Site icon Health Gujarat

જો પાતળી કમર કરવી હોય તો આ 10 વસ્તુઓ ખાવાનું આજથી જ કરી દો બંધ

સામાન્ય રીતે વજન વધવું એ હાલના સમયમાં ઘણા લોકોને સતાવતી સમસ્યા છે. લોકડાઉનના કારણે લોકોનું ચાલવું અને કસરત કરવું પણ જાણે ઓછું થઇ ચુક્યું છે. જીમ બંધ છે આવા સમયે જો તમારું પેટ વધુ ઝડપથી બહાર આવી રહ્યું છે, તો વધુ શુગર અને કાર્બોહાઈડ્રેટ ધરાવતો ખોરાક તાત્કાલિક જ બંધ કરવો જોઈએ. તેમજ કઈ ખાદ્ય વસ્તુઓના ઉપયોગથી પેટની ચરબી ઝડપથી વધે છે, એવી વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.

image source

જો તમે પણ તમારું પેટ ઓછું કરવા માંગો છો, તો માત્ર કસરત જ પણ તમારે તમારા રોજીંદા આહારમાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે કંઈ પણ એવું ખાવ છો, તો તે ફક્ત તમારા પેટમાં જ નહીં આખા શરીરમાં પણ એ ચરબી વધારે છે. જેથી કરીને તમારે તમારા આખાય શરીરને ફીટ રાખવું પડશે. અને જો એમ કરવું હોય તો જે આહારમાં ખાંડ અને કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય, એવી વસ્તુઓ તરત જ બંધ કરવી જોઈએ. ચાલો અમે આપને જણાવી દઈએ કે કઈ ચીજો ખાવાનું ટાળવું જોઈએ.

Advertisement

મીઠાઈઓ

કેન્ડી અને અન્ય પ્રકારની મીઠાઈઓ કેલરી સિવાય બીજું કંઈ જ નથી. નાની નાની ચોકલેટ્સ અને કેન્ડી કેલરીના ઇનટેકમાં જરાય ઓછી થતી નથી. આ કારણે એનાથી દુર રહેવું જરૂરી છે.

Advertisement

આ જ પ્રકારે પીણાઓમાં સોડા અને કોક પણ તમારા સ્વાસ્થ્યના દુશ્મનો જ છે. ઘણા લોકોને બપોરના ભોજન અથવા રાત્રિભોજન પછી સોડા પીવાની આદત હોય છે. જો તમે આ બંને વસ્તુને સાદા પાણી અથવા આઈસ ટીથી રિપ્લેસ કરી દેવામાં આવે તો એ તમારા શરીરમાંથી ઘણી કેલરી ઘટાડવામાં સહાયક થઇ શકે છે.

ફાસ્ટ ફૂડ

Advertisement
image source

એક વખતનું ફાસ્ટ ફૂડ પણ તમારા માટે મોઘું સાબિત થઈ શકે છે. આ ઓછામાં ઓછી 2000 કેલરી ઉમેરવામાં આવે છે. જો કે દિવસ દરમિયાન ઘણી કેલરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ફાસ્ટ ફૂડમાં ખરાબ ફેટ્સનું પ્રમાણ વધારે અને પોષક તત્વો ખુબ જ ઓછા હોય છે.

દારૂ

Advertisement

અનેક સંશોધન દ્વારા સમજાય છે કે દિવસમાં એક વાર આલ્કોહોલનું સેવન કરવાથી તમને હ્રદયની બીમારીનો ડર ઓછો થઇ જાય છે. જો કે આલ્કોહોલથી અન્ય બે સમસ્યાઓ પણ સર્જાય છે, એક તો એમાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે અને પોષક તત્વો ખુબ જ ઓછા હોય છે. આલ્કોહોલનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી હજારો કેલરી એમાં વધી શકે છે.

ડેરીના ઉત્પાદનો

Advertisement
image source

દૂધ દ્વારા બનતા ઉત્પાદનોને કેલ્શિયમનો મુખ્ય સ્રોત માનવામાં આવે છે, પણ આ સાથે જ તે કાર્બોહાઇડ્રેટ અને ખરાબ ચરબીના કિસ્સામાં પણ આગળ હોય છે. જો તમે તમારા પેટને ઘટાડવા માંગતા હોવ તો તમારે કેલ્શિયમનું જરૂરી પ્રમાણ લીલી શાકભાજીમાંથી લેવું જોઈએ અને ડેરી ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ.

રીફાઈન અનાજ

Advertisement

રીફાઈન કરેલા અનાજમાં શુદ્ધ કાર્બોહાઈડ્રેટ હોય છે અને શરીરમાં શુગરનું પ્રમાણ વધારે છે. આના બદલે આખા અનાજનો ઉપયોગ કરવો જોઈએ.

ફળોનો રસ

Advertisement
image source

ફળોના રસમાં ગમે તેટલા પોષક તત્વો કેમ ન હોય પણ એમાં શુગરની માત્રા પણ એટલી જ વધારે હોય છે. સવારમાં એક ગ્લાસ જ્યુસ પીવાથી તો કોઈ ખાસ નુકશાન થતું નથી, પણ તમે એની નિયમિત પીવા માટે ઉપયોગમાં ન લઇ શકો.

બટાકા

Advertisement

એક પાકેલું બટાકું ખાવાનો અર્થ એ છે કે તમે સીધી જ એક ચમચી શુગર લઇ રહ્યા છો. જ્યારે તેની વધુ માત્રામાં લેવાયેલી શુગર ખપી જાય છે તો વધારે ભૂખ લાગે છે અને તમે વધુ ખાવા લાગો છો.

નાસ્તા

Advertisement
image source

વેફર અથવા એના જેવા અનેક નાસ્તાઓ લેવાથી પણ મીઠાઈની જેમ જ કેલરી વધે છે. આ કારણે ખાવાના વચ્ચે સ્વસ્થ નાસ્તાનું સેવન કરવું જોઈએ.

ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ

Advertisement

સીરપના ઉપયોગ કરવાથી મીઠાઈ અને રીફાઈન અનાજ લેવાથી થનારી સમસ્યાઓ એક સાથે થાય છે. આ કારણે એનો ઉપયોગ ટાળવો જોઈએ.

જો તમારે સપાટ પેટ જોઈએ છે તો આ વસ્તુઓ ઉપયોગી બનશે, અને પેટ જલ્દીથી અંદર આવશે….

Advertisement

બદામ

image source

બદામ મોનોસેચ્યુરેટેડ ચરબી અને પ્રોટીનથી ભરપુર હોય છે, જે વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે અને તમારી કમરને પાતળા કરવામાં પણ સહાયક નીવડે છે. બદામમાં જોવા મળતી મોનોસેટ્યુરેટેડ ચરબી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે, ખાસ કરીને પેટને. જો કે, બદામ ખાતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે કેટલી માત્રામાં એનું સેવન કરી રહ્યા છો, કારણ કે બદામમાં પણ કેલરીનું પ્રમાણ વધારે હોય છે. આથી એક નિર્ધારિત પ્રમાણમાં જ બાદમ લેવી જોઈએ.

Advertisement

પાંદડાવાળા શાકભાજી –

image source

પાંદડાવાળા શાકભાજી ખાવાથી પેટનું વધતું પ્રમાણ ઓછું કરવામાં મદદ મળે છે. કારણ કે લીલી શાકભાજીમાં ભરપુર ફાઇબર હોય છે. ફાયબરના ઉપયોગથી ફરી ભૂખ લાગતી નથી. આ કારણે તમે ખોરાક ઓછો લો છો અને કેલરીનું પ્રમાણ પણ ઓછું લેવાય છે. પાલક અને બ્રોકોલી જેવી પાંદડાવાળી શાકભાજીમાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબર હોય છે.

Advertisement

ઓટમીલ

ઓટમીલ અથવા આખા અનાજ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક નીવડે છે. પેન્સિલવેનીયા યુનિવર્સિટીમાં થયેલ એક અભ્યાસમાં, ભાગ લેનારાઓએ આખા અનાજ ખાવા અને વજન ઘટાડવા વચ્ચેના સંબંધ પર વિશેષ તપાસ કરી હતી. આ અભ્યાસ દ્વારા પેટની ચરબી ઘટાડવામાં આખા અનાજની ભૂમિકા પણ સાબિત થઈ શકી હતી.

Advertisement

બેરી-

બેરીનો ઉપયોગ કરીને તમે પેટની ચરબીને નિયંત્રિત કરી શકો છો. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને બ્લેકબેરીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વજન ઘટાડવામાં ઉપયોગી નીવડે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version