Site icon Health Gujarat

ખરતા વાળને બંધ કરી દે છે ડુંગળી, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

વાળને ખરતા રોકશે ડુંગળી, આવી રીતે કરો ઉપયોગ.

ડુંગળી આપણા રસોડાનો બહુ મહત્વનો ભાગ છે. ડુંગળીથી ભોજનનો સ્વાદ તો વધે જ છે પણ સાથે સાથે એમ ઘણા એવા ન્યુટ્રિએન્ટ્સ હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે. ડુંગળી વાળને ખરતા રોકવા માટે પણ ઘણી ઉપયોગી છે.

Advertisement
image source

ડુંગળીમાં ફોલિક એસિડ, વિટામિન સી, ઇ, બી, ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ, કેરોટીન, મેગ્નેશિયમ જેવા ઘણા તત્વો હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે અને વાળને ખરતા અટકાવે છે. આજે અમે તમને જણાવીશું કે ડુંગળી કેવી રીતે વાળ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે સાથે એ પણ જણાવીશું કે કયા હેર પેક તમે વાળમાં લગાવશો તો ફાયદો થશે.

જાણો ફાયદા

Advertisement

– ડુંગળીના સતત ઉપયોગથી વાળમાં ચમક આવે છે.

image source

-ડુંગળીમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જે વાળને જલ્દી સફેદ થતા અટકાવે છે.

Advertisement

– ડુંગળીથી વાળમાં જુ નથી થતી અને ખોડો પણ નથી થતો.

– વાળના ગ્રોથ માટે ડુંગળી ખૂબ સારી હોય છે.

Advertisement

– બ્લડ સર્ક્યુલેશન માટે પણ ડુંગળી ફાયદાકારક છે.

-ડુંગળીની એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી ઘણા બધા સ્કાલ્પ ઇન્ફેક્શનને દૂર રાખે છે અને વાળ ખરતા રોકે છે.

Advertisement
image source

ઘરે જ કેવી રીતે બનાવશો ડુંગળીનો રસ.

પોતાના વાળની લંબાઈ પ્રમાણે એક કે બે મોટી ડુંગળી લો અને એને ધોઈને કાપી લો. ત્યારબાદ એને મિક્સરમાં ક્રશ કરી લો અને જેથી તમેં તાજી ડુંગળીનો રસ કાઢી શકો.એ પછી ઝીણા કાપડ કે ગરણીની મદદથી એને ગાળી લો.

Advertisement

1. સ્કાલ્પનું બ્લડ સરક્યુલેશન માટે હેર માસ્ક.

ઓલિવ ઓઇલ અને ડુંગળીથી બનાવેલું હેર માસ્ક વાળના બ્લડ સરક્યુલેશન માટે ખૂબ જ સારું હોય છે. એનાથી ખોડોમાં પણ રાહત મળે છે. એનાથી હેર ફોલિકલ્સ પણ સારા બને છે. અને વાળ મુલાયમ, હેલ્ધી અને જાડા થાય છે.

Advertisement
image source

કેવી રીતે બનાવશો હેર માસ્ક.

– 4-5 ચમચી ડુંગળીના રસમાં 2 ચમચી ઓલિવ ઓઇલ નાખો.

Advertisement

-આ મિશ્રણને સ્કાલ્પમાં સર્ક્યુલર મોશનમાં લગાવો.

– 1-2 કલક પછી શેમ્પુથી વાળ ધોઈ લો અને કન્ડિશનર પણ લગાવો.

Advertisement

-દર અઠવાડિયે આ હેર માસ્ક લગાવો.

2. ડ્રાય અને ડેમેજ વાળ માટે હેર માસ્ક.

Advertisement

ડુંગળી અને મધ બન્નેમાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ હોય છે. જેનાથી વાળ ડેમેજ થવાની તકલીફ ખતમ થાય છે. આનાથી વાળમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને નેચરલ કન્ડિશનરનું કામ કરે છે. એનાથી વાળ ખરતા પણ ઓછા થાય છે.

image source

કેવી રીતે બનાવશો હેર માસ્ક.

Advertisement

– 1 ચમચી ઓર્ગેનિક મધમાં અડધો કપ ડુંગળીનો રસ ભેળવી લો.

-આ મિશ્રણને સારી રીતે તમારા સ્કાલ્પથી લઈને વાળના છેડા સુધી લગાવો અને મસાજ કરો.

Advertisement

– અડધો કલાક આ મિશ્રણને તમારા વાળમાં લગાવી રાખ્યા પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો અને કન્ડિશનર કરી લો.

– અઠવાડિયામાં એકવાર આ માસ્કનો ઉપયોગ કરો.

Advertisement

3. ફ્રીઝી અને કેમિકલ લગાવેલા વાળ માટે હેર માસ્ક.

image source

સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ કે પછી કલર કરાવવાથી વાળ કેમિકલ ટ્રીટેડ થઈ જાય છે. દહીં અને ડુંગળીને એકસાથે ભેળવીને બનાવેલા હેર પેકથી ન ફક્ત વાળ ખરતા ઓછા થાય છે પણ ડેમેજ વાળને પોષણ પણ મળે છે. એ વાળનું પીએચ લેવલ જાળવી રાખે છે.
કેવી રીતે બનાવશો આ હેર માસ્ક.

Advertisement

– 5-6 ચમચી ડુંગળીના રસ સાથે બે ચમચી ઘાટું દહીં ભેળવી લો.

-એને સ્કાલ્પ સહિત બધા જ વાળમાં લગાવી દો.

Advertisement

– આ હેર પેકને વાળમાં 30 -40 મિનિટ સુધી રહેવા દો. અને પછી શેમ્પુ અને કન્ડિશનરથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version