Site icon Health Gujarat

જાણો ઘરે કેવી રીતેે બનાવશો હેર પરફ્યુમ, સાથે જાણો કઇ સમસ્યામાંથી મળશે છૂટકારો

તમે પરફ્યુમનો ઉપયોગ શરીર પર તો કર્યો જ હશે પણ શું તમે ક્યારેય વાળ પર પરફ્યુમનો ઉપયોગ કર્યો છે ? અહીં અમે તમને જણાવીએ વાળ માટે ઉપયોગી ઘરે બનાવેલું પરફ્યુમ

શરીરમાં છાંટેલું પરફ્યુમ આપણને વધુ સારી સુગંધ આપવા તેમજ આપણી સામેની વ્યક્તિ પર આપણી સારી છાપ બનાવવામાં મદદ કરે છે.તમે બધાએ બોડી પરફ્યુમનો ઉપયોગ કર્યો જ હશે,પરંતુ શું તમે ક્યારેય વાળના પરફ્યુમનો ઉપયોગ કર્યો છે ? લગભગ તો નહીં,કારણ કે વાળના પરફ્યુમ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

Advertisement
image source

શેમ્પૂ અથવા કન્ડિશનર તમારા વાળને ટૂંકા સમય માટે એક સરસ સુગંધ આપે છે,પરંતુ વાળનો પરફ્યુમ તમને અને તમારા વાળને લાંબા સમય સુધી સરસ સુગંધ આપે છે.તે તમારા વાળ ચળકતા,સુગંધિત અને વાળને તાજા રાખે છે.તો ચાલો અહીં અમે તમને ઘરે વાળના પરફ્યુમ બનાવવાની રીત વિશે જણાવીશું,જે બનાવવું ખુબ જ સરળ છે.

વાળના પરફ્યુમને બનાવવાની સામગ્રી

Advertisement

સામગ્રી:

અડધો કપ ગુલાબજળ

Advertisement
image source

2 ટીપાં વેનીલા એસેન્સ

20 ટીપાં દ્રાક્ષનું તેલ અથવા નાળિયેર તેલ

Advertisement

7 ટીપાં જાસ્મિન આવશ્યક તેલ

સ્પ્રે બોટલ

Advertisement
image source

વાળના પરફ્યુમ બનાવવાની રીત:

ઘરે બનાવેલા આ ઘરેલુ પરફ્યુમ તમારા વાળ માટે સસ્તા હોવા સાથે ખૂબ સરળ પણ છે.તેને બનાવવા માટે, તમે અહીં આપેલ સરળ પગલાંને અનુસરો:

Advertisement

પહેલા તમે એક બાઉલ લો અને તેમાં ગુલાબજળ અને વેનીલા એસેન્સ ઉમેરો.

image source

હવે જો તમને દ્રાક્ષનું તેલ અને જાસ્મિન તેલની સુગંધ જોઈએ છે,તો તમારે તેમાં લવંડર તેલના 1-2 ટીપાં પણ ઉમેરવા જોઈએ.
હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરો.

Advertisement

હવે સ્પ્રે બોટલને સૂકી જગ્યાએ સ્ટોર કરીને રાખી દો.

હવે તમે ઇચ્છો ત્યારે આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.તેનો ઉપયોગ વાળ ધોયા પછી અથવા ધોયા વિના વાળ પર કરી શકાય છે.તે તમારા વાળને સારી સુગંધ આપશે અને તમારા વાળમાં તાજગી લાગશે.જ્યારે પણ તમને તમારા વાળ સૂકા અથવા તેલયુક્ત લાગે છે,ત્યારે તમે આ પરફ્યુમ તમારા વાળ પર છાંટો.

Advertisement

વાળના પરફ્યુમના ફાયદા

image source

વાળના પરફ્યુમનો ઉપયોગ મુખ્યત્વે વાળમાં તાજગી લાવવા માટે કરવામાં આવે છે.

Advertisement

વાળના પરફ્યુમનો બીજો સામાન્ય ઉપયોગ એ છે કે વાળને પરસેવાથી છૂટકારો મળે છે.ઘણીવાર તીવ્ર સૂર્યપ્રકાશ,ગરમી અને વર્કઆઉટ્સ પછી વાળમાંથી પરસેવાની વાસ આવે છે,વાળનું પરફ્યુમ વાળને સુગંધિત અને પરસેવા મુક્ત રાખવામાં મદદ કરે છે.ઘણા લોકો ફક્ત દિવસે વાળ પર તેમની પસંદની સુગંધ મેળવવા માટે વાળના પરફ્યુમનો છંટકાવ કરે છે.

આ એન્ટિ-સ્ટેટિક ગુણોથી ભરપૂર હોવાની સાથે તે શાઇન બૂસ્ટ માટે પણ સારું છે.

Advertisement
image source

આ પરફ્યુમ તમારા માથાની ઉપરની ચામડીને તંદુરસ્ત અને વાળ મજબૂત બનાવવામાં મદદ કરે છે.કારણ કે આ વાળના પરફ્યુમમાં વાળને સ્વસ્થ રાખવાવાળા તેલનો સમાવેશ હોય છે જે વાળને સ્વસ્થ રાખે છે.આ આવશ્યક તેલ તમારા વાળને એક સારી સુગંધ આપે છે અને સાથે વાળને મજબૂત રાખે છે.

આ રીતે તમે ઘરે તમારા વાળના પરફ્યુમને સ્ટોર કરી શકો છો,આ પરફ્યૂમની મદદથી વાળ સુરક્ષિત રહેશે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version