

પણ આજે અમે તમને એ નથી જણાવવા જઈ રહ્યા કે ડુંગળીને ખાવાથી શું લાભ થાય છે પણ ડુંગળીને માત્ર તમારા પગના તળીયે રાખવાથી થતાં ફાયદાઓ વિષે તમને જણાવીશું. આ પ્રયોગ તમે ડુંગળીવાળો પાટો બાંધીને પણ કરી શકો છો અથવા તો પગના મોજામાં ડુંગળીની 2-3 ગોળ સ્લાઇસ ઉમેરીને તેને પહેરીને પણ કરી શકો છો.

image source

તમારે આ પ્રયોગ રાત્રિ દરમિયાન કરવાનો છે. તેના માટે તમારે તમારા પગના મોઢામાં ડુંગળીની 1-1 સ્લાઇસ ઉમેરીને તે મોજા રાત્રે સુતી વખતે પહેરી લેવા. તેનાથી તમારા શરીરને અઢળક લાભ થાય છે.

Advertisement

ડુંગળીના આ પ્રયોગથી તમને થાય છે આ ફાયદા

જો તમને પેટમાં સંક્રમણ રહેવાની ફરિયાદ રહેતી હોય તો તમારે આ પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ. તેમ કરવાથી તમારું પેટ પણ સુરક્ષિત રહે છે અને કિડની સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે, તેમજ તે તમારું લોહી પણ શુદ્ધ બનાવે છે.

Advertisement
image source

જો તમને સતત તમારા પગમાંથી દૂર્ગંધ આવવાની સમસ્યા હોય તો તે પણ ડુંગળીને પગમાં મુકવાથી દૂર થશે.

જો તમને તાવ આવતો હોય તો મોજામાં ડુંગળી નાખીને તે મોજા પહેરી લેવા. સામાન્ય રીતે આ પ્રયોગ તમારે રાત્રે સુતી વખતે કરવો જોઈએ. આમ કરવાથી તમારા શરીરનું તાપમાન નીચુ આવશે અને સવાર સુધીમાં તમારી તબિયતમાં ઘણો સુધારો જોવા મળશે. ડુંગળી તમારા રોગ પ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે. અને શરીરની બહારના બેક્ટેરિયાનો તે નાશ કરે છે.

Advertisement
image source

આ પ્રયોગ ચામડી માટે પણ લાભપ્રદ છે. પગના તળિયામાં ડુંગળી લપેટીને રાત્રે સુઈ જવાથી તમારી ત્વચાને લાભ થાય છે. જો તમને પગની પાની તેમજ તળિયામાં બેક્ટિરયાની કે ફુગની સમસ્યા રહેતી હોય તો તે પણ ડુંગળીનો આ પ્રયોગ દૂર કરે છે.

image source

જો તમને મૂત્રાશયની સમસ્યા હોય કે આંતરડાને લઈને કોઈ તકલીફ હોય તો તેમાં પણ તમને આ પ્રયોગ મદદ કરે છે. આ ઉપરાંત જો તમને અવારનવાર શપદી થતી હોય, માથું દુઃખતું હોય કે પછી તાવ આવતો હોય અથવા તો પાચનમાં કોઈ મુશ્કેલીઓ નડતી હોય તો તે પણ મટી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version