Site icon Health Gujarat

પરફેક્ટ હેર કલર કરવા ઈચ્છો છો તો આ છે કામની ટિપ્સ, જાણી લો તમે પણ

હવે એ જમાનો ગયો જયારે લોકો ફક્ત સફેદ વાળને છુપાવવા માટે વાળને કલર કરતા હતા. આજકાલ લોકો અનેક રંગના વાળ રાખવાની ફેશનમાં ટ્રેન્ડમાં રહેવાનું પસંદ કરે છે. લોકો માટે વાળને કલર કરવાના કારણે સફેદ વાળથી છૂટકારો મળે છે. આ માટે એક શૌક, એક્સપરિમેન્ટ છે. તેમાં યુવાઓ પોતાના લૂકને ચેન્જ કરવા માટે અને સાથે થોડા અલગ દેખાવવાની ઈચ્છામાં વાળને અલગ અલગ કલર કરાવે છે. એવામાં વાળને કલર કરવાનું આજે એક સામાન્ય ટ્રેન્ડ બન્યો છે.

image source

હેર કલરની વાત આવે તો દરેક લોકોના મંતવ્યો અલગ અલગ હોય છે. કોઈ મલ્ટીકલર હેર પસંદ કરે છે, કોઈ ગોલ્ડન, કોઈ બ્રાઉન તો કોઈ બ્લેક. દરેક વ્યક્તિ તેની પસંદ અનુસાર વાળને કલર કરે છે. તેનાથી વાળને નુકસાન થતું નથી. તમે જો ઠીક સમજો તો કોઈ હેર સલૂનમાં જઈને પણ હેર કલર કરાવી શકો છો. પરંતુ જો તમે જાતે જ હેર કલર કરો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખી લેવાની જરૂર છે. જેનાથી તમને નુકસાન થતુ નથી, વાળમાં હેર કલર કરતા પહેલા કેટલીક સાવઘાની રાખી લેવી જોઈએ. તેનાથી તમને ફાયદો થાય છે. વાળમાં જો કલર લાંબા સમય સુધી રહે છે, તો તે તમને નુકસાન કરી શકે છે. માટે હેર કલર કાઢતી સમયે તેને સારી રીતે ધોઈ લો તે જરૂરી છે.

Advertisement
image source

જ્યારે પણ તમે હેર કલરની પસંદગી કરો છો તો તમારે ધ્યાન રાખી લેવું કે તે તમારી પર્સનાલિટી સાથે મેળ ખાતો હોય, આ સમયે તમે તમારા પ્રોફેશનલ સર્કલનું પણ ધ્યાન રાખો તે જરૂરી છે. તમે તે કલરમાં ખાસ કરીને કમ્ફર્ટેબલ રહો તેનું ધ્યાન રાખો.

જો તમારા વાળ ખરે છે તો કોઈ પણ પ્રકારની એલર્જી છે તો હેર કલર કરતા પહેલા તેની સારવાર કરાવી લો. આ સિવાય તમે હેર કલર કરો છો તો તમારા વાળ ખરાબ થઈ શકે છે.

Advertisement
image source

અનેક લોકો એમોનિયા વાળા હેર કલર લગાવે છે. આ લોકોને ખાસ કરીને માથુ દુઃખવાની ફરિયાદ જોવા મળે છે. એકવાર પ્રોફેશનલ કલર એક્સપર્ટની સાથે વાત કરો અને પછી તમારા માટે હેર કલરની પસંદગી કરો.

અનેક લોકો ઘરે કલરને લાવીને પછી કલર કરે છે. જો તમે પહેલી વાર ઘરે કલર કરો છો તો પહેલા વાળને સારી રીતે શેમ્પૂ કરી લો અને તેને સૂકાવવા દો. આ પછી કાંસકાથી તેને ઓળી લો. હવે તેને કલર કરો.

Advertisement
image source

જ્યારે પણ કલર કરાવવા જઈ રહ્યા હોવ કો કેના પહેલા વાળમાં મહેંદી લગાવવાનું ટાળો. મહેંદી કરેલા વાળ પર કલર ઝડપથી ચઢતો નથી. આ માટે તમે પણ કલર કરતા ધ્યાન રાખો.

image source

જો તમે હેર કલર કરવાનું વિચારી રહ્યા છો અથવા તો પહેલી વાર હેર કલર કરાવવા ઈચ્છો છો તો પાર્લરમાં જાઓ. આ પહેલા પાર્લરની પણ તમામ જાણકારી મેળવી લો તે જરૂરી છે.

Advertisement

હવેથી ઉપરી તમામ વાતોને યાદ રાખીને વાળમાં યોગ્ય કલર કરો અથવા તો તેને ઘરે જ જાતે સારી રીતે કરો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version