Site icon Health Gujarat

આ કારણે ડિલિવરી પછી સાંધામાં થાય છે બહુ દુખાવો, જાણો તમે પણ આ ઉપાયો વિશે

સાંધાના દુઃખાવો

ગર્ભાવસ્થા દરમિયાન જ નહી ઉપરાંત ડીલીવરી પછી પણ મહિલાઓને કેટલાક પ્રકારની સમસ્યાઓ સહન કરવી પડે છે. ડીલીવરી પછી સાંધામાં દુઃખાવો પણ ખુબ જ હેરાન કરે છે.

Advertisement

ગર્ભાવસ્થા પછી મહિલાઓના સાંધા અને હાડકાઓમાં નબળાઈ આવી જાય છે. કેટલીક વાર ગર્ભાવસ્થામાં શારીરિક પરિવર્તનના કારણથી પણ સાંધા અને માંસપેશીઓ પર અસર પડે છે અને ગર્ભાવસ્થાના કેટલાક અઠવાડિયા કે પછી મહિના સુધી આવું જ રહી શકે છે.

image source

જો આપને પ્રેગ્નેંસી પછી સાંધામાં દુઃખાવો કે પછી માંસપેશીઓમાં દુઃખાવો એ પછી આર્થરાઈટીસની સમસ્યા છે તો જાણીશું કે, કેવી રીતે આપ આ દુઃખાવાથી છુટકારો મેળવી શકો છો.

Advertisement

ડીલીવરી પછી સાંધામાં દુઃખાવાનું કારણ.:

image source

ગર્ભવસ્થા દરમિયાન મહિલાઓનું ખુબ જ વજન વધી જાય છે અને આ જ ડીલીવરી થઈ ગયા પછી સાંધામાં દુઃખાવાનું મુખ્ય કારણ છે. પ્રેગ્નેંસી દરમિયાન ગર્ભસ્થ શિશુનું વજન ઉઠાવવા માટે શરીર દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું હોય છે એટલા માટે સાંધા પર દબાણ પડવાના કારણે દુઃખાવો થવો સ્વાભાવિક છે. </p.
કેટલીક માતાઓને તેજ દુઃખાવો અને આર્થરાઈટીસના કારણે ડીલીવરી થઈ ગયા પછી આર્થરાઈટીસ થઈ જાય છે જેનાથી સાંધામાં દુઃખાવાનો અનુભવ થાય છે. જો આપને પહેલા સાંધામાં કોઈ જખમ થયો હોય તો એના કારણથી ડીલીવરી પછી એમાં ખુબ જ દર્દ થઈ શકે છે.

Advertisement

સાંધામાં દુઃખાવો કેમ થાય છે ?:

image source

ગર્ભાવસ્થા દરમિયાન અને ડીલીવરી પછી માં અને શિશુના સ્વાસ્થ્ય માટે જરૂરી હોર્મોન્સ બને છે. આ હોર્મોન્સના કારણથી લિગામેંટને આરામ મળે છે અને માતાનું શરીર શિશુના વજનને સહન કરતા તે ડીલીવરી સુધી પહોચી શકે છે. ડીલીવરી થઈ ગયા પછી લિગામેંટને સામાન્ય સ્થિતીમાં આવવા માટે સમય લાગે છે જેનાથી સાંધામાં દુઃખાવો ઉત્પન્ન થઈ જાય છે.

Advertisement

ડીલીવરી પછી ક્યાં સુધી રહે છે સાંધામાં દુઃખાવો.:

image source

કોઈ પણ બીમારી કે પછી સ્વાસ્થ્ય સમસ્યાથી રીકવરી કરવું વ્યક્તિની સ્વાસ્થ્ય સ્થિતી પર આધાર રાખે છે. સામાન્ય રીતે સાંધાના દુઃખાવાથી કેટલાક અઠવાડિયામાં જ આરામ મળી જાય છે પરંતુ કેટલાક ગંભીર બાબતોમાં ચારથી છ મહિનાઓ સુધી દુઃખાવો રહી શકે છે.

Advertisement

જો મહિલાને પ્રેગ્નેંસી દરમિયાન કોઈ સમસ્યા નથી થઈ અને ડીલીવરી પણ યોગ્ય રીતે થઈ છે તો દુઃખાવા માંથી બહાર આવવા માટેની સંભાવના વધારે હોય છે. ડીલીવરી થઈ ગયા પછી સારી દેખભાળ અને અગાઉના કોઈ જખમ અને સ્વાસ્થ્ય સમસ્યાની ખબર રાખીને આપ જાણી શકો છો કે, આપને ક્યાં સુધી દુઃખાવાથી છુટકારો મળી શકે છે.

સાંધામાં દુઃખાવો દુર કરવાના ઘરેલું ઉપાય.:

Advertisement
image source

રોજ હળવી એકસરસાઈઝ કરો. આપને ડીલીવરી પછી ફક્ત એવી જ એકસરસાઈઝ કરવાની છે જેની મદદથી આપનું શરીર સક્રિય રહી શકે. એનાથી સાંધામાં દુઃખાવો ઓછો થઈ જાય છે. આપે ધ્યાન રાખવું કે, એકસરસાઈઝ કરવાથી આપના સાંધા પર દબાણ પડવું જોઈએ નહી.

સાંધાના દુઃખાવાને ઘટાડવા માટે આપે ગરમ કે પછી ઠંડી વસ્તુનો શેક પણ કરી શકો છો. બરફથી શેક કરવાથી પણ આપને દુઃખાવામાં રાહત મળે છે. પ્રભાવિત અંગો પર બરફ કે પછી ગરમ બેગ સીધી જ લગાવવી નહી પરંતુ ટુવાલમાં આઈસ બેગને લપેટીને લગાવવી જોઈએ.

Advertisement
image source

શરીરની માલીશ કરવાથી સારો બીજો કોઈ ઉપાય છે નહી. સાંધાની માલીશ કરવી જોઈએ. આપે કોઈ તલ કે પછી ઓઇન્ટમેંટની મદદથી પણ સાંધાની માલીશ કરી શકો છો.

એકયુપંકચર પણ છે એક ઉપચાર.:

Advertisement
image source

ડીલીવરી થઈ ગયા પછી સાંધામાં દુઃખાવાથી છુટકારો મેળવવા માટે કેટલીક મહિલાઓને એકયુપંકચરથી પણ આરામ મળી શકે છે. આપ ઘરે રહીને પણ એકયુપંકચર કરી શકો છો. એકયુપંકચરની ટેકનીકની મદદથી શરીરના ખાસ પોઈન્ટ્સને દબાવવામાં આવે છે જેનાથી દુઃખાવામાં પણ ઘટાડો થઈ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version