Site icon Health Gujarat

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પીનટ બટર, જાણી લો તેનાથી થતા આ અઢળક લાભો વિશે

પીનટ બટર આંખો માટે ખૂબ ફાયદાકારક છે,જાણો તેના ફાયદાઓ

મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે.તે પ્રોટીન,ફાઈબર અને ફેટથી ભરપુર હોય છે.તેમાં પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ અને વિટામિન બી પણ હોય છે.તેમાં વધુ કેલરી હોય છે,તો પણ મગફળીમાં પોષક તત્વો ભરપુર હોય છે.તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું જોવા મળે છે.મગફળીના ફાયદા વિશે તમે જાણો જ છો,પણ આજે અમે તમને પીનટ બટરના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પીનટ બટર મગફળીમાંથી જ તૈયાર કરવામાં આવે છે.તેને ખાવાથી આરોગ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે.આ બટર શરીરને ઘણી શક્તિ પ્રદાન કરે છે.દરરોજ આને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.ચાલો જાણીએ પીનટ બટરના અન્ય ફાયદાઓ વિશે –

Advertisement

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે

image source

પીનટ બટર ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં ખૂબ ફાયદાકારક છે.તેમાં મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે. તેને ખાવાથી ડાયાબિટીઝનું જોખમ ઓછું થઈ શકે છે.અઠવાડિયામાં લગભગ 4 વાર ખાવું જોઈએ.ડાયાબિટીઝમાં ઘણો ફેર પડશે.

Advertisement

પાચન શક્તિને મજબૂત બનાવે છે

image source

પીનટ બટર ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.તેમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને સરળ રાખવામાં મદદ કરે છે.તેને ખાવાથી અનેક પ્રકારના રોગોથી છૂટકારો મળી શકે છે.

Advertisement

આંખો માટે ફાયદાકારક

image source

પીનટ બટર આંખોની રોશની વધારવામાં ખૂબ મદદગાર છે.તેમાં વિટામિન-ઇ શામેલ હોય છે જે આંખોની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.આંખોની તકલીફ હોય ત્યારે પીનટ બટર જરૂર ખાવું જોઈએ.

Advertisement

શરીરમાં એનર્જી આવે છે

image source

પીનટ બટર ખાવાથી શરીરને પુષ્કળ શક્તિ મળે છે.આ બટર મગફળીમાંથી બને થાય છે.આ સ્થિતિમાં,તેમાં પૂરતી એનર્જી જોવા મળે છે.
વજન ઘટાડવામાં અને હૃદયમાટે ફાયદાકારક છે

Advertisement

પીનટ બટરની એક ચમચીમાં લગભગ 100 કેલરી હોય છે.આ કેલરી મોનો-અનસેચ્યુરેટેડ ચરબીના રૂપમાં હોય છે. મોનો અનસેચ્યુરેટેડ ચરબી શરીર માટે ફાયદાકારક છે.તે હૃદય રોગ અને જાડાપપણાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.ઘણાં અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે પીનટ બટર ખાવાથી શરીરમાં રહેલી ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે

Advertisement
image source

ઘણા લોકો તો એ પણ નથી જાણતા કે પીનટ બટર ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે.પીનટ બટર આપણા શરીરમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.બ્રેસ્ટ કેન્સર રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં જણાવાયું છે કે 9 થી 15 વર્ષની છોકરીઓને રેગ્યુલર પીનટ બટર ખાવાથી,તેમને 30 વર્ષની વયે સ્તન કેન્સર થવાનું જોખમ 39 ટકા ઓછું હોય છે.

પેટ પણ ભર્યું રાખે છે

Advertisement
image source

પીનટ બટરમાં પોષક તત્ત્વો હોય છે,તેથી તેને સવારમાં ખાવાથી તમારું પેટ ભર્યું રહે છે.પીનટ બટર આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. તેના ઉચ્ચ પોષક તત્વો શારીરિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વર્કઆઉટ્સ માટે ફાયદાકારક

Advertisement
image source

વર્કઆઉટ કરનારા લોકો માટે પીનટ બટર ખૂબ ફાયદાકારક છે.વર્કઆઉટ પહેલાં અથવા પછી પીનટ બટર એક સારું પૂરક બની શકે છે.જે લોકોને ફિટનેસ ગમે છે તેમના માટે પીનટ બટર ખુબ આવશ્યક છે.પીનટ બટર રોજિંદા રૂટીનમાં શામેલ કરીને પોતાને ફીટ રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version