Site icon Health Gujarat

પરસેવામાં હોય છે આલ્કોહોલ… શરીરના એવા રહસ્યો જેનાથી અજાણ છે મોટાભાગના લોકો

માણસનું શરીર કોઈ રહસ્યથી કમ નથી. આપણા શરીમાં લાખો કોશિકાઓ, અનેક લીટર રક્ત, શરીરના અલગ અલગ કાર્ય કરતાં અંગ બધું જ એક જ સાથે સતત કામ કરે છે. જો કે શરીરની કેટલીક ક્રિયાઓ એવી હોય છે જેના વિશે આપણે અજાણ છીએ. શરીર આપણું હોવા છતા આપણે આ વસ્તુઓ વિશે જાણી શકતા નથી. ઘણી વખત શરીર ઈશારો પણ કરે છે પરંતુ આપણે તેના પર ધ્યાન આપતા નથી.

image socure

આ સિવાય કેટલીક એવી ક્રિયા પણ છે જે અવિરત ચાલે છે પણ આપણે તેના વિશે જાણતા જ નથી. જેમ કે શ્વાસ લેવો.. શ્વાસ વિના તો જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. પરંતુ લોકો એ વાતથી અજાણ હોય છે કે તેઓ 24 કલાકમાં કેટલીવાર શ્વાસ લે છે. તો ચાલો આજે આવા જ શરીરના રસપ્રદ રહસ્યો વિશે જાણીએ.

Advertisement
image socure

1. શ્વાસ લેવો એવી પ્રક્રિયા છે જે 24 કલાક ચાલે છે. એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટ 16 વખત શ્વાસ લે છે. તેનો અર્થ છે કે દર કલાકે આપણે અંદાજે 960 વખત અને એક દિવસમાં 23,040 વખત શ્વાસ લઈએ છીએ. આ રીતે આપણે વર્ષમાં 8,409,600 વખત શ્વાસ લઈએ છીએ.

2. રોજ દિવસમાં માણસ 200 ગેલનથી વધુ હવા શ્વાસમાં ગ્રહણ કરે છે. તમે જે ઓક્સીજનને શ્વાસમાં લ્યો છો તે તમારા ફેફસામાં જાય છે અને ત્યાંથી રક્તમાં ભળી જાય છે પછી તે રક્તપ્રવાહ સાથે શરીરની તમામ કોશિકા સુધી પહોંચી જાય છે.

Advertisement
image socure

3. સામાન્ય રીતે વ્યક્તિ સરેરાશ શારીરિક ગતિવિધિઓ દરમિયાન 0.5-2 લીટર પ્રતિ કલાક વચ્ચે પરસેવો વહાવે છે. પરંતુ કેટલાક અધ્યયનોમાં સામે આવ્યું છે કે લોકો એક દિવસમાં ઓછામાં ઓછો 3 લીટર પરસેવો વહાવે છે. પરસેવો શરીરમાંથી નીકળતું પાણી જ હોય છે. તેમાં અમોનિયા, યૂરિયા, નમક અને ખાંડ પણ હોય છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્યથી વધુ હોય છે ત્યારે શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે તે સક્રિય થાય છે.

image socure

4. પરસેવો આપણા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. એક રિસર્ચ અનુસાર માણસના પરસેવામાં નમક, ખાંડ ઉપરાંત કોલેસ્ટ્રોલ અને આલ્કોહોલ જેવા પદાર્થ પણ મળી આવે છે. પરસેવાના કારણે શરીરની સફાઈ સારી રીતે થાય છે અને શરીરના અંગ બરાબર કામ કર છે. પરસેવો નીકળે ત્યારબાદ સ્કીન પર શાઈન આવી જાય છે કારણ કે ત્વચાના રોમછીદ્રો ખુલી જાય છે.

Advertisement
Advertisement
Exit mobile version