Site icon Health Gujarat

માસિક ધર્મમાં મોડું થવાની સમસ્યાને દૂર કરવા, અને યોગ્ય સમયે પિરિયડ્સ લાવવા આજથી જ અપનાવો આ ઘરેલું ઉપાયો

પિરિયડ્સ એટલે કે માસિક ધર્મ દરેક મહિલાના શરીરની કુદરતી ક્રિયા છે. ક્યારેક ક્યારેક મહિલાઓને માસિક ધર્મમાં મોડું થવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે. પિરિયડ્સમાં મોડું થવું તે ઘણીવાર પીડાદાયક સાબિત થતું હોય છે, અને પાર્ટી,. પૂજા તેમજ તહેવારોની બધી મજા બગડી જતી હોય છે. આમ તો આજકાલ મહિલાઓ દવાઓ લઈને પીરિયડ્સને જલદી કે મોડા લાવવાનો પ્રયાસ કરે છે, પણ તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. તેવામાં મહિલાઓએ દવાઓની જગ્યાએ બરાબર સમયે પિરિયડ્સ લાવવા માટે કેટલાક ઘરેલુ નુસખાઓ અજમાવવા જોઈએ. તો આજે અમે તમને આ જ ઘરેલુ ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલાં તો પિરિયડ્સમાં મોડું થવા પાછળના કારણો જાણી લો

Advertisement
image source

માસિક ધર્મ ન આવવા કે મોડા આવવા પાછળ કોઈ એક માત્ર કારણ કે તમે ગર્ભવતી છો તે જ નથી હોતું. ગર્ભાવસ્થા ઉપરાંત પણ ઘણા બધા કારણોથી માસિક ધર્મમાં નહીં થવાના કે મોડા થતા હોય છે. જેમાં હોર્મોનમાં થતું પરિવર્તન થી લઇને તમારું અનિયમિત રુટિન પણ જવબાદર હોઈ શકે છે, જે વિષે અમે તમને આગળ જણાવી રહ્યા છીએ.

પિરિયડ્સમાં મોડા થવાના કારણો

Advertisement

હોર્મોનમાં પરિવર્તન આવવાથી

માનસિક તાણ થવાથી

Advertisement

ધૂમ્રપાનની આદત

image source

પીસીઓએસ એટલે કે પોલિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ

Advertisement

પોષક તત્વ ઓછા હોવાથી

મેદસ્વીતાના કારણરૂપ એસ્ટ્રેજન હોર્મોનના કારણે.

Advertisement

ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ

ચિંતા તેમજ વાઈના હૂમલાની દવા લેવાથી.

Advertisement

થાઇરોઇડ

image source

પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એટલે કે પ્રજનન અંગોનું સંક્રમણ થવાથી

Advertisement

લોહીમાં પ્રોલેક્ટિન હોર્મોનનું ઉંચું પ્રમાણ હોવાથી

માસિકમાં આવવાના લક્ષણો

Advertisement

મહિલાઓ માટે પિરિયડ્સનો સમય સરળ નથી હોતો, પણ પિરિયડ્સ આવવાના થોડા દિવસો પહેલાથી જ તેના કેટલાક લક્ષણો દેખાવ લાગે છે જે આ પ્રમાણે હોય છે.

પિરિયડ્સ પહેલા મહિલાઓનો વ્યવહાર થોડો બદલાઈ જતો હોય છે. ઘણી મહિલાઓનો સ્વભાવ ચિડિયો બની જતો હોય છે તો વળી કેટલીક મહિલાઓ વધારે સંવેદનશીલ બની જતી હોય છે. જેને મૂડ સ્વિંગ્સ કહે છે.

Advertisement

પિરિયડ્સ પહેલાં હોર્મોનલ પરિવર્તન આવવાના કારણે શરીર સંવેદનશીલ બની જાય છે. કેટલીક મહિલાઓને સ્તનમાં પીડા કે અસ્વાભાવિકતા લાગે છે.
કેટલીક મહિલાઓને પિરિયડ્સ પહેલાં કે પીરિયડ્સ દરમિયાન ખાવાની ઇચ્છા નથી થતી.

કેટલીક મહિલાઓને પિરિયડ્સના થોડા દિવસો પહેલાં જ માથામાં દુખાવો થવાની ફરિયાદ થતી હોય છે તો આ ઉપરાંત કેટલીક મહિલાઓને ઉલટી પણ થતી હોય છે.

Advertisement

પિરિયડ્સ થવાના છે તેનું એક લક્ષણ પીડા પણ છે. કેટલીક મહિલાઓને પિરિયડ્સ દરમિયાન કે પિરિયડ્સમાં થતાં પહેલા કમર, પેટ તેમજ શરીરના નીચેના ભાગમાં દુઃખાવો ઉપડતો હોય છે.

પિરિયડ્સને નિયમિત બનાવવાના ઘરગથ્થુ ઉપાય વિષે જાણી લો

Advertisement

આમ તો માસિક લાવવાની દવાઓ પણ હોય છે, પણ અહીં અમે માસિક ધર્મને નિયમિત એટલે કે યોગ્ય સમયે લાવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિષે જણાવા જઈ રહ્યા છીએ. જેની મદદથી માસિક ધર્મ સાથે જોડાયેલી મુશ્કેલીઓ, જેમ કે દુઃખાવો, અનઇઝીનેસ વિગેરેને પણ ઘટાડી શકાય.

પપૈયુ

Advertisement

તેના માટે તમારે એક વાટકી કાચુ પપૈયુ જોઈશે. જ્યારે તમારી માસિક ધર્મની તારીખ આવવાની હોય તેના એક-બે અઠવાડિયા પેહલાં તમારે પપૈયુ ખાવાનું શરૂ કરી દેવું. જ્યાં સુધી પિરિયડ્સ ન આવે ત્યાં સુધી તમારે તેને ખાવું.

કાચા પપૈયામાં ગર્ભાશયની માંસપેશીઓના સંકોચનને નિયંત્રિત કરવાના ગુણ હોય. છે. જેનાથી માસિક ધર્મ સમય પર આવી શકે છે. સાથેસાથે જો કોઈનું માસિક ધર્મ ચક્ર માનસિક તાણના કારણે રોકાઈ જાય તો ત્યારે પણ કાચુ પપૈયુ પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરી શકે છે.

Advertisement

તજ

તેના માટે તમારે અરધી ચમચી તજના પાઉડરની જરૂર પડશે અને એક ગ્લાસ દૂધ લેવાનુ રહેશે. હવે તમારે આ બન્ને સામગ્રીઓને મિક્સ કરી લેવી. આ દૂધ તમારે રોજ પીવું. આ સાથે તમે પિરિયડ આવવાના હોય તે પહેલાં પહેલાં થોડા દિવસો રોજ તજની ચાપણ પી શકો છો.

Advertisement

તજ શરીરના તાપમાનને વધારે છે જેનાથી પીરિયડ્સના સમય પર કે પછી તેના જલદી થવાની સંભાવના વધી જાય છે. સાથેસાથે તેમાં હાઇડ્રોક્સીચેલ્કોન કંપાઉડ હોય છે જે પીરિયડ્સને નિયમિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

તજ પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમના કારણે અનિયમિત થતા માસિક ચક્રને પણ ઠીક કરી શકે છે. એટલે સુધી કે તજનો ઉપયોગ માસિક ધર્મમાં થતા દુઃખાવાને પણ ઘટાડી શકે છે અને વધારે પડતા રક્તસ્ત્રાવને અટકાવવામાં પણ મદદ કરી શકે છે.

Advertisement

વરિયાળી

image source

આ ઉપાય માટે તમારે એક ચમચી વરિયાળી અને ચાર કપ પાણીની જરૂર પડશે. તમારે એક તપેલી લેવી તેમાં પાણી અને વરિયાળી નાખીને તેને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવું. ત્યાર બાદ તે પાણીને ગાળી લેવું અને તેને ઠંડુ કરી લેવું. હવે આ મિશ્રણને તમારે દિવસમાં થોડી થોડી વારે પીતા રહેવું.

Advertisement

વરિયાળી ખાવાના લાભો વિષે આપણે બધા સારી રીતે જણીએ છીએ પણ તમને એ ખબર નહી હોય કે પિરિયડ્સને નિયમિત બનાવવા માટે વરિયાળી તમને મદદ કરી શકે છે. વાસ્તવમાં વરિયાળી એસ્ટ્રોજેનિક એજન્ટની જેમ કામ કરે છે, જેનાથી માસિક ધર્મ જલદી લાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત વરિયાળીમાં એમ્મેનાગોગની અસર હોય છે, જે બ્લડ ફ્લો વધારે છે. આ ઇફેક્ટના કારણે પિરિયડ્સ સમય પર આવી શકે છે. તે ગર્ભાશયમાં ઉત્પન્ન થતાં સંકોચન માટે પણ મદદ કરે છે. જેનાથી માસિક ધર્મ દરમિયાન થનારી પીડામાં રાહત મળે છે.

ગાજર

Advertisement

તમારે આ ઉપાય માટે બે ગાજરની જરૂર પડશે. તમારે ગાજરના ટુકડા કરી લેવા, તેને ક્રશ કરી લેવા ત્યાર બાદ તેનો જ્યૂસ કાઢી લેવો. રોજ આ રીતે જ જ્યૂસ કાઢીને પીવો. આ સિવાય તમે રોજ ગાજરને કાપીને પણ ખાઈ શકો છો.

ગાજરમાં બીટા-કેરોટીન અને કેરોટીન જેવા તત્ત્વ હોય છે. તેની ઉણપના કારણે માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે. તે જ કારણ છે કે ગાજર પીરિયડ્સને રેગ્યુલેટ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત ગાજરના બીજ પણ પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે.

Advertisement

આદુ

આ ઉપાય માટે તમને અરધી ચમચી આદુના રસની જરૂર પડશે. અને સાથે પા ચમચી મધ જોઈશે. તમારે પહેલાં તો આદુનો રસ કાઢી લેવો. ત્યાર બાદ તેમાં મધ મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને તમારે માસિક ધર્મ આવવાની હોય તે તારીખના અઠવાડિયા પહેલાં રોજ ચાંટવાનું શરૂ કરવું.
અનિયમિત કે મોડા પિરિયડ આવવાની સમસ્યાને તમે આ ઉપાયથી દૂર કરી શકો છો. એક સંશોધન પેપરમાં એ જાણવા મળ્યું છે કે આયુર્વેદમાં ઘણા સમયથી આદુનો ઉપયોગ માસિક ધર્મમાં થતાં વિલંબને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. જો કે તે સ્પષ્ટ નથી કે એવા કયા ગુણ તેમાં સમાયેલા છે જેનાથી તે થાય છે.

Advertisement

તલ

આ ઉપાય માટે તમને 50-60 ગ્રામ તલના પાઉડરની અને એક ચમચી મધની જરૂર પડશે. તમારે આ બન્ને સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી. હવે રોજ દિવસમા એકવાર આ મિશ્રણને નાશ્તા પહેલાં ખાઈ લેવું.

Advertisement

સંશોધન પ્રમાણે તે ઓલિગોમેનોરિયા એટલે કે અનિયમિતે માસિક ધર્મને નિયમિત બનાવવામાં મદદ કરી શકે છે. કેહવાય છે કે તે પીરિયડ્સ સાથે સંબંધિત હોર્મોન પર પણ સકારાત્મક અસર બતાવે છે. તે માસિક ધર્મ ન આવનારી મહિલાઓમાં રક્તસ્ત્રાવને પ્રેરિત કરીને તેને નિયમિત બનાવી રાખવામાં મદદ કરી શકે છે.

દાડમ

Advertisement
image source

તમારે તમારા રોજના આહારમાં એક વાટકી દાડમ ખાવાનું રાખવું જોઈએ. એમિનોરિયાની સમસ્યા જેને હોય તેણે રોજ દાડમનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા પિરિયડ્સ નિયમિત બને છે ખાસ કરીને જે લોકોને મોડા પિરિયડ્સની સમસ્યા છે તેમને પિરિયડ્સ વહેલા આવવાનું શરૂ થાય છે.
પાઇનેપલ – અનાનસ

તેના માટે તમને એક પાઇનેપલ જોઈશે. તમારે પાઈનેપલની છાલ ઉતારીને તેના નાના નાના ટૂકડા કરી લેવા. અને તેનો જ્યૂસ કાઢી લેવો. આ ઉપરાંત તમે પાઇનેપલના ટૂકડા પણ ખાઈ શકો છો. પિરિયડ્સ આવવાના થોડા દિવસ પેહલાંથી તમારે રોજ બપોરે પાઇનેપલ ખાઈ લેવું અથવા તો તેનો જ્યૂસ પી લેવો.

Advertisement

પાઇનેપલને પિરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેના ઉપોયગથી માસિક ધર્મમાં થતી અનિયમિતતાને દૂર કરી શકાય છે. સાથે સાથે અનાનસનો રસ માસિક દરમિયાન થતી પીડાને પણ દૂર કરી શકે છે.

હળદર

Advertisement
image source

તેના માટે તમને એક ચમચી હળદરનો પાઉડર અને એક ગ્લાસ ગરમ પાણીની જરૂર પડશે. તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરી તેને મિક્સ કરી લેવું. પીરિયડ્સની તારીખ પહેલાના 10-15 દિવસ પહેલાંથી તમારે રોજ આ પાણી નિયમિત પીવું.

હળદરને વર્ષોથી આયુર્વેદિક ઔષધી તરીકે માસિક ધર્મ નિયમિત કરવાના ઉપયોગમાં લેવામા આવે છે. વાસ્તવમાં હળદરમાં એમ્મેનાગૉગની અસર રહેલી હોય છે, જે બ્લડ ફ્લોને વધારે છે. આ ઉપરાંત, તે હોર્મોન્સને બેલેન્સ કરીને પિરિયડ્સના દુઃખાવાને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
એલોવેરા – કુંવારપાઠુ

Advertisement

માસિક ધર્મની તારીખ આવવાની હોય તે પેહલાંના બે અઠવાડિયાથી તમારે અરધો ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરવું. જ્યાં સુધી પિરિયડ ન આવે ત્યાં સુધી આ જ્યૂસ પીવો.

એક સંશોધન પ્રમાણે એલોવેરા એમીનોરેયા એટલેકે પિરિયડ્સ ન આવવાની સમસ્યામાં ઉપોયગી છે. વાસ્તવમાં તે હોર્મોન રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.
તેવામાં જો માસિક ધર્મમાં મોડું થતું હોય તો તમારે એલોવેરાનો એક ઔષધિ તરીકે ઉપયોગ કરવો. જોકે કોઈને તેની એલર્જી હોય તો તેનું સેવન ન કરવું જોઈએ.

Advertisement

અજમાના પાન

image source

આ ઉપાય માટે તમારે 5-6 ગ્રામ જેટલા અજમાના સુકા પાનની જરૂર રહેશે અને ઉકાળેલા પાણીની જરૂર પડશે. તમારે સુકા અજમાના પાનને ઉકળતા પાણીમાં નાખવા અને તે પાણીને ચાળીને દિવસમાં ત્રણવાર પીવું. તેને તમારે માસિકધર્મની તારિખના દસ દિવસ પહેલેથી પીવાનું શરૂ કરવું.

Advertisement

અજમાનો ઉપયોગ એમેનેરિયાથી રાહત આપવા માટે કરવામાં આવે છે. વાસ્તવમાં માસિક ધર્મ આવવાનું જ્યારે બંધ થઈ જાય છે, ત્યારે તેને એમેનેરિયા કહેવાય છે. એક સંશોધન પેપર પ્રમાણે આ સમસ્યાને અજમાના સેવનથી દૂર કરી શકાય છે. સાથે સાથે તે માસિક ધર્મમમાં થતી પીડા એટલે કે ડિસમેનોરિયાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

ગરમ પાણીનો શેક

Advertisement
image source

પિરિયડ્સ આવવાના હોય તે પેહાલં એક બે અઠવાડિયાથી તમારે તમારા પેટની નીચેના ભાગ પર ગરમ પાણીનો શેક લેવાનો શરૂ કરવું જોઈએ. એવું કહેવાય છે કે ગરમ પાણીનો શેક પિરિયડ્સને જલદી લાવી શકે છે. આ ઉપરાંત આ સ્થિતિમાં ગરમ પાણી પીવાથી પણ તમને લાભ થાય છે. એટલુ જ નહીં લોકોનું માનવું છે કે તેનાથી પીરિયડ્સની પીડામાં પણ ઘણી હદે રાહત મળે છે.

જરૂરી પોષક તત્ત્વોની ખામી દૂર કરો

Advertisement

આગળ તમને જણાવ્યું છે કે શરીરમાં રહેલી પોષક તત્ત્વોની ઉણપના કારણે પણ પરીરિયડ્સમાં મોડું થઈ શકે છે અથવા તો પિરિયડ્સ અનિયમિત થતા હોય છે. તેવામાં પૈષ્ટિક આહારને તમારે તમારા રોજિંદા ડાયેટમાં શામેલ કરવું જરૂરી છે. આ ઉપરાંત પિરિયડ્સ દરમિયાનની તમારી પીડાની સમસ્યા પણ આ પોષણયુક્ત આહાર દૂર કરી શકે છે.

નિયમિત પિરિયડ્સ લાવવામાં તમને કેટલોક વ્યાયમ પણ મદદ કરી શકે છે.

Advertisement

જો તમે નિમયિત વ્યાયમ કરશો તો પણ તમારા પિરિયડ્સ નિયમિત બની શકે છે. તેમાં તમારે રોજ અરધાથી એક કલાકનું ચાલવાનું રાખવું જોઈએ આ ઉપરાંત તમે કેટલાક યોગાસનો પણ કરી શકો છો. જેમાં સવાસન, માલાસન, ધનુરાસન, હલાસન, મત્યાસનનો પણ સમાવેશ થાય છે. તમારે યોગ ઇન્સ્ટ્રક્ટરની મદદથી આ યોગ કરવા જોઈએ. જે તમને વિવિધ રીતે લાભ પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version