Site icon Health Gujarat

તમને પણ થાય છે પગના તળિયામાં બળતરા, તો આ છે અસરકારક ઘરેલૂ ઉપાયોઃ કરી લો ટ્રાય

અનેક લોકો એવા હોય છે જેમને ખાસ કરીને પગના તળિયામાં બળતરા થવાના કારણે મુશ્કેલી રહેતી હોય છે. આ બળતરાથી રાહત મેળવવા તેઓ અનેક ઉપાયો કરી લેતા હોય છે. પરંતુ આજે અમે આપને એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જેને તમે સરળતાથી અને ઘરે જ કરી શકો છો. સાથે જ તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં અને તમને જલ્દી જ સમસ્યામાંથી રાહત મળી જશે.

image source

અનેકવાર અનેક લોકોને પગના તળિયામાં બળતરા થવાના કારણે તકલીફ રહે છે. તેની બળતરાના કારણે ફરીથી ઊભા થવામાં તેમને મુશ્કેલી રહે છે. આ સાથે વ્યક્તિને ચાલવામાં મુશ્કેલી પડે છે અને સાથે પગમાં દર્દ અને ચુભન અનુભવાય છે. જો તમે આ સમસ્યાથી ઝડપથી રાહત મેળવવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપાયો તમારી મદદ કરી શકે છે. તો જાણી લો કયા છે આ ખાસ અને ઘરેલૂ ઉપાયો.

Advertisement

મીઠાના પાણીથી શેક કરો

image source

પગના તળિયામાં બળતરા થાય છે તો તેનાથી રાહત મેળવવા માટે અડધી ડોલ જેટલું હૂઁફાળું પાણી લો અને તેમાં 2 ચમચી સિંધવ મીઠું મિક્સ કરો. આ પાણીમાં પગ નાંખીને 20 મિનિટ સુધી રહેવા દો. પછી સૂકા કપડાથી પગને લૂસી લો અને સરસિયાનું તેલ લગાવી લો. એક અઠવાડિયા સુધી આ કામ કરો. તેનાથી તમને રાહત મળશે.

Advertisement

સરસિયાના તેલની માલિશ કરો

image source

પગના તળિયાની બળતરાને દૂર કરવા માટે તમે રોજ સૂતા પહેલા પાંચ મિનિટ સુધી હળવા હાથે પગના તળિયાની માલિશ કરો. જો શક્ય હોય તો આ માટે સરસિયાના તેલનો પ્રયોગ કરો. તેનાથી બળતરામાંથી જલ્દી રાહત મળી જશે.

Advertisement

દૂધીનો પલ્પ લગાવો

જો તમે પગના તળિયાની બળતરાથી રાહત મેળવવા ઈચ્છો છો તો તમે તળિયામાં છીણેલી કે ક્રશ કરેલી દૂધીનો પલ્પ લગાવી શકો છો. તેને લગાવીને તળિયા પર 5 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી બળતરાથી રાહત મળશે.

Advertisement

નારિયેળનું તેલ લગાવો

image source

તળિયા પર થનારી બળતરાને શાંત કરવા માટે તળિયા પર હળવા હાથથી પાંચ મિનિટ સુધી નારિયેળના તેલની માલિશ કરો. તેનાથી બળતરાથી રાહત મળે છે.

Advertisement

બરફની બોટલથી શેક કરો

image source

ગરમીના દિવસોમાં પગના તળિયામાં થનારી બળતરાને દૂર કરવા માટે બરફની બોટલથી શેક કરો. તેના માટે ડિઝાઈન વિનાની પ્લેન બોટલમાં પાણી ભરીને ફ્રિઝરમાં રાખી લો. જ્યારે તેમાં બરફ જામે તો તેને બોટલને જમીન પર રાખો અને સાથએ તેના પર પગના તળિયા રાખીને બોટલને રોલ કરો. આવું વારે વારે બંને પગથી 2 મિનિટ સુધી કરો. આ ઉપાય બળતરાથી રાહત આપવામાં મદદ કરશે.

Advertisement

ઘાંસ પર ખુલ્લા પગે ચાલો

image source

પગના તળિયામાં થતી બળતરાથી રાહત મેળવવા માટે તમે રોજ સવારે 20 મિનિટ સુધી લીલા ઘાંસ પર ખુલ્લા પગે ચાલો તે જરૂરી છે. આ આદતને રૂટિનમાં સામેલ કરો. તેનાથી તળિયામાં થતી બળતરાથી છૂટકારો મળી જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version