Site icon Health Gujarat

તમને કે તમારા પ્રિયજનને છે પથરીની તકલીફ રાખો આ વાતોનું ધ્યાન, નહિ સહન કરવો પડે દુખાવો…

પથરી એ કિડની સંબંધીત બિમારી છે. આ રોગથી પીડાતા દર્દીઓની કિડનીમાં પત્થરો બનાવવાનું શરૂ થાય છે. પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે. પત્થરોનું કદ બદલાય છે. એક વ્યક્તિની કિડનીમાં મોટો પથ્થર બને છે, તો બીજાની કિડનીમાં નાનો પત્થર બને છે. મોટેભાગે નાના પથ્થરો પેશાબ દ્વારા બહાર નિરળી જાય છે, પરંતુ મોટા પત્થરો પેશાબમાં અવરોધ ઉભો કરે છે ઉપરાંત કમર અને પેટમાં દુખાવો પણ કરે છે.

image source

આ રોગ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે

Advertisement

આ રોગ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. નિષ્ણાતોના મતે, દસમાંથી એક વ્યક્તિ પથરીથી પીડાય છે. પથરીથી પીડાતા દર્દીઓએ દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પાણી દ્વારા પથરી પણ બહાર નિકળી જાય છે. મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોઈ શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.

image source

અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી. પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે. જો કે, વ્યક્તિએ હંમેશાં શુદ્ધ અને સાફ પાણી પીવું જોઈએ. આ સિવાય ડોકટરો પથ્થરીના દર્દીઓને અમુક બાબતોથી બચવા માટે સલાહ આપે છે. જો તમને ખબર ન હોય તો ચાલો આપણે જાણીએ કે શું ખાવું અને શું ટાળવું જોઈએ.

Advertisement

કલમી શાકનો ઉકાળો પીવો

જો કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાથી પરેશાન છે, તો પછી તેમણે મુઠ્ઠી કલમી શાકના પાંદડાનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. તેનાથી ખૂબ જ જલ્દી પથરીમાં રાહત મળે છે. જો કે, સેવન કરતા પહેલા કૃપા કરીને ડોક્ટરની સલાહ લો.

Advertisement
image source

આંબળાનું સેવન કરો

નિષ્ણાતોના મતે, આંબળા કિડનીના પત્થરને દૂર કરવામાં સક્ષમ છે. આ માટે આમળા પાવડર અથવા જ્યુસ લઈ શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ પર આમલાનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Advertisement
image source

જેતુન તેલનું સેવન કરો

એક વેબસાઈટમાં પ્રકાશિત સંશોધનથી બહાર આવ્યું છે કે જેતુનનું તેલ પથરીને ઓગાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે પથરીથી પીડીત દર્દીઓને દરરોજ એક ગ્લાસ પાણીમાં થોડા ટીપાં જેતુન તેલ ભેળવી પીવુ જોઈએ. લીંબુનો રસ સ્વાદ વધારવા માટે પણ વાપરી શકાય છે.

Advertisement

શું ટાળવું

પથરીથી પીડિત લોકોએ તેમના આહારમાં ઓક્સાલેટ યુ્ક્ત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત, પ્રોટીન અને સોડિયમ પણ નજીવા પ્રમાણમાં લેવું જોઈએ. આ માટે પાલક, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ, ખાટા ફળો અને જ્યુસ જેવી ચીજોથી બચો.

Advertisement
image source

ક્યાં પ્રવાહી લેવા

પ્રવાહીમાં નારિયેળ પાણી, જવનું પાણી, પાતળી છાસ, સાદા ઠંડાં પીણાં (જેમ કે મીઠા વગરની સોડા, લેમન), પાઇનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણમાં લેવાથી પથરી બનવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં ૫૦% જેટલું પ્રવાહી સાદું પાણી લેવું જરૂરી છે. નોંધનિય છે કે કિડનીમાં વારંવાર પથરી બનવી સામાન્ય છે. કિડનીમાં અન્ય પથરી બનતી અટકાવવા જુદી જુદી રીતે કાળજી રાખી શકાય છે, સૌ પ્રથમ તો તમારે રોજ ત્રણ લિટર પાણી પીવું જોઈએ, જેથી પેશાબ ઘાટો પીળો ન આવે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version