Site icon Health Gujarat

પપૈયા સાથે મિક્સ કરો આ સામગ્રી અને બનાવો આ રીતે ઘરે જ ફેસપેક…

ચહેરાની ખૂબસુરતી વધારવામાં આંખોનુ ખૂબ જ યોગદાન રહેલુ છે. આંખ નીચે પડેલા ડાર્ક સર્કલ કોઇ પણ વ્યક્તિની પર્સનાલિટીને ઝાંખી પાડી દે છે. આંખ નીચેના ડાર્ક સર્કલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. સૂર્યના તેજ કિરણો, ખરાબ ડાયટ અને અપૂરતી ઊંઘને કારણે મોટાભાગના લોકોને ડાર્ક સર્કલ પડતા હોય છે. જો તમે આ ડાર્ક સર્કલને દૂર કરવા પર પૂરતુ ધ્યાન નથી આપતા તો તે દિવસેને દિવસે ખૂબ જ વધતા જાય છે અને તમારો ચહેરો ગંદો દેખાવા લાગે છે. આ માટે જરૂરી છે ડાર્ક સર્કલને દૂર કરવા.

image source

જો કે ડાર્ક સર્કલને દૂર કરવા માટે અનેક છોકરાઓ તેમજ છોકરીઓ મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી. તમને જણાવી દઇએ કે, આ બધી પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનુ પ્રમાણ વધુ હોવાથી તે લાંબા ગાળે તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આમ, જો તમે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર ડાર્ક સર્કલને દૂર કરવા ઇચ્છતા હોવ તો પપૈયામાંથી બનાવો આ પેસ્ટ. આ પેસ્ટ તમારા ડાર્ક સર્કલને વન વીકમાં જ દૂર કરી દેશે અને તમારો ફેસ પણ ગ્લો કરશે.

Advertisement

મધ અને પપૈયુ

image source

ડાર્ક સર્કલને દૂર કરવા માટે મધ અને પપૈયુ બેસ્ટ છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ જરૂરિયાત મુજબ પપૈયાને ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લો અને તેમાં બે ચમચી મધ એડ કરો. તો તૈયાર છે મધ અને પપૈયાની આ પેસ્ટ. હવે પેસ્ટને તમે તમારા ડાર્ક સર્કલ પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. આ પેસ્ટને તમે ચહેરા પર પણ લગાવી શકો છો. આમ, જો તમે આ પ્રયોગ સતત એક અઠવાડિયા સુધી કરશો તો તમારા આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જશે અને સ્કિન વ્હાઇટ લાગશે.

Advertisement

પપૈયુ, દહીં અને હળદર

image source

પપૈયુ, દહીં અને હળદરને એક સરખા પ્રમાણમાં લઇને તેને મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં ગુલાબજળ મિક્સ કરો. હવે આ મિશ્રણને આંખ નીચેના ડાર્ક સર્કલ પર લગાવો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર તમને ડાર્ક સર્કલમાંથી છૂટકારો મળી જશે.

Advertisement
image source

પપૈયામાં રહેલા આ ગુણો કરે છે ડાર્ક સર્કલને રિમૂવ

પપૈયામાંથી બનતી આ પેસ્ટમાં વિટામીન A,C અને E ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિન માટે એક બેસ્ટ ઉપાય તરીકે સાબિત થાય છે.

Advertisement
image source

આ સાથે જ પપૈયામાં મેગ્નેશીયમ, પોટેશિયમનુ પ્રમાણ પણ સારુ એવુ હોય છે જે હેલ્થને સ્વસ્થ રાખવામાં અને રંગ નિખારવામાં કામ કરે છે.

તમને જણાવી દઇએ કે, પપૈયામાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સની વધારે માત્રાથી કિડની સ્ટોન્સના ચાન્સ વધી જાય છે. માટે જેને કિડની પ્રોબ્લેમ્સ હોય તેમને પપૈયુ અવોઇડ કરવું

Advertisement

પપૈયામાં રહેલા પપાઇનથી લોહી પાતળુ થઇ શકે છે, આ માટે જેને કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તેમને પપૈયાને અવોઇડ કરવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version